________________
૧૫૦
પ્રવચન ક્રમાંક
૫૩
પ્રવચન ક્રમાંક - ૫૩, ગાથા ક્રમાંક - ૭૦
ગાથા ક્રમાંક
Jain Education International
દ્રવ્ય ઉપર દૃષ્ટિ ઠેરવો
ક્યારે કોઈ વસ્તુનો, કેવળ હોય ન નાશ; ચેતન પામે નાશ તો, કેમાં ભળે તપાસ. (૭૦)
:
ટીકાઃ વળી કોઈ પણ વસ્તુનો કોઈ પણ કાળે કેવળ તો નાશ થાય જ નહીં. માત્ર અવસ્થાંતર થાય, માટે ચેતનનો પણ કેવળ નાશ થાય નહીં. અને અવસ્થાંતરરૂપ નાશ થતો હોય તો તે કેમાં ભળે અથવા કેવા પ્રકારનું અવસ્થાંતર પામે તે તપાસ. અર્થાત્ ઘટાદિ પદાર્થ ફૂટી જાય છે, એટલે લોકો એમ કહે છે કે ઘડો નાશ પામ્યો છે, કંઈ માટીપણું નાશ પામ્યું નથી. તેછિન્નભિન્ન થઈ જઈ સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂકો થાય. તો પણ પરમાણુ સમૂહરૂપે રહે, પણ કેવળ નાશ ન થાય અને તેમાંનું એક પરમાણુ પણ ઘટે નહીં, કેમ કે અનુભવથી જોતાં અવસ્થાંતર થઈ શકે, પણ પદાર્થનો સમૂળગો નાશ થાય એમ ભાસી જ શકવા યોગ્ય નથી. એટલે જો તું ચેતનનો નાશ કહે, તોપણ કેવળ નાશ તો કહી જ શકાય નહીં, અવસ્થાંતરરૂપ નાશ કહેવાય. જેમ ઘટ ફૂટી જઈ ક્રમે કરી પરમાણુ સમૂહરૂપે સ્થિતિમાં રહે, તેમ ચેતનનો અવસ્થાંતરરૂપ નાશ તારે કરવો હોય તો તે શી સ્થિતિમાં રહે, અથવા ઘટના પરમાણુઓ જેમ પરમાણુ સમૂહમાં ભળ્યા તેમ ચેતન કઈ વસ્તુમાં ભળવા યોગ્ય છે તે તપાસ; અર્થાત્ એ પ્રકારે તું અનુભવ કરી જોઈશ તો કોઈમાં નહીં ભળી શકવા યોગ્ય, અથવા પરસ્વરૂપે અવસ્થાંતર નહીં પામવા યોગ્ય એવું ચેતન એટલે આત્મા તને ભાસ્યમાન થશે. (૭૦)
- ૭૦
ફરીવાર આપણે ગહન ચિંતનમાં ઊતરીએ છીએ. એકલો જ આત્મા હોત તો જગત ન હોત. એકલામાં જગતનો સંબંધ નથી. જગતની ઘટના કે બનાવો નથી. જગત હોવામાં એક બીજા તત્ત્વનો ફાળો જોઈએ, એનો સહયોગ અને સાથ જોઈએ. એના સંયોગ વગર જગતનું હોવાપણું એ શક્ય નથી. જગત તો છે. તેનો ઈન્કાર કરવાની કોઈ જરૂર નથી. તમે જ્ઞાની ન હો તો પણ તમે આંખ ઉઘાડશો એટલે જગત સામે દેખાશે. જ્યાં વિવિધ પ્રકારના પ્રાણીઓ અને પુદ્ગલ પદાર્થો છે, વિવિધ ઘટનાઓ અને વિવિધ પ્રકારના બનાવો બને છે, જુદા જુદા સંયોગો છે. વિવિધ પ્રકારના પરિવર્તનો થાય છે. જાણે એક વિરાટ ખેલ જગતમાં ચાલી રહ્યો છે. જેમ મેળો ભરાય અને તેમાં લોકો જાતજાતની રમતો રમે છે તેમ જગત પણ એક મેળો છે અને તેમાં જાતજાતની રમતો રમાય છે. પરંતુ આ બધા મેળાની પાછળ, બનાવની અને ઘટનાઓની પાછળ શું એકલો આત્મા જ છે ? ના. જો એકલો આત્મા જ હોત તો આ અવસ્થા
For Personal & Private Use Only
www.jainelibrary.org