________________
૩૯
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા સાથે સંઘર્ષ કરવો પડશે.
દર્શનમોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે', આ ઘટના ઘટે છે. શું કામ થયું? દર્શનમોહ દૂર થયો, નબળો પડ્યો. તાકાત તૂટી ગઈ, એ અંદર કામ કરતો બંધ થયો, તેમાં ક્ષમતા ન રહી, એ વ્યતીત થયો, તે વખતે જે બોધ ઉત્પન્ન થાય છે તેને કહેવાય છે હોશ. દર્શનમોહ ઉપશમ થવાથી, વ્યતીત થવાથી, શાંત થવાથી અંદર એક અદ્ભુત ઘટના ઘટે છે. આ ઘટના બૌદ્ધિક નથી, આ ઈન્દ્રિયોથી થતી ઘટના નથી, આ શારીરિક કે ચિંતનાત્મક ઘટના નથી પણ એક આંતરિક ઘટના છે.
આપણા જીવનમાં દર્શનમોહનીયના દલિકો ભાગ ભજવે છે. તેથી લોકો એમ માનવા પ્રેરાય છે કે આત્મા નથી, મોક્ષ નથી, મોક્ષનો ઉપાય નથી. છ પદો નથી, સપુરુષની જરૂર નથી, સાધના અને ધ્યાનની જરૂર નથી. કારણ કે તેની અંદર દર્શનમોહનો મસાલો પડ્યો છે. દર્શનમોહનીય હોવાના કારણે અંદર દેહાધ્યાસ કામ કરે છે. આ દેહાધ્યાસ શબ્દ ઘણી વખત આવશે. તમે બરાબર સમજી લો. એકનો એક વિચાર, એકની એક વૃત્તિ વારંવાર ઘૂંટવાથી એ વૃત્તિ સ્વભાવરૂપ લાગે એવી અવસ્થા, તેને અધ્યાસ કહે છે. દેહાધ્યાસ એક ખોટી આંતરિક ઘટના છે, પરંતુ છે. દર્શનમોહનીયના કારણે દેહાધ્યાસ થાય છે. દેહનો પરિચય છે અને દેહના પરિચયને કારણે આ દેહ તે જ આત્મા છે, એવી દઢતાપૂર્વક સમજણ થાય છે તેને કહેવાય છે દેહાધ્યાસ. આત્મા કહો કે શરીર કહો અમારા માટે તેમાં કંઈ ફરક નથી. આ જે બોલાય છે તે દેહાધ્યાસના કારણે બોલાય છે.
ગુરુદેવ કહે છે કે અમે તને કહીએ છીએ કે તે બન્ને ભિન્ન છે, તે બન્ને જુદા છે. પણ તારામાં દર્શનમોહનીયનું જે તત્ત્વ પડ્યું છે તે તને “દેહ અને આત્મા બને જુદા છે' તેવું ન માનવા પ્રેરે છે. જેણે મદિરાપાન કર્યું હોય તે ઘેલછા કરે છે તેમ દર્શનમોહનીયના કારણે તને આ ઘેલછા થાય છે. જ્ઞાની પુરુષો કહે છે કે અમારો અનુભવ છે તેથી અમે તેને જુદા કહીએ છીએ. અમે પણ એક વખત તારી જેમ નશામાં હતા, પરંતુ અમને સદ્ગુરુનો જોગ થયો, એમની કૃપા થઈ અને અમારી બેહોશી ચાલી ગઈ. અમે નોર્મલ થયાં, સભાન થયા, અને સમજણ આવી કે દેહ અને આત્મા ભિન્ન છે, જુદાં છે. આ થયું તાત્ત્વિક, આધ્યાત્મિક પૃથક્કરણ. સદ્દગુરુદેવ તર્ક કરતા નથી. તેઓ કહે છે કે દર્શનમોહનીય હશે ત્યાં સુધી ઢગલાબંધ શાસ્ત્રો હશે તો પણ તે માનવા તૈયાર નહિ જ થાય, તે સ્વીકાર નહિ કરે, એ માનશે નહિ. એક ભાઈને એક દર્દ થયું. ઘણા ડૉક્ટરોને બતાવ્યું પણ દર્દ ગયું નહિ. કોઈએ પૂછ્યું કે તને શું થયું? તો કહે થાય શું? મારા પેટમાં આંતરડાં જ નથી. ઓલો કહે કે આંતરડા વગર જીવાય શી રીતે? તું ખાય છે કેવી રીતે? તો કહે, એ કંઈ ખબર નથી પણ એ વાત નક્કી છે કે મારા પેટમાં આંતરડાં નથી. આંતરડાં નથી તે ભ્રમ, દવાથી દૂર ન થાય પરંતુ બીજી કોઈક પ્રક્રિયા કરવી પડે. અને કોઈક પ્રક્રિયાથી જો ભ્રમ દૂર થાય તો જ તે સ્વીકાર કરે. તેમ ભ્રમ ભાંગે તો દેહ તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org