________________
૧૧૩
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા પટું સ્થાનક પણ એહ..આગળ એ ગાથા આવવાની છે. પરમકૃપાળુદેવે વચનામૃતમાં છ દર્શન વિષે વારંવાર ભલામણ કરી છે. મનસુખરામ સૂર્યરામને પણ ભલામણ કરી છે. ગાંધીજીને પણ ભલામણ કરી છે કે પદર્શન સમુચ્ચય નામનો ગ્રંથ તમે ધ્યાનથી બરાબર જોજો. મને લાગે છે કે તમે આ વાક્ય વાંચ્યું તો હશે. ગ્રંથ વાંચ્યો હશે કે નહિ તેની મને ખબર નથી. તેમાં એક ચાર્વાક દર્શન અને બીજું છે બૌદ્ધદર્શન. ચાર્વાક દર્શન એને કહેવાય કે જે પોતે આ માત્ર દેખાય છે તેટલું જ માને, બાકી માનતું નથી. એ એમ કહે છે કે આ બધી વાત તમે ભૂલી જાવ કે આત્મા છે અને આત્મા નિત્ય છે, કારણ કે આ શરીર પેદા થયું છે પછી આ શરીર વિખરાઈ જવાનું છે. ઈટીંગ, ચીટીંગ, મીટીંગ જે કંઈ કરવું હોય તે કરી લો. કોણ કહે છે કે આત્મા છે અને કાયમ છે? કોણ કહે છે કે આત્મા મરતો નથી? કોણ કહે છે કે પરલોક છે? કોણ કહે છે કે પુણ્ય અને પાપ છે? આ સાધુના રવાડે ચડશો નહિ. આ સલાહ આપે છે બૃહસ્પતિ નામના આચાર્ય-તેઓ ભૌતિકવાદી છે, તેઓ ચાર્વાક છે. તમને નવાઈ લાગશે કે ચાર્વાક દર્શનનો કોઈ ગ્રંથ નથી કે ચાર્વાક દર્શન નામનો કોઈ સંપ્રદાય નથી. તેનો કોઈ આશ્રમ નથી કે તેના કોઈ પ્રચારકો નથી. તેનું કોઈ મેનેજમેન્ટ નથી. છતાં આખી દુનિયામાં તેનું સામ્રાજ્ય છે. આ બજારમાં ચાલનાર માણસને ઊભા રાખીને પૂછો તો ખરા ? તેઓ કહેશે કે આત્મા નથી, જે છે તે શરીર છે. તેના માટે દેવું કરીને પણ ઘી પીવો'. એક ભાઈ બેંકમાં લોન લેવા ગયા. મેં કહ્યું કે આટલી બધી લોન લો છો? તેઓ કહે, “પાછી આપવી છે જ કોને? પાછી આપવાની હોય તો ચિંતાને?' તમે જો રહેવાના હો તો ચિંતા કે આવતા જનમમાં ફળ ભોગવવું પડશે. પણ છે જ નહીં ભસ્મીભૂતચ લેહચ પુનમને pd: I દેહ ભસ્મીભૂત થયા પછી પાછું આગમન ક્યાંથી થાય? આવું જે માનવું તેને કહેવાય છે ચાર્વાક દર્શન. પરંતુ ચાર્વાક દર્શનમાં એક સુધારો થયો. એ સુધારામાં એક ફાંટો એવો પડ્યો કે તેણે કહ્યું, ના, ના, આત્મા તો છે.
ચાર્વાક દર્શન સંપૂર્ણપણે આત્માનો અસ્વીકાર કરે છે, ઈન્કાર કરે છે, ના પાડે છે. પણ તેમાંથી એક ફાંટો પડ્યો, થોડો પ્રોગ્રેસ થયો કે જો ભાઈ ! આત્મા તો છે પણ એકવાર દેહના યોગથી આત્મા ઉત્પન્ન થાય છે, અને દેહનો નાશ થતા, આત્માનો નાશ થાય છે. આ નવો સુધારો, દેહયોગથી ઉપજે અને દેહ વિયોગે નાશ”. વાત તો એ જ થઈ પણ તેમણે એક વાત ઉમેરી કે આત્મા પહેલાં પણ ન હતો અને પછી પણ નથી. ચિંતામાંથી મુક્ત થાવ. આ કર્મ બંધાય છે, પછી ફળ ભોગવવું પડશે અને નરકમાં જવું પડશે. સ્વર્ગમાં જવું પડશે. બધું ઘોળીને ફેંકી દો. કારણ કે દેહના યોગથી ઉત્પન્ન થાય છે અને દેહના વિયોગથી નાશ થાય છે.
પંચમહાભૂત છે, પૃથ્વી, જળ, વાયુ, તેજ અને આકાશ. અલગ અલગ મકાનો, મોટા મોટા રસ્તાઓ, આ સ્ત્રી પુરુષોને જુઓ છો, આ ફર્નિચર જુઓ છો. આ બધું પાંચમાંથી બને છે. છઠ્ઠ કોઈ નહિ. પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ અને આકાશ આ પાંચ તત્ત્વમાંથી શરીર બન્યું. આપણા શરીરનું જો લેબોરેટરીમાં પૃથક્કરણ કે એનાલીસીસ થાય તો થોડું પાણી, થોડી પૃથ્વી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org