________________
પ્રવચન ક્રમાંક - ૪૪, ગાથા ક્રમાંક - ૫૪
આ સંતોએ કેટલી અદ્ભુત વાતો કરી છે. ભાઈ, આત્મા સદા અવિનાશી છે. શરીર મરે છે, શરી૨ વારે વારે મરે છે તો એની ચિંતા શું કરવી ? શરીર તો મરે જ ને ? અહીં એમ કહેવું છે કે આ બધી અવસ્થાઓથી આત્મા જુદો છે. આત્મા અને શરીર એક છે એવા જૂઠા ભ્રમમાં તું પડી ગયો છે.
૭૦
જરા ઊંડાણમાં વધારે ઊતરીએ. તત્ત્વજ્ઞાનની પરિભાષામાં એમ કહેવાય કે નોકર્મથી (શરીરથી) આત્મા જુદો, દ્રવ્યકર્મથી (આઠ કર્મોથી) પણ આત્મા જુદો અને ભાવકર્મથી (રાગ, દ્વેષ આદિથી) પણ આત્મા જુદો છે. શરીરથી જુદો, કર્મોથી જુદો અને રાગ દ્વેષથી પણ આત્મા તો જુદો જ છે. અરે ! ક્રોધ આવ્યો ને ! એક ક્ષણભર માટે ક્રોધ આવ્યો. એ ક્રોધની એક તમારામાં અવસ્થા થઈ. પાંચ મિનિટ પછી ક્રોધ શાંત થયો અને ક્રોધની અવસ્થા ગઈ, પણ તમે તો રહ્યાં. તો ક્રોધથી પણ તમે જુદાં છો. તેવી રીતે રાગ અંદર થયો, રાગને તમે જાણ્યો એટલે રાગથી પણ તમે જુદા જ છો. તેવી રીતે દ્વેષભાવ થયો. તમે જાણ્યું કે તમને આ વ્યક્તિ પ્રત્યે દ્વેષ થયો, દ્વેષની તમને ખબર પડી અને પાંચ મિનિટ પછી દ્વેષ ભાવ પણ શાંત થયો, તો દ્વેષથી પણ તમે જુદાં જ છો. આમ અસંખ્ય અવસ્થાઓ આત્માની હાજરીમાં થાય છે પણ આત્મા આ બધી અવસ્થાઓથી હંમેશા જુદો છે. અવસ્થાઓ આવે અને જાય, બદલાતી જાય પરંતુ આ અવસ્થાને જાણનાર આત્મા જુદો છે. જુદો હોય તો તેને જાણે ને ? આત્મસિદ્ધિની આ અલૌકિક વાત છે. સમજી લો જરા, અંદર રાગ થાય છે. રાગ એટલે મમતા, એટેચમેન્ટ, આસક્તિ. તમને રાગ થયો તેમ જણાય છે પણ રાગની અવસ્થાથી તમે જુદા છો. તમે રાગમય થઈ જતાં નથી. જો રાગમય થઈ જવાય તો તમારું અસ્તિત્વ જ ન રહે. રાગ થાય છે ખરો પણ રાગથી જુદો, દ્વેષ થાય છે ખરો પણ દ્વેષથી જુદો, અહંકાર થાય છે પણ અહંકારથી જુદો, એવી અનેક અવસ્થાઓ થાય છે અને તું તેનાથી ન્યારો જુદો જ રહે છે. રાગ મટીને પાછો દ્વેષ થાય છે. પરંતુ દ્વેષથી જુદો છે. દ્વેષની અવસ્થા બદલાઈ ક્રોધ આવે છે, પછી અહંકાર આવે છે પરંતુ તું આ ક્રોધથી, અહંકારથી જુદો અને જે જે જુદી અવસ્થાઓ તારામાં થાય છે તે બધી અવસ્થાઓથી તું જુદો જ છે. અસંખ્ય અવસ્થાઓ આત્મામાં થાય, પણ આત્મા સર્વ અવસ્થાઓથી ન્યારો છે, જુદો છે, સર્વ અવસ્થાઓનો જાણનાર આત્મા સર્વદા જુદો જ છે.
આ ૫૪ મી ગાથા તે તત્ત્વજ્ઞાનની ગાથા નથી પણ સાધનાની ગાથા છે. અંદર ક્રોધ ઊઠ્યો. તમને થાય કે ક્રોધ આવ્યો, બે મિનિટ, પાંચ મિનિટ, દશ મિનિટ અને પછી તે વિલીન થઈ ગયો. ક્રોધ આવ્યો તે અંદરમાં અવસ્થા થઈ, પણ જેણે ક્રોધને જાણ્યો તે ક્રોધથી જુદો રહ્યો. ક્રોધ તો શમી ગયો પણ જાણનાર રહ્યો, જોનાર રહ્યો, તેનાથી તે ન્યારો છે, જુદો છે. આપણે કહીએ છીએ ને કે ક્રોધને જીતવા પુરુષાર્થ કરો, પ્રયત્ન કરો. તમે સમજી લેજો કે ક્રોધને જીતવાનો પુરુષાર્થ કરવાની વાત એટલા માટે બેસતી નથી કે ક્રોધની અવસ્થાથી તું જુદો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org