________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૨૩ એ બળ અને રૂ૫? ક્યાં ગયું યૌવન અને ક્યાં ગઈ એ સુંદરતા? બધું વિલીન થઈ ગયું. કારણ શરીર પરમાણુઓનો સંયોગ છે.
શરીર માત્ર સંયોગ છે અને આત્મા નિત્ય છે, આ વાત શિષ્યના મગજમાં ઉતારવાની છે. આ વાત કહેનાર પંડિત નથી, વિદ્વાન નથી કે સાક્ષર નથી, એ વક્તા નથી, કથાકાર નથી કે નથી કોઈ ગાદીપતિ કે મહંત. આ વાત જે કરનાર છે તેમને પોતાના સ્વરૂપનો અનુભવ છે. જ્ઞાની અને વિદ્વાનમાં ફરક છે. વિદ્વાન શબ્દના આધારે જાણે છે અને બોલે છે. જ્ઞાની અનુભવના આધારે જાણે છે અને બોલે છે. વિદ્વાન શબ્દોની દુનિયામાં રમે છે. અને જ્ઞાની અનુભવની દુનિયામાં રમે છે. જ્ઞાનીએ અનુભવ કર્યો છે, એમને પ્રતીતિ છે, વિશ્વાસ છે, શ્રદ્ધા છે કે આત્મા છે અને એ આત્મા નિત્ય છે, એ અવિનાશી છે. માટે ચિદાનંદજીએ ગાયું કે “હું અવિનાશી, ભાવ જગત કે નિશ્ચ સકલ વિનાશી' હું તો અવિનાશી છું પરંતુ જગતના ભાવો નિશ્ચ વિનાશ પામવાવાળા છે. આનંદઘનજીએ પણ ગાયું કે...
અબ હમ અમર ભયે ન મરેંગે યા કારણ મિથ્યાત્વ દિયો તજ, કયું કર દેહ ધરેંગે. દેહ વિનાશી, હું અવિનાશી, અપની ગતિ પકરેંગે.
નાસી જાતી હમ સ્થિરવાસી, ચોખે ઍનિખરેંગે. આ અનુભવ બોલે છે. શાસ્ત્ર નથી બોલતાં, શબ્દો નથી બોલતા, સિદ્ધાંતો કે આગમો નથી બોલતાં. જીવંત પુરુષનો અનુભવ બોલે છે. આનંદધનજી કહે છે કે દેહ વિનાશી છે, તે અમે જોઈ રહ્યા છીએ, એ વિનાશી વચ્ચે અમે ઊભા રહ્યા છીએ અને અમે અવિનાશી છીએ. આ અનુભવ અમારે સાધકને મુમુક્ષુને કહેવો છે, જિજ્ઞાસુને કહેવો છે. સાધકની પાસે અનુભવ નથી. જ્ઞાની પાસે અનુભવ છે. એ અનુભવને સાધક સુધી પહોંચાડવા માટે બ્રીજ બનાવવો પડે છે. એને કહેવાય છેશાસ્ત્ર. શાસ્ત્ર બ્રીજ છે, પુલ છે. શિષ્ય સુધી એમને અનુભવ પહોંચાડવો છે. શેનાથી પહોંચાડાશે? માટે એમ કહ્યું કે ગુરુ મૌનમાં બેઠા હોય અને તમે મૌનમાં સમજી જાવ અને તમે બેસી જાવ તો શ્રેષ્ઠ શ્રોતા. ‘કુરોસ્તુ મને વ્યાધ્યિાનમ્' સદ્ગુરુએ મૌનમાં વ્યાખ્યાન આપ્યું, અને શિષ્યના બધા સંશયો છેદાઈ ગયા.
જ્ઞાનીને અનુભવ છે અને તે અનુભવ શિષ્ય પાસે પ્રગટ કરવો છે. આપણે મૌનની ભાષા સમજતા નથી તે માટે શબ્દોનો, તર્કનો, બુદ્ધિનો, દલીલનો, શાસ્ત્રનો, સિદ્ધાંતોનો એમ જાતજાતના સાધનોનો એમને ઉપયોગ કરવો પડે છે. એમણે એમ કહ્યું કે આ અમારો અનુભવ છે કે “દેહ વિનાશી, હું અવિનાશી અપની ગતિ પકરેંગે'. અનંતવાર અમે જનમ્યા અને અનંતવાર અમે મર્યા પણ આ અર્ધી લીટી અનંતકાળમાં અમે સમજ્યા નહિ કે હું અવિનાશી, ભાવ જગત કેનિશ્ચય સકલવિનાશી'. કોઈએ એમ કહ્યું કે “યહ જીવ હૈ સદા અવિનાશી, મર મર જાય શરીરા' જ્ઞાની પુરુષોએ ઘણા પ્રકારોથી વાત કરી પણ આપણો દરવાજો બંધ છે, તાળું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org