________________
૧૦૨
મિનિટના છે, પરંતુ આપણા ડાફોળીયા તો અનંતકાળના છે.
જ્ઞાન સ્વપર પ્રકાશક છે. તેનાથી આત્મા અને પર પદાર્થો જણાય છે, દીવો પ્રગટાવો તો ખબર પડે કે આ જગ્યાએ હાર પડ્યો છે, આ ઠેકાણે કુંડળ પડ્યાં છે, પરંતુ દીવાને જોવા માટે, નક્કી કરવા બીજાની જરૂર પડે ખરી ? દીવો પોતાને પણ પ્રકાશે છે અને પરને પણ પ્રકાશે છે, આને કહેવાય છે સ્વપરપ્રકાશક. એક છોકરાને તેની માએ કહ્યું કે બેટા ! જો ને સૂર્ય ઊગ્યો કે નહિ ? છોકરો કહે મા ! ફાનસ આપ તો જોઈ આવું. સૂર્ય ઊગ્યો હોય તો તેને જોવા માટે ફાનસની જરૂર છે ખરી ? ના. કારણ કે સૂર્ય પોતે પણ પ્રકાશિત થાય છે અને બીજાને પણ પ્રકાશ આપે છે, તેમ જ્ઞાન એ પોતાને પણ પ્રકાશિત કરે છે અને બીજાને પણ પ્રકાશિત કરે છે.
પ્રવચન ક્રમાંક - ૪૮, ગાથા ક્રમાંક - ૫૮-૫૯
સ્વ અને પર બન્નેને પ્રકાશિત કરવાનું કામ જ્ઞાન કરે છે, પરંતુ અહીં મુશ્કેલી એ થાય છે કે પરને પ્રકાશિત કરવાના કાર્યમાં રોકાયેલ હોવાને કારણે જ્ઞાન આત્માને પ્રકાશિત કરી શકતું નથી. આ સૂત્રમાં અદ્ભુત સાધના છે. આ જ્ઞાન કામ તો કરે છે, જ્ઞાનની ક્રિયા તો ચાલે છે, તે આળસુ નથી, જ્ઞાનનું કાર્ય ક્યારેય બંધ થતું નથી, પરંતુ જ્ઞાન પરને જાણવાનું કામ કરતું હોવાના કારણે તેને સ્વને જાણવાનો અવસર રહ્યો નથી.
સ્વને જાણવાનો અવસર પ્રાપ્ત કરવો તેનું નામ ધ્યાન. સ્વને જાણવાનો અવકાશ પ્રાપ્ત કરવો તેનું નામ સાધના. જ્ઞાન નવરું પડે તો પોતાને જાણે ને ? તમારા માટે ઘણી મોટી જવાબદારી છે બીજાને જાણવાની, ખરું ને ? સવારથી ઊઠીને સાંજ સુધી તમે જાણ, જાણ, કર્યા જ કરો છો. એક ક્ષણ માટે પણ આપણું જ્ઞાન કામ ન કરતું હોય તેમ નથી, પણ બીજામાંથી નવરું પડતું નથી. કોઈ તમને લગ્નની આમંત્રણ પત્રિકા મોકલે, તમને ખ્યાલમાં છે કે લગ્નમાં જવાનું છે. તમે બીજી પ્રવૃત્તિમાંથી નવરા જ નથી. આમંત્રણ મોકલનાર કહેશે કે કેમ ન આવ્યા? તો કહેશો ને કે નવરો હોઉં તો આવું ને ? આ કેવી વાત થઈ ? જાણવા છતાં જતો નથી, તેમ ૫૨૫દાર્થોને જાણવાના કામમાંથી જ્ઞાન નવરું પડતું નથી, અને પોતાને જાણતું નથી. એ નવરો પડતો નથી અને પોતાને જાણતો નથી અને શંકા કરે છે કે આત્મા છે કે નહિ ? આત્માની શંકા કોણ કરે છે ? ‘આત્મા પોતે આપ’. પોતે પોતાની શંકા કરે છે. પોતા માટે શંકા કરે છે કે હું છું કે નહિ ? આ અમાપ-જેનું માપ ન કરી શકાય તેવું આશ્ચર્ય છે.
આ શંકા કરવી તે શુભ લક્ષણ છે, શુભ ચિન્હ છે. અહીંથી દરવાજા ખુલશે. જેને શંકા જ નથી તે પૂછવા નહિ આવે. ગુરુદેવ કહે છે, ‘આ બહુ સારા સમાચાર છે. અંતરમાં શંકા થઈ તો તું અમારી પાસે આવ્યો. જેને શંકા જ નથી તે ક્યારેય અમારી પાસે આવવાનો જ નથી. તને વધામણાં, હવે તારી મોક્ષમાર્ગની શરૂઆત થશે. એક વખત એવો આવશે કે આ આત્મા છે તેમ તું સ્વીકાર કરવાનો જ છે.’ એક મોટો વર્ગ એવો છે કે જેને આત્મા છે કે નહીં તેની કંઈ પડી જ નથી. પરંતુ જે શંકા કરે છે તેને જાણવાની ઇંતેજારી છે. હવે તે નક્કી મોક્ષમાં જવાનો. આત્મા માટે શંકા થઈ તો કયો આત્મા ? કોણ આત્મા ? તો જેને શંકા થઈ તે આત્મા. તે શબ્દ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org