________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૪૩
ફળ તત્ત્વની સુવિચારણા છે, એ તત્ત્વ વિચારણા જ્યાં સુધી ન થાય, ત્યાં સુધી તત્ત્વ નિર્ણય ન લેવાય, માટે પરમકૃપાળુદેવે કહ્યું, આત્મા છે તેમ બોલવાથી નહિ થાય. નથી ત્યાંથી શરૂઆત કરો અને દલીલ કરતા જાવ, બુદ્ધિ વાપરતા જાવ. પરંતુ નેગેટીવ એપ્રોચ નહીં, સમજવા માટે સંદેહ કે શંકા અને પછી નિત્ય નથી ત્યાંથી શરૂઆત કરો.
આધ્યાત્મિક જગતમાં, ધાર્મિક જગતમાં સૌથી મોટો એક સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો, જે સિદ્ધાંત ઉપર ધાર્મિક અને આધ્યાત્મિક જગત ઊભું રહી શકે છે. એ મોટો સિદ્ધાંત એ છે કે પુનર્જન્મ છે. પુનર્ એટલે ફરી. જન્મ પાછો લેવો, ફરીને લેવો. સૌરાષ્ટ્રમાં કોઈ મરી ગયો તેમ નથી કહેતાં પણ પાછો થયો તેમ કહે છે. મને લાગે છે કે રામજી પટેલ આ સિદ્ધાંત જાણતા હશે. પાછો થયો, એમ ખરી વાત કરે છે. તેઓ પાયાની વાત કરે છે કે તે મર્યો નથી પણ ફરી જન્મ્યો છે. તો મર્યો કોણ ? અને જન્મ્યો કોણ ? આ ઘટના ક્રમમાં એક તત્ત્વ હાજર જોઈએ. આ તત્ત્વ જો ન હોય તો એ પાછો થાય એટલે કે પુનર્જન્મ લે તે કઈ રીતે બને ? પુનર્જન્મની આધારશીલા આત્મા છે અને તે આત્માનું નિત્યપણું જણાવે છે.
એક વાત સમજી લઈએ. જન્મ થવો એનો અર્થ એ કે ગત જન્મમાં પોતે મનથી, વચનથી, કાયાથી શુભ, અશુભ વગેરે કર્મો કર્યાં છે, તે કર્મો કર્યા પછી તે વખતે એ કર્મોનું ફળ જે રીતે ભોગવવાનું હોય, તે નિશ્ચિત થાય છે તે પ્રમાણે નવો દેહ ધારણ કરે છે. આ વ્યવસ્થા કોમ્પ્યૂટર કરતાં પણ ઝડપી છે. અંદર ભાવ કર્યો કે શરીરમાં સ્પંદન થયાં અને જેવા ભાવ કર્યા હતા તે પ્રમાણે જગતમાંથી કાર્મણવર્ગણા આવી અને આત્મા ઉ૫૨ આવરણ કર્યું. કાર્યણવર્ગણા આવી એટલે કર્મ નક્કી થઈ જાય અને આ કર્મ કયું ફળ આપશે તે પણ નક્કી થઈ જાય. અને કયા ટાઈમે ફળ આપશે, કેટલું ગાઢ હશે, તે બધું વ્યવસ્થિત ગોઠવાઈ જાય તેવી કુદરતી વ્યવસ્થા છે. જુઓ સાહેબ ! આ તમારું કારખાનું કેવું જોરદાર ચાલે છે.
ભાવ થયો નથી કે ચાર બાબતો નક્કી થઈ નથી. (૧) પ્રકૃતિબંધ, (૨) સ્થિતિબંધ, (૩) રસબંધ અને (૪) પ્રદેશબંધ. [(૧) શું ફળ આપશે (૨) કેટલો કાળ કર્મો રહેશે તે પણ નક્કી થાય, (૩) કેટલી તાકાતથી ફળ આપશે તે પણ નક્કી થાય છે અને (૪) કેટલો જથ્થો પરમાણુનો છે તે પણ નક્કી થાય.] ચાર જણને તાવ આવ્યો છે, કોઈને ચાર ડીગ્રી, પાંચ ડીગ્રી અને કોઈને સાડી નવાણું ડીગ્રી. તાવ તો ખરો પણ પાંચ ડીગ્રી આવ્યો તેની તાકાત વધારે, તે કર્મનો રસ વધારે જોરદાર, સમજાય છે ? કર્મનાં પરિણામ ભોગવતી વખતે કર્મ કેટલી તાકાતથી ફળ આપશે તેને કહેવાય છે રસ. રસ એટલે ઈન્ટરેસ્ટ નહીં, રસ એટલે તાકાત અથવા શક્તિ. તીવ્ર રસવાળાં કર્મ જ્યારે ભોગવવાનાં હોય તો રડી રડીને ભોગવવાં પડે. આંખ નાની અને આંસુ મોટાં આવશે. બધા બોલે છે કે અરેરે ! આ દુ:ખો સહન થતાં નથી. એમ કહેવાય નહીં કે તમે કર્યાં છે તો ભોગવો, પણ જેટલી તીવ્રતાથી પ્રક્રિયા કરશો તેટલું કર્મફળ તીવ્ર આવશે.
આ પ્રક્રિયા શરીર કરતું નથી પણ કરનાર આત્મા છે. શરીરે જો આ કર્મબંધની ક્રિયા કરી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org