________________
૧૪૬
પ્રવચન ક્રમાંક - પર, ગાથા ક્રમાંક - ૬૮-૬૯ ચોરી કરવી એ બધા સંસ્કારો છે. કોઈને છાનું છાનું ખાવાની ટેવ હોય છે. બિચારાં આદતથી લાચાર હોય છે. આપણી સાધનાનો ઘણો બધો વખત આ સંસ્કારો ભૂસી નાખવામાં જાય છે. આત્મ સાક્ષાત્કાર કરવા ૪૮ મિનિટથી વધારે ટાઈમ જોઈતો નથી. પરંતુ એ ૪૮ મિનિટ લાવવા માટે સંસ્કારો ભૂસતા હજારો વર્ષો લાગે છે. કારણ આપણે સંસ્કાર પાડવાનું પરાક્રમ કરીને આવ્યા છીએ.
પ્રકૃતિ આવી કોણે ઘડી, જ્યાં ત્યાં તું તો આવી નડી.” આ પ્રકૃતિ કોણે ઘડી હશે? કોણ ઘડવા આવે? તે તો તારાથી જ ઘડાણી. તે પ્રકૃતિ જ્યાં ત્યાં તને નડવાની જ છે. કોઈ કવિએ કહ્યું છે કે “કાગડા કાશીએ જાય તો પણ કાળા, ઉજળા થાય નહિ રે લોલ.' મુંબઈથી કાગડાઓનો સંઘ નીકળે ને કાશીએ જઈ દર્શન કરી પાછા આવે ત્યારે હંસ જેવા ઉજળા થતા હશે ને? નહિ થાય. કેમ? જેના જેવા ઢળ્યાં હોય ઢાળા, તે કોઈ દિ બદલાય નહિ રે લોલ' આ ઢાળા પાડશો નહિ. આને કહેવાય છે જાગૃતિ, અવેરનેસ. ટૂંકમાં ફરી સાંભળી લ્યો કે વીતરાગતા પ્રાપ્ત કરવા માટે ૪૮ મિનિટ ઘણી છે. પરંતુ જૂનું જે કર્યું છે તે ભૂસવા માટે કેટલી બધી સાધના કરવી પડે? જંગલમાં જવું પડે. મુનિ થવું પડે, ઉપવાસો અને ધ્યાન કરવા પડે, ભૂલ કરી છે માટે સંસ્કારો ભૂસવા મથામણ કરવી પડે. કપડાં ઉપર ધૂળ ચડી હોય તો ખંખેરે એટલે કામ થઈ જાય. પરંતુ પ્રવાસમાં કપડાં ઘણા દિવસો પહેર્યા હોય, ગરમી બહુ હોય, પશીનો થયો હોય તો સાબુ લગાડવો પડે, પણ તેલના કે ક્રુડના ડાઘ પડ્યા હોય, ઉપર ધૂળ લાગી હોય અને તે કપડું ઘણા દિવસથી ભંડકિયામાં પડ્યું હોય અને પછી ધોવા બેસો તો એ કપડું ક્યારે ઉજળું થાય? તે કપડાને સાફ કરવા ઘણી જ મહેનત કરવી પડે છે.
જગતમાં જાતજાતના સંસ્કારો જોવામાં આવે છે. કેટલાંકને તમે પહેલી નજરે જોશો તો અણગમો થશે. અને કેટલાકને પહેલી નજરે જુઓ તો વ્હાલ આવે. શું કારણ હશે? કંઈક અંદર કારણ છે. ક્યાંક ને ક્યાંક મિલન થયું હશે. કંઈક ગમો અણગમો, તિરસ્કાર, ગુસ્સો થયો હશે. કેટલાક લોકોને ગમે તેટલું કરો તો પણ ગણતરીમાં જ નહિ અને કેટલાક લોકોનું જરાક જેટલું કરો તો પણ ધન્યવાદ આપ્યા વગર રહેશે નહિ. આ બધી વિવિધતા ઉપરથી નક્કી થાય છે કે પુનર્જનમ છે. જન્મ લેવો એટલે જે કર્મ ભોગવવાના છે તે ભોગવવા નવા દેહમાં આવવું. સાધન તો જોઈએ ને? મુસાફરી કરવી હોય તો બસ, ટ્રેઈન કે પ્લેન, કંઈક સાધન જોઈએ. પરંતુ તમે તે સાધનથી જુદા છો. જનમ્યા પહેલાં પણ તમે હતા અને મૃત્યુ પછી પણ તમે હશો એવી અવસ્થા આત્માની છે. માટે હે શિષ્ય ! “આત્મા છે અવિનાશી” અભુત વાત કરી. આત્મા નિત્ય છે, આત્મા અવિનાશી છે. બીજી મૌલિક સિદ્ધાંતની વાત પરમકૃપાળુદેવે કરી છે.
આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય; બાળાદિ વય ત્રણ્યનું જ્ઞાન એકને થાય. (૬૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org