________________
પ્રવચન ક્રમાંક - ૫૧, ગાથા ક્રમાંક - ૬૩ થી ૬૭
મને લાગે છે કે તમને આ વાત કઠિન લાગતી હશે. પરંતુ આ ઘટના આપણામાં ઘટે છે અને ૨૪ કલાક આપણે તેનો અનુભવ કરી રહ્યા છીએ. જાગૃત અવસ્થા, સુષુપ્ત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, દરેક અવસ્થામાં આપણે અનુભવ કરી રહ્યા છીએ. આપણને સ્વપ્ન આવ્યું કે આપણે ટાટા ઉદ્યોગપતિ છીએ. પ્લેનમાં આપણા સ્ટાફ સાથે જઈ રહ્યા છીએ, અબજો રૂપિયા આપણને મળ્યા અને અચાનક આંખ ખુલી ગઈ. તો ન મળે પ્લેન, સ્ટાફ કે રૂપિયા. પરંતુ આપણને તેવો અનુભવ તો થયો. એ સ્વપ્નામાં જે કંઈ બન્યું તેનો અનુભવ કરનાર સ્વપ્ન અવસ્થા પહેલાં અને પછી જુદો હોવો જોઈએ. અહીં ગુરુદેવ શિષ્યને પૂછે છે કે તું કહે છે ને કે ચૈતન્યની ઉત્પત્તિ થાય છે અને લય એટલે નાશ થાય છે. હવે તું કહે કે આ અનુભવ કોને થાય છે? અનુભવ કરનાર શરીર તો નથી જ. માટે તારણ એ આવ્યું કે અનુભવની પ્રક્રિયા આત્મામાં ઘટે છે અને ક્રિયાની પ્રક્રિયા શરીરમાં ઘટે છે. શરીરમાં, ઈન્દ્રિયોમાં અને મનમાં જે ક્રિયાઓ થાય તેનો અનુભવ આત્માને થાય છે.
૧૩૨
દુઃખની વાત એ છે કે ક્રિયા જેનામાં થાય છે તે દેહનો તમે સ્વીકાર કરો છો, પરંતુ ક્રિયાને અનુભવનાર આત્માનો તમે સ્વીકાર કરતા નથી, એ આશ્ચર્ય છે. દેહ દેખાય છે તેથી તેને સમજાવવા મહેનત કરવી પડતી નથી. પરંતુ શરીરમાં હોવા છતાં જેને રૂપ નથી પણ અનુભવ કરે છે તેને સમજાવવા પ્રયત્નો કરવા પડે છે. તો ૬૨મી ગાથામાં છેલ્લી કડી એ આવી હતી કે ‘ચેતનના ઉત્પત્તિ લય કોના અનુભવ વશ્ય ?’ ચેતન શબ્દ જ્યારે બોલીએ છીએ ત્યારે એકાર્થી બીજા શબ્દો યાદ રાખજો, ચેતન, આત્મા, જીવ અથવા માંહ્યલો અથવા અસ્તિત્વ. જે શબ્દ તમને પસંદ પડે તે કહી શકો છો. એ ચેતનની ઉત્પત્તિ અને નાશ, આ અનુભવ કોને થયો ?
આ અનુભવ જેને થયો તે શરીરમાંથી ઉત્પન્ન થયેલો ન હોય, અને તે શરીરના નાશ પછી પણ હોય. શરીરના ઉત્પન્ન થયા પહેલાં તેની હાજરી જોઈએ, અને શરીરનો નાશ થયા પછી પણ તેની હાજરી હોવી જોઈએ. તો જ બંને અવસ્થાઓનો તે અનુભવ કરી શકે. પરંતુ આ વાત જરા અસ્પષ્ટ રહી. તેથી ૬૩મી ગાથામાં તેને કહે છે.
જેના અનુભવ વશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન;
તે તેથી જુદા વિના, થાય ન કેમે ભાન. (૬૩)
‘જેના અનુભવ વશ્ય એ ઉત્પન્ન લયનું જ્ઞાન', એટલે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે એવું જ્ઞાન જેના અનુભવ વશ થાય છે, જેને આવો અનુભવ થાય છે, તે અનુભવ કરનારો તેનાથી જુદો હોય, તો જ અનુભવ થાય. જુદો ન હોય તો અનુભવ ન થાય. તેથી દેહથી આત્મા ભિન્ન છે. ‘તે તેથી જુદા વિના થાય ન કેમે ભાન’ અનુભવ કરનાર જુદો હોવો જોઈએ. અને એવો જે જુદો અનુભવ કરે છે તે આત્મા શરીરથી ભિન્ન છે. અને તે અનુભવ કરનાર નિત્ય પણ છે, અવિનાશી છે. અંબાલાલભાઈના શબ્દોમાં સમજી લો, જેના અનુભવમાં એ ઉત્પત્તિ-લયનું જ્ઞાન વર્તે છે, જે અનુભવ કરે છે, એ જો દેહથી જુદો ન હોય તો જાણવાની કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org