________________
૧૫ર
પ્રવચન ક્રમાંક - ૫૩, ગાથા ક્રમાંક - ૭૦ જુદો જ છે. જો જોનારો એકલો હોત તો આ સમસ્યા કે ઉપાધિ ન હોત. પરંતુ શાસ્ત્રો કહે છે કે જગતમાં કર્યો છે એટલે આ બધી સમસ્યાઓ છે. જો કર્મો ન હોત તો આ સમસ્યા કે મૂંઝવણ ન હોત, અને આ બધી ઉપાધિમાં પડવું જ ન પડત. જેમકે ધ્યાન કરો, યોગ સાધો, પ્રાણાયામ કરો, વહેલાં ઊઠો, આશ્રમમાં જાવ, શિબિરમાં દાખલ થાવ. પાંચસો રૂપિયા ભરો. ત્રણ દિવસ ત્યાં બેસો અને સાંભળો. શા માટે આ બધું કરવું પડે? જો કર્મો જ ન હોત તો આ કશી ઉપાધિ ન હોત. અને કર્મો છે તેવો જેણે સ્વીકાર કર્યો છે પણ જો તેને કર્મો દૂર કરવાની ખટક નથી, તો તેને પણ અંદર મૂંઝવણ, વ્યાકુળતા કે વ્યગ્રતા નથી.
એક ગહન સિદ્ધાંત લઈને આપણે આજની ચર્ચામાં ઊતરીએ છીએ. કોઈપણ ગહન સિદ્ધાંતની વાત આવે છે, ત્યારે આપણું મન તેમાં ડૂબતું નથી, ઊંડે ઊતરતું નથી. મનને દરિયા જેટલા ઊંડાણમાં ડૂબકી મારવી ગમતી નથી. ઉપર ઉપર છબછબીયાં કરવાં ગમે છે. ધર્મના નામે, અને ધ્યાનના નામે આપણને છબછબીયાં કરવાં ગમે છે, પરંતુ ઊંડાણમાં ડૂબકી મારવી નહિ ગમે. એટલા જ માટે પરમકૃપાળુદેવને ૭૧મી ગાથાથી એક મહત્ત્વની રજૂઆત કરવી છે. જગતમાં જે છે તેનું ધ્યાન દોરવું છે. કોઈ જ્ઞાની પુરુષે નવું કીધું નથી. એમણે જે કહ્યું તે આપણા ધ્યાન ઉપર ન હતું. એ ધ્યાન ઉપર લાવ્યા. કોઈપણ જાતનો પક્ષપાત કર્યા સિવાય, બહુ સ્પષ્ટપણે આપણે કહીએ કે જગતમાં જુદા જુદા ધર્મોએ તપની, જપની, પ્રાર્થનાની વાત કરી છે, ભક્તિની અને નિષ્કામ કર્મની વાત કરી છે, સમાજસેવા અને લોકકલ્યાણની વાત કરી છે, સ્વાધ્યાયની વાત કરી છે. દાન, તપ, સદાચાર, ધ્યાન, યોગ અને પરોપકારની વાત પણ કરી છે. પરંતુ એક વાત રહી ગઈ અને તે છે દ્રવ્ય, ગુણ અને પર્યાયની વાત.
આઠમા ગુણસ્થાનથી અત્યંત મહત્ત્વની સાધનાની શરૂઆત થાય છે. ત્યાં કોઈ અનુષ્ઠાન કે આવશ્યક વિધાન નથી, ત્યાં કોઈ કર્મ કે ક્રિયા નથી. ત્યાં તો એક જ સાધના છે. “અનન્ય ચિંતન, અતિશય શુદ્ધ સ્વભાવ જો.” અનન્ય ચિંતનની આઠમા ગુણસ્થાન પછી શરૂઆત થાય છે. અહીંથી બે શ્રેણી શરૂ થાય છે. એક ઉપશમ શ્રેણી, બીજી ક્ષેપક શ્રેણી. એક સાધક કર્મ દબાવતો જાય છે, ઉપશમ કરતો જાય છે અને બીજો સાધક કર્મનો ક્ષય એટલે નિકાલ કરતો જાય છે. કર્મને દબાવવા તે ઉપશમ શ્રેણી અને કર્મનો નિકાલ કરવો તે ક્ષપક શ્રેણી. જે દબાવ્યું તે ક્યારેક ઊછળશે. આઠમા ગુણસ્થાનેથી નવમે પહોંચ્યો. અને ત્યાંથી દસમે અગિયારમે ગયો. અગિયારમે સ્પ્રીંગ ઊછળી અને પાછો આવ્યો. આ અસાધારણ ઘટના છે. અગિયારમે ગુણસ્થાને ગયેલો પણ પાછો નીચે આવે છે. પરંતુ એ રીટર્ન થયેલો પાછો ત્યાં કાયમ રહેવાનો નથી. એ પાછો જોર કરી ક્ષપક શ્રેણી માંડી શકે છે.
ક્ષપક શ્રેણીનો અર્થ કર્મનો ક્ષય કરતા જવું. આ ક્ષપકશ્રેણીની સાધના એ ક્ષાયિક ભાવની સાધના છે, કર્મના ક્ષયની સાધના છે. શ્રેણી એટલે રચના. યુદ્ધમાં સૌથી મહત્ત્વની ઘટના સૈનિકોને કેમ ગોઠવવા, એ પણ એક કળા છે. અને સામા પક્ષમાં કેમ પ્રવેશ કરવો એ કળા પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org