________________
૧૧૮
પ્રવચન ક્રમાંક - ૪૯, ગાથા ક્રમાંક - ૬૦-૬૧ સાક્ષાત્કાર હોય. પદાર્થોમાં શું રાચવું? તમે કેમ આમ બોલો છો ? તો કહે કે ક્ષણનો પ્રસંગ. બીજી ક્ષણ માટે તે વસ્તુ નહિ હોય. આકાશમાંથી વરસાદ પડ્યો અને પાણીનાં ટીપાં પડતાં જોયાં. પડ્યાં તો ખરાં પણ નદીમાં ગયાં, અને તેમાં મળી ગયાં. નદી સમુદ્રમાં મળી ગઈ. આ જગતમાં બધા પદાર્થો આ પ્રમાણે પરિવર્તિત થાય છે. આત્મા પણ આવો જ પદાર્થ છે. જે ક્ષણે ક્ષણે બદલાય છે અને પછી તેનો નાશ થાય છે, માટે આત્મા છે પણ તે નિત્ય નથી તેમ શિષ્યનું કહેવું છે.
આજે આટલી વાત થઈ. હવે ગુરુદેવ આ પ્રશ્નો લઈ શિષ્યને સમાધાન કરાવે છે. સમાધાન પ્રશ્નો કરવા કરતાં કઠિન કાર્ય છે. ગુરુદેવને સમજાવવું છે કે આત્મા છે પણ ખરો, અને તે નિત્ય પણ છે. અને એ નિત્ય છે તે નક્કી કરતાં, દેહ અને આત્મા વચ્ચે શું સંબંધ છે તેની વાત પણ કરવી છે. અને દેહ કેવો છે તે પણ કહેવું છે. અને દેહ જ આત્મા હોય તો આત્મા ઉત્પન્ન થયો અને આત્મા નાશ થયો તે જાણ્યું કોણે? આવતી કાલે તે વાત આવશે. આ રેલગાડી ૭ વાગ્યે ઉપડી અને ડ્રાઈવર નવ વાગ્યે આવે તે ચાલતું હશે? આ સાચી વાત નથી. રેલગાડી ઉપડતાં પહેલાં ડ્રાઈવર આવવો જોઈએ. નહિ તો ગાડી ચાલે નહિ. તેમ દેહમાંથી આત્મા ઉત્પન્ન થાય છે તે કોણ જાણનાર છે? દેહ ઉત્પન્ન થયા પહેલાં તે હોવો જોઈએ. આવી અદ્ભુત વાત કરીશું.
ધન્યવાદ! આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org