________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૦૫ કે મૂળજીભાઈ માંદા પડ્યા છે. પણ મૂળજીભાઈ પરણ્યા જ નથી તો સમાચાર ક્યાં આપવા? મૂળમાં મૂળજીભાઈ કુંવારા, તો સંદેશો ક્યાં દેવો? તેમ જેઓ આત્માને જ માનતા નથી તેને ધ્યાનની વાત શું કરવી? આત્મા જ નથી તો ધર્મની, મોક્ષની વાત કોને કરવી? આ આત્માની વાત, મોક્ષની વાત, ધ્યાનની વાત આત્માને જાણ્યા વગર જ થાય છે. ધ્યાન તો ઘણું થાય છે. ગામોગામ ધ્યાનની શિબિર સરસ થાય છે. એ.સી. હોલ હોય, નાસ્તો સરસ હોય, બપોરનું ભોજન પેટ ફૂલી જાય તેટલું સારું મળતું હોય અને પછી થાય કે પથારી પણ અહીં મળે તો સારું. હવે આ સાહેબ શું ધ્યાન કરવાના છે? એને આત્મસાક્ષાત્કાર થવાનો છે? અરે, તું વિચાર તો કર કે તું કોનું ધ્યાન કરે છે? માટે કહ્યું કે એક વખત જો આત્મા છે તેમ નક્કી થઈ જાય તો ૭૦% કામ થઈ જાય. જમીન લીધી. આજે નહિ તો કાલે ખેડવાનું કામ ચાલશે. આજે નહિ તો કાલે પાયો ખોદાશે. એ જેમ નક્કી થાય છે તેમ આત્મા છે તેમ જેણે નક્કી કર્યું છે તેને મોક્ષ મળશે જ.
આત્માના અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર;
સંભવ તેનો થાય છે, અંતર કર્યો વિચાર. (૫૯) ટીકાઃ આત્માના હોવાપણા વિષે આપે જે જે પ્રકાર કહ્યા, તેનો અંતરમાં વિચાર કરવાથી સંભવ
થાય છે. (પ) - શિષ્ય કહે છે, ગુરુદેવ! આત્માના અસ્તિત્વના પ્રકાર આપે કહ્યા, તેથી અંતરમાં વિચારવાથી આત્મા હોવાનો સંભવ થાય છે.
ગુરુદેવ શિષ્યને આનંદ વ્યક્ત કરતાં કહે છે કે શિષ્ય ! તારું ૭૦ ટકા કામ પૂરું થયું. ૩૦ ટકા કામ થવામાં મુશ્કેલી નહિ પડે. ઘર મળી ગયું, હવે રંગકામ બાકી છે.
આપણી સામે જો સત્ય અને વાસ્તવિકતા આવે, છતાં વર્ષો સુધી હઠાગ્રહના કારણે અસત્યને પકડી રાખ્યું છે તે આપણે છોડી શકતાં નથી. જે અસત્યને છોડી શકે તે મુમુક્ષુ છે. વર્ષોથી અસત્યનો આગ્રહ તમારી પાસે હોય અને અસત્ય તે સત્ય છે, એમ માનતા હોઈએ અને કોઈ કહેનારો મળે કે આ અસત્ય છે, સત્ય નથી, તે વખતે કદાગ્રહ, હઠાગ્રહ વચમાં ન આવે અને તમે સહેલાઈથી તમારા હઠાગ્રહ, કદાગ્રહને છોડી શકવા તૈયાર હો તેને કહેવાય છે સરળતા. અને આવી સરળતા જેનામાં છે તેને કહેવાય છે મુમુક્ષુ. મુંઝાયા કરે તેનું નામ મુમુક્ષુ નહિ, મુમુક્ષુમાં હિંમત જોઈએ, સાહસ જોઈએ, અને ખોટું પકડ્યું છે તે સ્વીકારવાની તાકાત જોઈએ. બીજી મહેનત કરવાની જરૂર નથી, પરંતુ ખોટું છોડવા માટે બહુ મહેનત કરવી પડે છે. ખોટું છે તે જાણવાની બહુ જરૂર છે અને જો જાણે કે ખોટું કરું છું તો તે સહેલાઈથી છોડી શકે.
શિષ્ય એમ કહે છે કે આત્માના અસ્તિત્વ સંબંધી આપે જે પ્રકાર કહ્યા અને આપે જુદી જુદી રીતે સમજાવ્યું કે,
દેહ ન જાણે તેહને, જાણે ન ઈન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org