________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૦૭
સમજવાથી આત્મા હોવાનો સંભવ થાય છે. આ સંભવ શબ્દ વાપર્યો. સંભવનો અર્થ એ કે સો ટકા બેઠું નથી પણ નેવું ટકા બેઠું છે. તમે આ બધી વાતો કરી તેથી નકારાત્મક વલણ જે હતું તે ગયું. પોઝીટીવ થયો. લાગે છે કે હશે. કોઈ શેરબજારના ભાવ તૂટવાના સમાચાર તમારી પાસે લાવે તો તમને લાગશે કે આ માણસ તો સાચો લાગે છે. ભાવ તૂટવાનો સંભવ લાગે છે, પરંતુ
જરા ચકાસણી કરી લઈશ. સંભવ ખરો પણ ચકાસણી બાકી.
આ આત્મા હોવાનો સંભવ થાય એ પણ મોટી વાત છે અને આત્મા છે તેવો સ્વીકાર થાય તો તેની સીધી અસર મોહ ઉપર થાય છે. મોહને આંચકો લાગશે કે હવે મારે ઉઠમણું કરવું પડશે, કારણ કે એણે આત્માનો સ્વીકાર કર્યો. મોહના તમામ પ્રયત્નો તમે મંદિરમાં ન જાવ, માળા ન ગણો, કે પૂજાપાઠ ન કરો તે માટે નથી. પરંતુ એ તો હસતો હસતો એમ કહે છે કે તમે બધું જ કરો. બે કામ થશે. એક તો તમે આ બધું કરશો અને પછી આખી દુનિયાને કહેશો કે મેં આ કર્યું, આ કર્યું. મારી વાત મજબૂત થશે. બીજુ તમને મોહ છે તેથી આત્માનો સ્વીકાર કરતા નથી. આ મોહ એમ ને એમ ન જાય, સાહેબ ! જરા મોં ગંભીર કરીને કહેશો કે સંસાર અસાર છે, તો સંસાર અસાર થયો ? ના. અંદરમાં કેટલો રસ ભર્યો છે ? એમ કહે છે કે લક્ષ્મી તો હાથનો મેલ છે, લક્ષ્મી ચંચળ છે, પરંતુ પાંચ રૂપિયાની નોટ ખોવાઈ જાય ત્યારે ખબર પડે કે હાથનો મેલ છે કે દિલનો કટકો છે ? ખબર પડે કે અંદર કંઈક થઈ રહ્યું છે. કંઈક ગરબડ છે.
‘સંભવ તેનો થાય છે’, એટલે લાગે તો છે કે આત્મા છે. હવે જ્યારે તેનો સ્વીકાર થયો, કહી શકે તેવી પરિસ્થિતિ થઈ, તો શું થયું તમારામાં ? કેમ તમે સ્વીકાર કર્યો ? કઈ પ્રક્રિયામાં તમે ઢળ્યા ? તો કહે ‘અંતર કર્યો વિચાર’ અંતરમાં વિચાર કર્યો. અંતરમાં વિચાર કરવાથી એવો સંભવ થાય છે કે આત્માનું અસ્તિત્વ હોવું જોઈએ.
આ આત્મસિદ્ધિ શાસ્ત્ર છે, આ નવલકથા નથી. પ્રત્યેક શબ્દો દોઢ કલાકમાં જ લખાયા. ૪૫ આગમોનો સાર આપવાનું ભગીરથ કાર્ય દોઢ કલાકમાં જ થયું. એક પણ શબ્દ વધારાનો નહિ. ટાઈમ જ ક્યાં હતો વધારે લખવાનો ? અબ્રાહમ લિંકનને કોઈએ પૂછ્યું કે તમારે પાંચ મિનિટનું પ્રવચન આપવું હોય તો કેટલો ટાઈમ તૈયાર કરતા લાગે ? તેમણે કહ્યું કે બે કલાક લાગે. અને અર્ધો કલાક આપવું હોય તો ? તો એક કલાક લાગે. અને બે કલાકનું પ્રવચન આપવું હોય તો ? લીંકને કહ્યું કે અત્યારે તૈયાર જ છું. બે કલાક બોલવું હોય તો બોલીને ભરડવાનું જ છે ને ? એમાં ક્યાં વિચાર કરવો પડે ?
જેટલા તમે અંદરમાં જાવ, જેટલા તમે સૂક્ષ્મ થાવ, જેટલા તમે અંદર ડૂબો, તેટલા પ્રમાણમાં તમે વિચાર કરી શકો. ગુરુએ ભલે વાત કરી, પણ તમે વિચારશો નહિ ત્યાં સુધી તમે સ્વીકાર નહિ કરી શકો. ગુરુનું કામ કહેવાનું છે અને ગુરુએ જે કંઈ કહ્યું તે વિચાર કરવાનું કામ તમારું છે. જ્ઞાની પુરુષ કહે છે કે અમે કહ્યું માટે તમે હા ન પાડશો, અમે કહ્યું એટલે હાની મહોર ન મારશો. અમે એમ કહીએ છીએ કે અંતરમાં ઊંડાણપૂર્વક વિચાર કરજો. વિચાર કર્યા પછી એક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org