________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૪૯
પરિવર્તન અને ફેરફાર થવા છતાં, ઉલ્કાપાત મચવા છતાં, ધરતીકંપ થવા છતાં, બધું પલટાતું હોવા છતાં કંઈ ઘટતું પણ નથી અને કંઈ વધતું પણ નથી. જેમ છે તેમ કાયમ રહેશે. પરિસ્થિતિ બદલાય પણ દ્રવ્યો તો તેનાં તે જ છે. વસ્તુ બદલાય પરંતુ તેનો સમૂળગો નાશ થાય તેવું ક્યારેય બનતું નથી. એ અર્થમાં વસ્તુ કાયમ રહે છે. માટી ખેતરમાં હતી. કુંભાર લઈ આવ્યો, ખૂંદી અને તેમાંથી ઘડો બનાવ્યો. ઘડો બજારમાં ગયો, તમે દુકાનેથી ઘડો લાવ્યા, પછી તેમાં પાણી ભર્યું, પંદર દિવસ, મહિનો, બે મહિના ઘડો ચાલ્યો. એક દિવસ ઘડો હાથમાંથી પડીને ફૂટી ગયો. ઘડો ગયો પણ ટૂકડા તો રહ્યા. એ કટકાઓ તમે ઉપાડી ફેંકી દીધા. માટીમાં ભળી ગયા. એ કચરો પાછો ખેતરમાં ગયો. ઘઉં થયા અને રોટલી બનીને તમારી પાસે આવી. તો માટી ક્યાં ગઈ ? અરે ! માટી તો રહી. તેમાંથી જુદા જુદા આકારો બન્યા પણ તેનો નાશ ન થયો. જગતમાં ક્યારે કોઈ વસ્તુનો કાયમ માટે નાશ થતો નથી, પણ રૂપાંતર થયા કરે છે. અને નાશ જો થાય તો શેમાં ભળે ? આ વાતની સ્પષ્ટતા ૭૦ મી ગાથામાં કરીશું.
આવી કઠિન વાત હસતા મોઢે સાંભળો છો. કંઈ સમજાતું હોય કે ન સમજાતું હોય તે મને ખબર નથી. તમારે નક્કી કરવાનું છે. આ પરમાર્થની વાત દિલ ખુશ રાખીને ફરીથી એક વખત પ્રેમથી સાંભળશો તો આવતા જન્મમાં મહેનત ઓછી કરવી પડશે.
ધન્યવાદ ! આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org