________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૩૯
શિબિરથી આપણો પાર આવતો નથી. કારણ ? આ પૂર્વના બળવાન સંસ્કાર છે. જ્ઞાની પુરુષ કહે છે, સમજણપૂર્વક સંસ્કારને દૃઢ કરશો નહિ. જતું કરજો, ચલાવી લેજો, સહન કરજો, બાંધછોડ કરજો. પરંતુ મગજનો પિત્તો ફાટે તેવું ન કરશો. ક્રોધાદિક પ્રકૃતિનું વિશેષપણું સાપ વિગેરે પ્રાણીમાં જન્મથી જ દેખાય છે. મઝાની વાત તો એ છે કે ક્રોધ કેમ કરવો તેનો અભ્યાસ વર્તમાન શરીરમાં આવતાંની સાથે કર્યો નથી. ઉંદર પકડવાનો અભ્યાસ બિલાડીએ કર્યો નથી. વર્તમાન દેહે અભ્યાસ કર્યો ન હોવા છતાં જન્મની સાથે એ સંસ્કાર છે. હે શિષ્ય ! આનો અર્થ એ થાય છે કે આ સંસ્કાર જેના ઉપર પડ્યા હોય તેવું કોઈ તત્ત્વ આ જગતમાં છે અને એવું તત્ત્વ પૂર્વના સંસ્કાર લઈને દેહમાં ઊતરે છે. અને એ તત્ત્વને આપણે આત્મા કહીએ છીએ.
સંસ્કાર સાથે આવે છે તેથી સમજાય છે કે આત્મા નિત્ય છે-અદ્ભુત વાત કરી કે પૂર્વ જન્મના સંસ્કારથી પૂર્વ જન્મ સિદ્ધ થાય છે અને પૂર્વ જન્મથી આત્મા નિત્ય છે તેમ પણ નક્કી થાય છે. થોડો વધારે વિચાર આવતી કાલે કરીશું. પછીની ગાથા થોડી સરળ છે. પૂર્વ જન્મના સંસ્કાર લઈને જીવ આવ્યો છે, એનો અર્થ એ થયો કે પ્રકૃતિ પૂર્વ જન્મના સંસ્કારથી ઘડાય છે. જો એની એ ચાલશે તો પ્રકૃતિ મજબૂત થશે. પરંતુ આ જન્મમાં તે પ્રકૃતિ બદલાવી શકાય છે તે માટેની સાધના જ્ઞાનીઓએ બતાવી છે.
આ ગાથાનો વિશેષ અર્થ આવતીકાલે જોઈશું.
ધન્યવાદ ! આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org