________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૬૧ જાવક, આ મારું શરીર, આ ડાયાબીટીઝ. હવે ખબર પડી કે શરીરમાં આ બધું થાય છે. ગોઠવણ તમે નથી કરી પરંતુ ગોઠવણ આપોઆપ થાય છે. ગોઠવણ એટલી ચોક્કસ છે કે ટ્રેઈન મોડી પડે, પ્લેન મોડું પડે પણ કર્યતંત્ર ક્યારેય મોડું પડતું નથી. જે કાળે, જે ક્ષેત્રમાં, જે સ્થિતિમાં, જે રીતથી કામ કરવાનું હોય તે રીતે જ વ્યવસ્થિત કામ થાય છે. આટલી ચોક્કસ વ્યવસ્થા કર્યતંત્રની છે. કર્મ જ્યારે બંધાય છે ત્યારે જ બધી વ્યવસ્થા નક્કી થઈ જાય છે. આપણી પાસે, આપણી ફેક્ટરી છે. ચોવીસ કલાક ચાલે છે, સમયે સમયે, અટક્યા વગર કામ કરે છે. તમે આંખ ઉઘાડીને બંધ કરો તેમાં અસંખ્ય સમય થાય. એક સમયમાં જીવ સાત કે આઠ કર્મનો બંધ કરે છે અને આ કાર્ય સમયે સમયે થયા જ કરે છે. આ જીવ સખણો રહેતો નથી પછી પોક મૂકે છે કે અરેરે ! આ દુઃખ અમારે ભોગવવાનાં? પતિ સારો મળ્યો તો પાંચે આંગળિયેથી પુણ્ય કર્યા હશે. પત્ની સારી મળી તો ભાગ્ય સારું હશે. પરંતુ જો મનમેળ ન હોય તો ક્યાંથી ભટકાણા? ભટકાણા નથી પણ નિયમ પ્રમાણે મળ્યું છે. જે કંઈ થાય છે તે નિયમ પ્રમાણે થાય છે. જે કર્મ બંધાય છે તે નિયત ટાઈમે જ ફળ આપે છે. અને જ્યારે ફળ આપે છે, તે વખતે ફળ ભોગવતાં ન આવડે તો નવાં કર્મો પાછાં બંધાય છે.
શિષ્યને એમ કહેવું છે કે છોડો આત્માની વાત, છોડો જીવ કર્મનો કર્યા છે તે વાત. ખરેખર તો કર્મ જ કર્મને કરે છે. તો હવાલો કર્મના ખાતે ગયો. તો ભોગવશે કોણ? જે કરે તે ભોગવે. આત્મા કરતો નથી તો કર્મનાં ફળ આત્મા કેવી રીતે ભોગવશે? કર્મ ભોગવશે.
જો આત્મા કર્મનો કર્યા છે, આત્માએ કર્મો કર્યા છે એ સ્વીકારીએ તો કર્મોથી છૂટવા કર્મ ક્ષય કરો, કર્મક્ષય કેમ કરવો? તો ધ્યાન કરો, મંદિરમાં જાવ, સ્વાધ્યાય કરો, ઉપાસના અને ભક્તિ કરો. તપ કરો, જપ કરો, વ્રત કરો, અનુષ્ઠાન કરો. પણ જો આત્મા કર્મનો કર્તા ન હોય તો આ બધામાંથી છુટકારો થઈ જાય. શિષ્ય આપણા તરફથી વાત કરે છે. આપણને પણ આવું ગમે છે અને આવું જ જોઈએ છે. તમે જો કર્તા ન હો તો કાંઈ ભોગવવું ન પડે. પરંતુ તમે જો કર્મનો કર્તા જીવ છે તેમ સ્વીકારો તો થાય ને? એક ભાઈ દાણચોરીનો વેપાર કરતા હતા. ચાલીશ પચાસ લાખનો માલ ભરીને તેનું વહાણ અરબસ્તાનમાંથી આવતું હતું. રસ્તામાં બધો માલ પકડાણો. નોકરે શેઠને ફોન કર્યો કે કસ્ટમ ખાતાએ માલ પકડ્યો છે. મારે હવે શું કરવું? શેઠે શાંતિથી કહ્યું કે કશું જ કરવાનું નથી, આ માલ અમારો નથી તેમ કહી દે. માલ અમારો છે તેમ કહો તો બધું વળગે. અને માલ અમારો નથી તેમ કહી દે તો બધી ઉપાધિ ટળી જાય. આત્મા કર્મનો કર્યા છે, તેમ કહો તો બધું વળગે અને આત્મા કર્મનો કર્તા નથી તેમ સ્વીકારો તો આ બધામાંથી છુટકારો થઈ જાય. જો તમારી ઈચ્છા એવી છે કે છુટકારો મેળવવો છે તો સ્વીકારી લો કે કર્મનો કર્તા જીવ નથી. પરંતુ વાસ્તવિક શું છે? પરમાર્થ શું છે? સત્ય શું છે? તથ્ય શું છે? તે નક્કી થવું જોઈએ.
શિષ્યનો બીજો વિકલ્પ છે કે કર્મનો કર્તા કર્મ જ છે. દ્રવ્ય કર્મ ઉદયમાં આવે છે, ક્ષણે ક્ષણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org