________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૦૩
બહુ મહત્ત્વનો છે. બધેથી જ ઊઠાવી તમને ત્યાં લઈ જાય છે. શરીરને શંકા નથી, ઈન્દ્રિયોને શંકા નથી, મનને શંકા નથી, બુદ્ધિને શંકા નથી. શંકા ત્યાંથી ઊઠે છે, જ્યાં જ્ઞાન છે. અને જ્યાં જ્ઞાન છે ત્યાં આત્મા છે. એવો જે આત્મા, જેને શંકા ઊઠી તે પોતે જ છે.
શંકાનો કરનાર જે આત્મા છે તેણે પોતાને જાણ્યો કેમ નહિ ? એટલા માટે કીધું કે ભાઈ ! તારું જ્ઞાન પરને જાણવામાં રોકાઈ ગયું છે. બહારમાં રોકાયેલા જ્ઞાનને બહારથી મુક્ત કરીને સ્વયંમાં વાળવું તેને કહેવાય છે સાધના. એક ભાઈ પાસે પહેરવાનાં કપડાં ન હતાં તેથી બીજા પાસે માંગતો હતો. બીજાએ પૂછ્યું કે તારી પાસે કંઈ નથી ? તો કહે, છે તો ખરું, બધું જ બેંકમાં છે. મારી પાસે કંઈ નથી. છે ઘણું પણ બધું પારકાના હાથમાં છે. તો બીજો કહે કે થોડું તું મેળવ, તો કહે કે મને હજુ અધિકાર મળ્યો નથી. છે ઘણું પણ હાલત એવી છે કે પહેરવાનાં કપડાં નથી. આપણા આત્માની હાલત પણ આવી છે. આપણી પાસે અનંતજ્ઞાન છે, પણ જ્ઞાન પરને જાણવામાં રોકાયેલું છે. ૫૨ને જાણવામાંથી જ્ઞાનને થોડું છૂટું કરો. આપણી જ્ઞાનની મૂડી રોકાઈ ગઈ છે તો તમે તેને છૂટું પાડો. જ્ઞાનને પરપદાર્થને જાણવામાંથી છૂટું કરવું તેનું નામ છે
ધ્યાન સાધના.
અત્યાર સુધી બહાર જોવામાં આપણું જ્ઞાન રોકાયેલું છે. જ્ઞાન એમ કહે છે કે ‘મારી સામે તમે જે શેયને (જાણવા યોગ્ય પદાર્થને) મૂકશો તેને જાણી લઈશ, અને કહીશ કે આ આ વસ્તુ છે.’ જ્ઞેયને જાણવું તે જ્ઞાનનું કાર્ય છે. સો વસ્તુઓને જ્ઞાન જાણે તો સો વસ્તુમાં આપણું જ્ઞાન રોકાઈ જાય છે, એ જ્ઞાન સો વસ્તુમાંથી જો છૂટું થાય, મુક્ત થાય તો જ્ઞાન, જ્યાંથી જ્ઞાનની ધારા ઊઠે છે તેને જાણી શકે.
આ ગાથામાં એક અદ્ભુત સાધના આપેલી છે. તમારા જ્ઞાનને તમે પરમાં રોક્યું છે, જ્ઞાન તમારું, તમે સ્વતંત્ર છો, તમે રોકી શકો છો, તમને કોઈ ના ન પાડી શકે, જેમ તમે તમારા પૈસા બેંકમાં ધારો તેમ રોકી શકો છો. પરંતુ અમારે એમ કહેવું છે કે જ્ઞાન તમે જગતના પદાર્થોમાં રોક્યું, તેના કારણે તમારા જ્ઞાનને પોતાને જાણવા માટે નવરાશ મળતી નથી. જો એ જ્ઞાન છૂટું પડી જાય, તો કામ થઈ જાય. પર પદાર્થોમાંથી જ્ઞાનને છૂટું પાડવું તેને કહેવાય છે ધ્યાનની સાધના, તેને કહેવાય છે ધર્મ સાધના. જ્ઞેય પદાર્થો તરફથી જ્ઞાનને ખસેડી ત્યાંથી જ્ઞાતા એટલે જાણનાર તરફ લઈ જવું તેને કહેવાય છે સાધના. જ્ઞાનને છૂટું પાડવું એટલે કાપીને કટકા કરવા તેમ નહિ, પરંતુ જ્ઞાનનો ઉપયોગ જે પર પદાર્થ તરફ જાય છે ત્યાંથી તેને પાછું વાળવું.
તમે પ્રતિક્રમણ કરતાં બીજાને પૂછો છો કે ‘મેં મુહપત્તિ પલેવી’ ? ‘અરે ! ભલા માણસ પ્રતિક્રમણ તમે કરો છો અને પૂછો છો બીજાને ? તમે ક્યાં ગયા હતાં ? હું ઘરમાં ગયો હતો, ઉપાશ્રયમાં બેઠાં બેઠાં યાદ આવી ગયું કે ઘરની બારી ખુલ્લી રહી ગઈ છે. જો કબૂતર ઘરમાં આવી જશે તો આખું ઘર બગાડશે. મારું જ્ઞાન મુહપત્તિ પલેવી કે નહિ તેમાં રોકાવાને બદલે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org