________________
૧૧૨
પ્રવચન ક્રમાંક - ૪૯, ગાથા ક્રમાંક - ૬૦-૬૧ એમ થયું કે આત્મા હોવો જોઈએ. તમે કહો છો તે બરાબર છે. હવે બીજી શંકા થાય છે કે આ આત્મા અવિનાશી નથી. જેનો વિનાશ થતો નથી તે અવિનાશી, અર્થાત્ તે નિત્ય, તે સત, તે ત્રિકાળી, નહિ જન્મનારો અને નહિ મરનારો. અવિનાશી એટલે જેનો વિનાશ થતો નથી તે. એવું એક તત્ત્વ જગતમાં છે તો ખરું કે જેમાં પરિવર્તન પણ થાય છે છતાં કાયમ ટકીને રહે છે. તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં એક સૂત્ર છે ‘તમાdીવ્યયે નિત્યમ્ વસ્તુ નિત્ય છે. ટકીને બદલાવું તે વસ્તુનું સ્વરૂપ છે. વસ્તુ પોતે રહે છે, એ ટકે છે અને બદલાયા કરે છે. જેમ સોનું ટકીને બદલાય છે તેમ. સોનું હાર રૂપે હતું. હાર તોડી કંકણ કર્યા. કંકણ બદલાવી પગમાં પહેરવાનાં તોડા કર્યા. તોડાં બદલાવી હાથની અંગૂઠીઓ કરી. પરંતુ સોનું તો બદલાયું નહિ. સોનું તો એનું એ જ રહ્યું. જો સોનું ખતમ થતું હોય તો કોઈ ઘાટ બદલાવે જ નહિ. તો શું નક્કી થયું? વસ્તુ બદલાય છે પરંતુ ટકીને બદલાય છે. ટકીને બદલાવું તે વસ્તુનો સ્વભાવ છે. આ જૈન દર્શનની અલૌકિક વાત છે. વસ્તુ પોતે બદલાય છે, પરિવર્તન પામે છે, પયાટ્યતર થાય છે, તેમાં જુદી જુદી અવસ્થાઓ થાય છે, પણ તે પોતે ટકીને બદલાય છે. જે દિવસે ફઈબાએ નામ પાડ્યું હશે મહેન્દ્રભાઈ, તે ૭૦ વર્ષની ઉંમરે નહિ પાડ્યું હોય. એ નામ ઘોડિયામાં સૂતા હશે ત્યારનું પાડેલું હશે. ઘૂંટણિયે ચાલતા હોય તો પણ એ જ નામ, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા થાય તો પણ એ જ મહેન્દ્ર, અને છેલ્લી યાત્રા થાય તો પણ એ જ નામ.
આ વસ્તુનો ખેલ જુઓ. વસ્તુ બદલાય છે પણ ટકીને બદલાય છે, એ વસ્તુ પોતાનું સ્વરૂપ ખોતી નથી. એ ખોવાતી પણ નથી અને ખતમ પણ થતી નથી. હવે એ ટકીને બદલાવું એવી જેની અવસ્થા છે તેને કહેવાય છે નિત્ય. આત્મા સદા અવિનાશી છે તેમ જુદા જુદા અનુભવીઓ કહે છે. આત્મા અવિનાશી છે તેમ આત્માર્થી પુરુષો કહે છે. આત્મા અવિનાશી છે તેમ ભિન્ન ભિન્ન શાસ્ત્રો કહે છે. પરંતુ શિષ્ય ઘણો જ પ્રામાણિક છે. તે નરમાશથી કહે છે કે સાહેબ! મને હજુ આ વાત બેસતી નથી. આપ આત્માને નિત્ય, અવિનાશી કહો છો તે હજુ સમજાતું નથી. શાસ્ત્રોમાં તો કહ્યું છે કે ‘મનો નિત્ય પુરાણોડ્ય’ આત્મા તો જનમતો નથી, નિત્ય એટલે કાયમ, શાશ્વત એટલે કાયમ ટકનાર, જૂનામાં જૂનો. “ન હન્યતે ફન્ચમાને શરીરે શરીર હણાય છે પરંતુ તે હણાતો નથી, એવો આત્મા છે, તેવું વર્ણન આવે છે, પરંતુ આ વાત હજુ નક્કી અમારાથી થતી નથી તો તે અમને સમજાવશો.
અથવા વસ્ત ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય;
એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય. (૧) ટીકા અથવા વસ્તુ ક્ષણે ક્ષણે બદલાતી જોવામાં આવે છે, તેથી સર્વવસ્તુ ક્ષણિક છે, અને અનુભવથી
જોતાં પણ આત્મા નિત્ય જણાતો નથી. (૬૧) બે દર્શનો અહીં પ્રવેશ કરે છે. એક ચાર્વાક દર્શન અને એક બૌદ્ધદર્શન. ષડ્રદર્શન સંક્ષેપમાં,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org