________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
મોડલ્સ છે તે બધાં જુદાં જુદાં છે.
આ જગત જોવા જેવું છે. પરમકૃપાળુદેવે મઝાકમાં કહ્યું છે કે અમે આ જગતનું નાટક બેઠાં બેઠાં જોયા કરીએ છીએ. નાટકમાં જુદા જુદા પાત્રો હોવા જોઈએ. રામ પણ જોઈએ અને રાવણ પણ જોઈએ, સીતાજી તથા મંથરા પણ જોઈએ. આ બધા પાત્રો ન હોય તો નાટક ન થાય. મહાભારત ભજવવું હોય તો દુર્યોધન, ભીષ્મપિતામહ અને ભગવાન કૃષ્ણ પણ જોઈએ. સંસાર પણ એક નાટક છે. પરંતુ સંસારના નાટકમાં એક બે નહિ પણ અનંત અભિનેતાઓ છે. આપણે બધા અભિનેતાઓ છીએ અને બધાં જ પાઠ ભજવી રહ્યા છીએ. કોઈના બોલવામાં કે ચાલવામાં એકસરખાપણું નથી. વિચારો કે રીતરસમમાં એક સરખું કંઈ જ નથી. આ બધું જુદું જુદું કેમ થાય ?
એક જ કારખાનામાં જો એકધારો માલ બનતો હોય તો પેકીંગ પણ સરખું અને ક્વૉલીટી પણ સરખી હોય, એક માણસને ચાર દીકરાઓ છે પરંતુ ચારેના સ્વભાવ જુદા જુદા. એ સ્વભાવ, આદતો, પ્રકૃતિ જુદી જુદી કેમ હશે ? એ કારણ જોતાં એમ ખ્યાલ આવે છે કે એવું કોઈ તત્ત્વ છે કે જે જુદી જુદી સામગ્રી લઈને અહીં આવે છે. બહાર પીકનીકમાં જેમ સૌ ભાતુ લાવે છે તે અલગ અલગ હોય છે. કારણ કે બધાની પસંદગી જુદી જુદી છે. લાવનારાં પણ જુદા, કરનારાં જુદાં, ખાનારાં પણ જુદાં. આ બધી જુદી જુદી વેરાયટી છે, તેનું કારણ શું ? બધું એકસરખું કેમ નહિ ? શા માટે નહિ ? તેના સમાધાનમાં એક અદ્ભુત ગાથા અહીં આપે છે. ક્રોધાદિ તરતમ્યતા, સર્પાદિકની માંય,
૧૩૭
પૂર્વજન્મ - સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય. (૬૭)
ઉત્પત્તિ, લય-નાશ આ જરા માથાકૂટીયા કઠિન શબ્દો હતા. હવે સરળ શબ્દો આવે છે. તે છે સંસ્કાર અને પુનર્જન્મ. પૂર્વ એટલે પહેલાંના જન્મમાં તમે હતા અને ત્યાં જે કંઈ પરાક્રમ કર્યું, તેના સંસ્કાર ત્યાં પડ્યા. એ સંસ્કાર લઈને આપણે અહીં આવ્યા છીએ. મોટામાં મોટી તકલીફ આ સંસ્કાર બદલવામાં પડે છે, આપણને કેટલું બધું સમજાવવું અને કહેવું પડે છે ? કેટલાંય વર્ષોથી સત્પુરુષો પાસેથી સત્સંગ મળે છે, હોંકારો પણ જોરથી આપીએ છીએ. છતાં પણ આપણા સંસ્કાર બદલાતા નથી. કોઈ જીવ એવો હોય છે કે તુરત જ પરિવર્તન અને કોઈ જીવ એવો હોય કે ગમે તેટલું કહો છતાં કંઈ જ પરિવર્તન ન થાય. એનું પણ કારણ છે. એ કારણમાં બે શબ્દો-એક છે પુનર્જન્મ અને બીજો શબ્દ છે સંસ્કાર. જ્ઞાનના પાંચ પ્રકાર છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યય જ્ઞાન અને પાંચમું કેવળજ્ઞાન. એમાં મતિજ્ઞાનના ચાર ભેદ છે. અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા. ધારણા એટલે એક પ્રકારની ધારણા કરવાની સ્મૃતિ શક્તિ. તે સ્મૃતિ શક્તિનો એક પ્રકાર તે જાતિ સ્મરણ. જાતિ એટલે જન્મ, અને તેનું સ્મરણ તેને જાતિ સ્મરણજ્ઞાન કહે છે. કોઈ ઘટના ઘટે અને પૂર્વજન્મની સ્મૃતિ થાય. શ્રીમદ્ભુને સાત વર્ષની ઉંમરે જાતિસ્મરણ જ્ઞાન થયું. તેમણે અનેક જન્મો પોતાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org