________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૫૩ જાણવી પડે છે. જેમ યુદ્ધમાં એવી રીતે સૈનિકોની ગોઠવણી થાય કે સામા પક્ષનું જોર તૂટી જાય. તેમ કર્મનો ક્ષય કરવા માટે કર્મના દલિકોમાંથી રસધાત અને સ્થિતિ ઘાત કરી કર્મના દલિકોને ક્રમસર ગોઠવવા તે શ્રેણીની રચના. શ્રેણીની રચના કરવાથી કર્મક્ષય ઝડપથી થાય. આપણને કર્મક્ષયની પ્રક્રિયા કરવામાં ઘણો વખત લાગે છે. જ્યારે જ્ઞાની પુરુષ જે કામ કરે છે તે બધું ભેગું કરી એકી સાથે નિકાલ કરવાનું કામ કરે છે. કર્મનો નિકાલ જે ઘટનામાં થાય, જે અવસ્થામાં થાય તે ક્ષાયિકભાવની સાધના છે. ક્ષપક શ્રેણી એ રચના કરે છે. ક્ષેપક શ્રેણીમાં મુખ્ય સાધન ધ્યાન. અને તે ધ્યાનનો મુખ્ય વિષય દ્રવ્ય, ગુણ અને પર્યાય.
ગહન ચિંતનનો વિષય દ્રવ્ય, ગુણ અને પર્યાય છે. પર્યાય એટલે અવસ્થા અને ગુણ એટલે શક્તિ અને દ્રવ્ય એટલે પદાર્થ. જગતમાં જે કંઈ પદાર્થો છે તે વસ્તુ છે, તે દ્રવ્ય છે, એ દ્રવ્યો જુદા જુદા હોઈ શકે છે. મૂળ દ્રવ્યો છ છે. છથી વધારે નહિ અને છથી ઓછાં પણ નહિ. જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ. દ્રવ્ય એટલે વસ્તુ, દ્રવ્ય એટલે પદાર્થ, પદાર્થની બે બાજુ, કાયમ ટકે છે તે એક બાજુ અને ક્ષણે ક્ષણે પલટાય છે તે બીજી બાજુ. ક્ષણે ક્ષણે જે બદલાય છે તે પર્યાય છે. અને કાયમ જે ટકે છે તે દ્રવ્ય છે. પરમકૃપાળુદેવે કહ્યું કે આત્મા દ્રવ્યની અપેક્ષાએ ટકે છે અને પર્યાયની અપેક્ષાએ પલટાયા કરે છે. પલટવાનું કામ અંદર ચાલે છે, મૂળ વસ્તુનો નાશ થયા સિવાય. દરિયો તો સ્થિર છે પણ મોજાં બદલાય છે. તમને જોતાં આવડવું જોઈએ. દરિયા વગર મોજાં જોવાં નહિ મળે. અને મોજા વગર દરિયો જોવા નહિ મળે, પરંતુ એવું બનતું નથી કે દરિયો હોય અને મોજાં ન હોય. બન્ને એકી સાથે રહેવાનાં. દ્રવ્ય પણ રહેવાનું અને તેની પર્યાયો પણ રહેવાની. આમ પરિણમન પ્રત્યેક દ્રવ્યમાં થાય છે. વિજ્ઞાન એમ કહે છે કે ઈલેક્ટ્રોન ન્યુટ્રોન અને પ્રોટોન ત્રણે પ્રકારનાં પરમાણુઓ જગતમાં ફર્યા જ કરે છે. અને નિયત કરેલા ટાઈમમાં એક લાખ વખત પ્રદક્ષિણા કર્યા કરે છે. એ પદાર્થોમાં ક્ષમતા અને સામર્થ્ય છે.
સમુદ્ર પલટાતો નથી એક વાત, મોજાં પલટાય છે બીજી વાત, અને મોજાં વગર સમુદ્ર નથી અને સમુદ્ર વગર મોજાં નથી એ ત્રીજી વાત. આનંદઘનજીએ કાવ્યની ભાષામાં કહ્યું છે કે...
સ્થિરતા એક સમયમેં ઠાને, ઉપજે વિણસે તબહી, ઉલટ પલટ ધ્રુવસત્તા રાખે, યા હમ સુની ન કબહી.
અવધૂ, નટ નાગરકી બાજી. કોઈ કુશળ ખેલાડી જેમ ખેલે છે, તેમ આ ઠેકાણે નટ નાગર એટલે ચતુર નાગર બાજી ખેલી રહ્યો છે, અને તે એવી બાજી છે કે એક સમયમાં સ્થિરતા પણ છે અને એક સમયમાં ઉત્પાદ અને એક સમયમાં વ્યય પણ છે. સ્થિર રહેવું, ઉત્પન્ન થવું અને નાશ પામવો. આવી ત્રણ અવસ્થા એક દ્રવ્યમાં બને છે. તમને બે વસ્તુ જોવા મળશે. એક નાશ પામે છે તે અને એક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org