________________
૯૮
પ્રવચન ક્રમાંક - ૪૭, ગાથા ક્રમાંક - ૫૭-૧ તત્ત્વો. આ નવમાં જૈનદર્શન આવી ગયું. ભાવ થાય ત્યારે શુભ ભાવ પણ થાય અને અશુભભાવ પણ થાય. શુભ ભાવથી જે રચના થાય તે પુણ્ય છે અને અશુભ ભાવથી જે રચના થાય તે પાપ છે. પુણ્યનું ફળ અનુકૂળતા અને પાપનું ફળ પ્રતિકૂળતા. સુખ નહિ પણ અનુકૂળતા. અનુકૂળતામાં સુખ જ હોય તેમ માની લેવાની જરૂર નથી. એક ભાઈએ મને વાત કરી કે મેં કોઈને ત્યાં ન હોય તેવું પચાસ જણાં સાથે બેસી શકે તેવું ડાઈનીંગ ટેબલ બનાવ્યું છે. મારો ધંધો મોટો છે. મહેમાનો આવે ત્યારે ચાંદીના થાળી વાટકા, ગ્લાસ, ચમચી ગોઠવ્યાં હોય. રસોઈયાઓ ભાતભાતની મીઠાઈ બનાવી બધાને પીરસે. બધાના ભાણામાં મીઠાઈ પીરસાય, પરંતુ મારે તો રોટલો અને છાશનું પાણી જ ખાવાનું. મને ખાતાં ખાતાં એમ થાય કે આ નસીબદારો, મારી કમાણીનું જ ખાય છે અને મારે આવું ખાવાનું? અનુકૂળતા ખરી પણ સુખ નથી. દુ:ખ અને સુખ એ બન્ને મનની સ્થિતિ છે. મન ઉપર આધાર રાખે છે. પુણ્ય અને પાપ એ બન્નેની આવક થવી એને જૈનદર્શન આશ્રવ કહે છે. આસ્રવ એટલે કર્મોની આવક. પુણ્ય, પાપ અને આસ્રવ આ ત્રણ શબ્દો થયા.
હવે જ્યારે પલટો થાય, સમ્યગદર્શન થાય, એટલે બધું બદલાઈ જાય. ગ્રંથિભેદ થયો, આત્મજ્ઞાન થયું, એટલે અંદરની અવસ્થા બદલાઈ ગઈ એટલે મિથ્યાત્વ નિમિત્તે આવતાં કર્મો બંધ થયાં. કર્મો આવતાં રોકાઈ જાય એટલે કર્મોનું આવવું બંધ થાય તેને સંવર કહેવાય. અજવાળું જોઈતું હતું સ્વીચ ઓન કરી અને અજવાળું નથી જોઈતું તો સ્વીચ ઓફ કરી. બંધ કરી તો અંધારું થયું, ચાલુ કરી તો અજવાળું થયું, આપણી અંદર કર્મોનું આવવું પુણ્યનું આવવું, પાપનું આવવું તે આસ્રવ અને તમારે તે આવવા દેવું ન હોય અને રોકવું હોય તો તેને કહેવાય છે સંવર. જૈનદર્શનની વિશેષતા-ખૂબી તો જુઓ. તમે આવતાં કર્મોને તો રોક્યાં પરંતુ અનંત જન્મોથી કર્મો કમાતા કમાતા આવ્યા છીએ અને મોટું બેલેન્સ થઈ ગયું છે. આપણને કમાણી કરતાં વાર લાગતી નથી. શેરબજાર કરતાં પણ ધંધો ઝડપી છે શાસ્ત્રોમાં કહ્યું છે કે એક અંતર્મુહૂર્તમાં પ્રગાઢ રાગ દ્વેષ જો થાય તો ૭૦ ક્રોડાકોડી સાગરોપમની મોહનીય કર્મની સ્થિતિ બાંધી દે છે. ૭૦ ક્રોડાકોડી સાગરોપમ-આ સંખ્યા તો ગણિતની બહાર છે. તમારા ગણિતમાં આ સંખ્યા નથી ગણી શકાતી. એક અંતર્મુહૂર્ત એટલે ૪૮ મિનિટની અંદરનો કાળ. તેમાં આટલો જોરદાર વ્યાપાર. ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમ. આપણી પાસે કર્મોનું જે બેલેન્સ રહેલું છે તેનો પણ નિકાલ કરવો પડશે. નિકાલ કરવો તેને કહેવાય છે નિર્જરા. આ પાંચ અવસ્થાઓ થઈ, પુણ્ય, પાપ, આગ્નવ, સંવર અને નિર્જરા. આત્મા અને કર્મનો સંયોગ થાય તેને કહેવાય છે બંધ અને આત્મા અને કર્મનો સંયોગ છૂટે, આત્મા કર્મથી નિવૃત્ત થાય તેને કહેવાય છે મોક્ષ.
આ બધી ઘટના જડ અને ચેતન બન્નેના ખેલથી થાય છે. અને તેમાંથી સંસાર ઊભો થાય છે. આ અનાદિથી ચાલે છે. કોઈ પહેલી ક્ષણ નથી કે આ રૂપિયો ઉછાળ્યો અને આપણે રમતની શરૂઆત કરી. અનાદિથી આ રમત ચાલે જ છે. અને જો આત્મા જાગશે નહિ તો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org