________________
૧૦૪
પ્રવચન ક્રમાંક - ૪૮, ગાથા ક્રમાંક - ૫૮-૫૯ ઘરમાં કબૂતર ન આવે તે જાણવામાં મારું જ્ઞાન રોકાઈ ગયું.” જ્ઞાનને જુદું પાડી જે જાણનાર છે તે તરફ વાળવું, એ ક્યારે બને? બહારના પદાર્થોને જાણવાનો રસ તૂટે તો. છોકરાઓનું રીઝલ્ટ આવવાનું હોય સવારે સાત વાગ્યે, પણ છોકરા બ્રાહ્મી મુહૂર્તમાં ચાર વાગ્યે ઊઠી જાય. મમ્મી પૂછે કે કેમ જાગ્યો? તો કહે રીઝલ્ટ આવશે ને? હજુ ત્રણ કલાકની વાર છે, પરંતુ જ્ઞાન રોકાઈ ગયું રીઝલ્ટમાં. આમ અનંતકાળથી આપણું જ્ઞાન પરપદાર્થને જાણવામાં જ રોકાઈ ગયું છે. બિલાડી પણ ધ્યાન કરે છે. લાંબો ટાઈમ સ્થિર આસનમાં બેસીને ચૂપચાપ ધ્યાન કરે છે, પણ કોનું ધ્યાન કરે છે? તે ઉંદરનું કરે છે. જ્ઞાન જાણવાનું કામ કરે છે પણ જાણનાર સિવાય, એક માત્ર જાણનારને બાદ કરીને જગતના જોયને, જગતના પદાર્થોને જ જાણે છે.
કુંદકુંદાચાર્યજી કહે છે કે બહારના પદાર્થોનો રસ તૂટ્યા સિવાય તને સ્વને જાણવાનો રસ નહિ થાય. એક કલાક વ્યાખ્યાન સાંભળો છો, તો બહુ થઈ ગયું. પાંચ મિનિટ ઉપર જાય તો ઘડિયાળ જોયા કરો છો. નકામી પંચાત કરવામાં કલાકોના કલાકો જાય, પણ પોતાના હિતની વાતમાં કંટાળો આવે. આ જીવે અનાદિકાળથી આ પ્રમાણે ખોયું છે. આ ગાથામાં બહુ અદ્ભુત વાત કરી છે. “આત્માની શંકા કરે, આત્મા પોતે આપ.” શંકાનો કરનારો તે પોતે જ છે. પર પદાર્થને જાણવામાંથી આત્માને જાણવાનો અવકાશ જ રહેતો નથી, માટે જ્ઞાની કહે છે કે તું પાછો વળ. પર પદાર્થોમાં તું અટવાઈશ નહિ. પર પદાર્થમાં જ્ઞાનને રોકવું તે અજ્ઞાન, અને પર પદાર્થોમાંથી જ્ઞાનને પાછું વાળી સ્વરૂપને જાણવામાં રોકવું તેનું નામ સાધના–ધ્યાન. તારા જ્ઞાનને જો અવકાશ મળશે તો તું જાણી શકીશ કે આત્મા શું છે? આટલી વાત કરીને પહેલા પદનો ઉપસંહાર અહીં કરે છે. શિષ્ય આનંદમાં આવીને કહે છે કે આત્મા છે એ પદની સમાપ્તિ થઈ.
આ પહેલા પદમાં આત્મા છે તેમ સ્વીકાર જેણે કર્યો તેનું ૭૦% કામ થઈ ગયું. હવે તે આત્માનું સ્વરૂપ કેવું છે? એની વર્કીગ સીસ્ટમ કેવી છે? એની પદ્ધતિ કેવી છે? એનામાં શું ઘટનાઓ ઘટે છે? કેવી રીતે કાર્ય કરે છે? કેવી રીતે બંધાય છે? કેવી રીતે મુક્ત થાય છે? કર્મ શું છે? આ બધું જે બને છે તે જાણવાની વાત છે. મૂળ મુદ્દો હાથમાં આવી ગયો. સોનાની લગડી ગટરમાં પડી ગઈ હતી તે જડી ગઈ. હવે તો ગટરમાં હોવાને કારણે જે કાદવ અથવા મેલ લાગ્યો હતો તે ધોવાનું કામ બાકી છે.
આત્મા છે તે નિર્ણય થયો. હવે શું બાકી રહ્યું? એની વર્કીંગ સીસ્ટમ, એનું સ્વરૂપ, એની પદ્ધતિ, એની કાર્યશીલતા, એ કેવી રીતે કાર્ય કરે છે? કેવા તેના ભાવ છે? રાગ દ્વેષ કેવી રીતે થાય છે? વિભાવ કેવી રીતે થાય? ભાવ કર્મ કેવી રીતે થાય? અજ્ઞાન કોને કહેવાય? મોહ કોને કહેવાય? આ બધી વાત પછી કરીશું. ઘર આપણે લીધું પછી ગમે ત્યારે જોઈ શકાશે કે બાથરૂમ ક્યાં છે? રસોડું ક્યાં છે? તિજોરી ક્યાં રાખીશું? એ બધું પછી નક્કી થશે પણ પહેલી વાત એ કે ઘર ખરીદી લીધું. મૂળજીભાઈ માંદા પડ્યા. લોકો કહે, સાસરે સમાચાર તો આપો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org