________________
૧૪૨
પ્રવચન ક્રમાંક - ૫૨, ગાથા ક્રમાંક - ૬૮-૬૯ કરતો હોય, ગમે તેટલાં પ્રવચનો કરતો હોય, પરંતુ અમારે એ જાણવું છે કે તે વીતરાગ છે ? તે સર્વજ્ઞ છે ? જો પરમ પુરુષ હોય તો શંકા જ નહિ. તેનું વચન તે પરિપૂર્ણ સત્ય, કેવળ સત્ય, નિર્ભેળ સત્ય છે.
તે પ્રાપ્ત કરવા, વચન કોનું સત્ય કેવળ માનવું; નિર્દોષ નરનું કથન માનો, તેહ જેણે અનુભવ્યું.
સોળ વર્ષની ઉંમરે ખૂબી તો જુઓ ! તેઓ એમ કહી શક્યા હોત કે મહાવીરનું માનો, હરિભદ્રસૂરિજીનું માનવું કે કુંદકુંદાચાર્યજીનું માનવું, પણ એમ ન કહેતા એમણે કહ્યું કે નિર્દોષ નરનું કથન માનો. દોષ બે પ્રકારના - રાગ અને દ્વેષ. તે બે દોષ રહિત એટલે વીતરાગ પુરુષ. વીતરાગ શબ્દને બદલે અહીં નિર્દોષ શબ્દ એટલે વાપર્યો, કે તે સર્વ સમ્મત છે. ગમે તે સંપ્રદાય કે મત હોય પણ તે કોઈ નિર્દોષ માણસનો વિરોધ ન કરે. આપણે ત્યાં એક બીજો શબ્દ પણ છે. તે છે આપ્ત. આપ્ત એટલે રાગ દ્વેષથી મુક્ત. વીતરાગ, સર્વજ્ઞ, પરમાત્મા નિર્દોષ નર છે. તે રાગદ્વેષથી મુક્ત છે. જેનામાં રાગદ્વેષ છે તે છદ્મસ્થ અવસ્થામાં છે. દશમા ગુણસ્થાનક સુધી તે આપણો પીછો છોડતાં નથી. છેલ્લામાં છેલ્લો સૂક્ષ્મ લોભ છે. લોભ બહુ મીઠો અને ચીકણો છે. ક્રોધ ભોળો છે, અહંકાર ઉસ્તાદ છે, માયા જબરી છે, પરંતુ ‘ઝોદ્દો સવ્વવિળાસો’ લોભ સર્વનાશી છે. આ રાગદ્વેષ સંપૂર્ણપણે જેનામાંથી ગયા તે નિર્દોષ નર છે. નિર્દોષ નરનું કથન માનો, અમે એમના તરફ આંગળી ચીંધીએ છીએ. તેમના ઉપર આપણને શ્રદ્ધા, અને પ્રતીતિ જોઈએ.
સમ્યગ્દર્શનની ઘટના પહેલાં તત્ત્વ નિર્ણય એ મોટી મહત્ત્વની ઘટના છે. હજુ સમ્યગ્દર્શન થયું નથી. મોહના કિલ્લામાં ગાબડું પડ્યું નથી, પણ હવે પડવાનું છે. ‘અભી હોગા, અભી હોગા'. મોહને ખબર પડી ગઈ છે. આ ઉપડ્યો છે, હવે ઝાલ્યો નહીં રહે. એ મને તોડીને જ રહેશે. આને શાસ્ત્રીય ભાષામાં અપૂર્વકરણ કહે છે. ‘રાડ પડે રાજપૂત છૂપે નહિ.’ રાજપૂત તેને કહેવાય કે જેનામાં શૌર્ય છે. રાડ પડ્યા પછી એ છૂપે નહિ. ‘કરેંગે યા મરેંગે' એવો ઉત્સાહ, એવો જુસ્સો, પ્રચંડ વીર્ય, એવું સામર્થ્ય, એ ગાબડું પાડીને જ રહે છે. એવી તાકાત, એવું જોર હોય તો મોહના કિલ્લામાં ગાબડું પડે છે. એમને એમ નહિ પડે. આ જનમમાં નહિ તો આવતા જન્મમાં, શું ઉતાવળ છે ? તમે લોકો તો શાસ્ત્રો વાંચો છો, વાતો પણ કરો છો, વિકલ્પ પણ શોધી કાઢો છો, બચાવ પણ શોધી કાઢો છો, તમે જ વકીલ અને તમે જ દલીલ કરવાવાળા છો.
તત્ત્વ નિર્ણય થયા પછી સમ્યગ્દર્શનની ઘટના ઘટે છે. અને તેવો તત્ત્વ નિર્ણય કરવા માટે જે અત્યંત અનિવાર્ય સાધન તેને કહેવાય છે બુદ્ધિ. તમને બુદ્ધિ તો મળી છે. કરોડોનો ધંધો કરો છો. ગૂંચવાડો પણ કરી શકો અને ગૂંચને ઉકેલી પણ શકો. જે ધાર્યું હોય તે કરી શકો. તમે બુદ્ધિશાળી નહીં ? ટાટા બિરલા થવું તે સામાન્ય માણસનું કામ નથી, કોઈ સાધુ સંન્યાસીને ટાટાનો વહિવટ સોંપવામાં આવે તો દેવાળું કાઢે. વહિવટ કરવો, તે બુદ્ધિનું સામર્થ્ય છે. બુદ્ધિનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org