________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૫ સાંખ્યદર્શનનો શબ્દ છે. જેની પાસે રૂપ, રસ, ગંધ, વર્ણ છે તેને સહેલાઈથી પારખી શકાય. નાના બાળકો સૌ પ્રથમ જીભથી જાણશે. તેને કંઈપણ આપશો તો તે વસ્તુ મોઢામાં નાખશે. તેને પાંચસોની નોટ આપશો તો તેને પણ મોઢામાં નાખશે. જીભના સ્વાદમાં ન આવ્યું તો તે સ્વીકારશે નહિ. પાંચ ગુણો છે તે પાંચ સત્તા છે. આ રૂપની પણ સત્તા છે. આખા જગતમાં જે કંઈ તોફાન છે, તે રૂપ પાછળ છે. શું જરૂર હતી રાવણને, સીતાજીનું અપહરણ કરવાની? આ રૂપ આકર્ષક અને મોહક છે. પરંતુ જગતમાં એવું એક તત્ત્વ છે જેનામાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ નથી.
આધ્યાત્મિક ક્ષેત્રમાં સૌથી મોટી સમસ્યા જો કંઈ હોય તો આપણી પાસે સમર્થ, સક્ષમ અને વિકસિત પાંચ ઈન્દ્રિયો હોવા છતાં આપણે આત્માને જોઈ, જાણી શકતા નથી. આત્મા છે પણ તે અતીન્દ્રિય તત્ત્વ છે. એટલે શિષ્ય એમ કહે છે કે ગુરુદેવ! “નથી દષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ'. તમે કહો છો કે આત્મા છે, પરંતુ દૃષ્ટિમાં આવતો નથી અને રૂપ પણ જણાતું નથી. આજે રૂપ જોવા માટે ઘણા સાધનો છે. ફોટો, ચિત્રપટ, પેઈન્ટીંગ છે, આકૃતિ છે. તમે દૂર બેઠા બેઠા પણ જોઈ શકો. અને હવે તો ફોટા ઉપરથી ઘણું કામ થાય છે, ફેઈસરીડીંગ થાય છે. પરણ્યા પહેલાં ફોટો જાઈને પરણે છે પછી ખબર પડે કે આ ફોટામાં જુદો અને આ પણ જુદો છે. જેની પાસે આ રૂપ નથી તેને કેમ જોવો? બીજો કંઈ પણ અનુભવ નથી. એટલા માટે ગુરુદેવ ! અમે આપના ચરણોમાં નિવેદન કરીએ છીએ કે આત્મા નથી. અમારો કદાગ્રહ કે દુરાગ્રહ નથી. જ્ઞાનની પદ્ધતિ એવી છે કે પહેલાં વસ્તુનું દર્શન થાય એટલે દૂરથી કોઈક આવતું હોય તો તમને ઝાંખી થાય કે કોઈક વ્યક્તિ આવે છે પણ પછી જ્ઞાનમાં નિર્ણય થાય કે ઓહો, આ તો, આ વ્યક્તિ છે. આ ફલાણા ભાઈ છે. શાસ્ત્રોમાં આત્માનું વર્ણન છે, તેમાં ના નહિ, શાસ્ત્રો ખોટાં છે તેમ અમારે કહેવું નથી, પણ અમારી પાસે પાંચ ઈન્દ્રિયોરૂપ જે સાધનો છે તે સાધનોની મર્યાદામાં આત્મા આવતો નથી. અમારે સ્વીકારવું કેવી રીતે ?
આ શિષ્ય કહે છે કે ગુરુદેવ ! અમને તો આ શરીર જ આત્મા છે તેમ લાગે છે. શરીરથી જુદો આત્મા છે નહિ. પછી તેના માટે આટલી ચર્ચા કરવી, બુદ્ધિ વાપરવી, અને આટલી બધી લમણાફોડ શા માટે કરવી ? દેહ જ આત્મા છે અથવા એમ કહો કે ઈન્દ્રિયો આત્મા છે. શરીર અને ઈન્દ્રિયો જે પ્રવૃત્તિ કરે છે તે પ્રાણના કારણે કરે છે. પ્રાણ એટલે એનર્જી, શક્તિ અને સામર્થ્ય. આપણે ત્યાં માણસ મૃત્યુ પામે ત્યારે તે મરી ગયો કે જીવે છે તે જોવા માટે સારી પદ્ધતિ છે. રૂનું પૂમડું નાક પાસે લઈ જાય, જો પૂમડું હલે તો હજુ કંઈક છે. ન હલે તો હવે ગયો. પછી જ પોક મૂકે. શરીર હોય, ઈન્દ્રિયો હોય પણ પ્રાણ ન હોય તો તમે જીવી ન શકો. આ બધી ઈન્દ્રિયો હોય પણ પ્રાણ, શ્વાસોચ્છવાસ ન હોય તો બધું નકામું. જેમ લાઈટની એનર્જીથી ટી.વી., પંખા, ફ્રીજ ચાલે છે તેમ શરીરમાં જે પ્રાણ છે, શ્વાસોચ્છવાસ છે તેનાથી તે જીવે છે, ટકે છે.
શ્વાસ નહિ હોય તો જીવી નહિ શકાય. શ્વાસ કિંમતી અને મહત્ત્વનો છે. તે બધાને એનર્જી આપે છે. લોકો કહે કે આ કાનના દેવતા ઊઠી ગયા. આ કાન સાંભળતા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org