________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૫૯
પ્રવચન ક્રમાંક - પ૪
ગાથા ક્રમાંક - ૦૧ થી ૦૩ ત્રીજી શંકાઃ આત્મા કર્મનો કર્તા નથી
કર્તા જીવ ન કર્મનો, કર્મ જ કર્તા કર્મ,
અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવનો ધર્મ.” (૭૧) ટીકાઃ જીવ કર્મનો કર્તા નથી, કર્મના કર્તા કર્મ છે. અથવા અનાયાસે તે થયા કરે છે. એમ નહીં, ને
જીવ જ તેનો કર્તા છે એમ કહો તો પછી તે જીવનો ધર્મ જ છે, અર્થાત્ ધર્મ હોવાથી ક્યારેય નિવૃત્ત ન થાય. (૭૧)
કર્યતંત્ર ન હોય તો તમામ ધર્મશાસ્ત્રો, દર્શનશાસ્ત્રો, તત્ત્વજ્ઞાનનાં શાસ્ત્રો, સાધનાનાં શાસ્ત્રો અને ધ્યાનમાં શાસ્ત્રોની કંઈ જ જરૂર નથી. જરૂર તો જ પડે કે જો તમે કર્યતંત્રનો સ્વીકાર કરો તો. જો આત્મા કર્મનો કર્યા હોય તો જ કર્મનો સ્વીકાર થાય. શિષ્ય પહેલાં જ ઘા કરે છે જીવ કર્મનો કર્તા નથી. સાહેબ ! જો આત્મા કર્મનો કર્તા નથી, એ સાચું ઠરી જાય તો, બધી સાધનાની જાળમાંથી મુક્ત થઈ જવાય. મંદિરોની જરૂર નહિ, સાધુઓ અને સ્વાધ્યાયકારોની પણ જરૂર નહિ. આશ્રમોની અને તેની વ્યવસ્થાની જરૂર નહિ. જો કર્મ ન હોય તો બધા પ્રશ્ન શમી જાય, પરંતુ એમ નથી, માટે શિષ્યની બધી શંકાઓ ગુરુદેવ સાંભળે છે અને જવાબ આપે છે.
શિષ્ય પ્રથમ એ વાત કરી કે આ આત્મા કર્મનો કર્તા નથી. આ જગતમાં જે કંઈ જુદી જુદી અવસ્થાઓ દેખાય છે, આ જે ભિન્નતાઓ દેખાય છે, આ જે સંયોગો દેખાય છે તે જુદા જુદા છે. આ બધું અકારણ હશે? તેની પાછળ કોઈ નિયમ કામ કરતો નહિ હોય? શું આ અકસ્માત હશે? એમને એમ થતું હશે? કોઈ જુદી અવસ્થા કે ગુપ્ત રહસ્ય હશે? શાસ્ત્રો કહે છે, સાચું કહીએ તો બીજું કશું જ નથી. જે કંઈ છે તે બે દ્રવ્યો વચ્ચેનો ખેલ છે. તેમાં એક આત્મદ્રવ્ય છે અને બીજું પુદ્ગલ દ્રવ્ય છે. પુદ્ગલ દ્રવ્યનો એક વિભાગ એ કર્યતંત્ર છે. આ જગતમાં આપણા સ્થૂલ જીવનના મુખ્ય અને મૂળ સાધનો શરીર, ઈન્દ્રિયો, ભાષા, મન, શ્વાસોચ્છવાસ તથા આયુષ્ય છે, અને તે બધાં પુગલ દ્રવ્યમાંથી બને છે. તેની સાથે આ કર્મતંત્ર પણ પુદ્ગલ દ્રવ્યમાંથી બન્યું છે. કર્મતંત્રના મટીરીયલને શાસ્ત્રીય પરિભાષામાં કાર્મણ વર્ગણા કહેવામાં આવે છે. કાશ્મણ વર્ગણા એટલે કર્મ તરીકે કામમાં આવે તેવો પરમાણુઓનો જથ્થો. જેમ ઘઉંનો લોટ પડ્યો હોય તો તેમાંથી રોટલી થાય, ભાખરી થાય, શીરો અને લાપસી પણ થાય. આ ઘઉંના લોટમાંથી બધું બની શકે. ઘઉંમાંથી જુદી જુદી વેરાયટી થાય છે તેમ પુદ્ગલ દ્રવ્યમાંથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org