________________
८८
પ્રવચન ક્રમાંક - ૪૬, ગાથા ક્રમાંક - ૫૭ જગતમાં તમને જે કંઈ દેખાય છે તેની આદિ પણ નથી અને અંત પણ નથી એટલે જગત અનાદિ અનંત છે. તેની શરૂઆત નથી અને નાશ પણ નથી. એ નાશ પામતું નથી, નવું ઉત્પન્ન થતું નથી પણ તેમાં રૂપાંતર-ફેરફાર થયા કરે છે. અલગ અલગ સ્વરૂપમાં તેનું હોવાપણું કાયમ છે, માટે તેને કહેવાય છે સત્. સત્ શબ્દ આપણે ઘણી વખત વાપરીએ છીએ. સત્ શબ્દના ઘણા અર્થો છે. સદ્દગુરુ, સશાસ્ત્ર, સવ આ બધામાં સત્ શબ્દ છે. સત્ શબ્દનો અર્થ સાચાં, પારમાર્થિક, જેવાં હોવા જોઈએ તેવાં, પરંતુ અહીં સત્ શબ્દનો અર્થ બીજો છે. ત્રણે કાળમાં કોઈ કારણ વગર જેનું હોવાપણું, અસ્તિત્વ છે તેને કહેવાય છે સત્. મને ખ્યાલ નથી આવતો કે તમને આ વાત સમજવામાં આવે છે કે નહિ ? તમારે આ જાણવું જ પડશે. તમને જ્ઞાની પુરુષો નથી મળ્યા તેમ નથી. શાસ્ત્રોએ એમ કહ્યું કે આપણે ઘણી વખત તીર્થંકર દેવના સમોસરણમાં જઈ આવ્યા છીએ. તીર્થંકર પરમાત્માથી શ્રેષ્ઠ કહેનાર જગતમાં બીજું કોઈ નથી. ઉત્તમમાં ઉત્તમ કક્ષા તેમની છે. આવા પરમાત્મા પાસે આપણે જઈ આવ્યા, સાંભળ્યું, પણ લક્ષમાં ન લીધું. આપણે જાણ્યું, સાંભળ્યું, સમોસરણ જોયું, આશ્ચર્ય થયું કે આ દેવ દેવીઓ છે, અશોકવૃક્ષ છે, ફૂલોની વર્ષા થાય છે. સમવસરણનાં કાંગરામાં હીરા માણેક જડ્યાં છે, પગથિયાં રત્નજડિત છે, કરોડ દેવતાઓ સેવા કરે છે. એમ તીર્થંકરદેવનું સૌંદર્ય આપણે જોયું પણ તેમણે જે ઉપદેશ આપ્યો તેના તરફ આપણું ધ્યાન ન ગયું. તેમણે આ વાત કરી છે કે સત્ એટલે ત્રણેકાળ, સદાકાળ જે અસ્તિત્વ છે તે અસ્તિત્વ અકારણ છે. તેના હોવા માટે કોઈ કારણ નથી. તે સ્વાધીન છે, પરાધીન નથી. સત્ એને કહેવાય જે સ્વતંત્ર છે અને તેનો નાશ કદી પણ થઈ શકતો નથી.
આવા બે પદાર્થો જડ અને ચેતન છે. જે કંઈ રમત ચાલે છે તે આ બે વચ્ચે ચાલે છે. ચાર દ્રવ્યો હાજર છે પણ પ્રેક્ષક જેવા છે. પરંતુ રમત જડ અને ચૈતન્ય વચ્ચે થાય છે. ચાર દ્રવ્યો વચમાં આવતાં નથી, પરેશાન કરતાં નથી. તમને સહકાર જરૂર આપે છે, પરંતુ તમારી ઈચ્છા હોય તો આપે છે. તમારે ચાલવું હોય તો ધર્માસ્તિકાય દ્રવ્ય કહેશે હું તૈયાર, ન ચાલવું હોય અને સ્થિર રહેવું હોય તો અધર્માસ્તિકાય તૈયાર. આકાશ એટલું બધું ઉદાર છે કે તે તમને જગ્યા આપે છે. આપણા શરીરમાં પણ ત્રીજો ભાગ આકાશનો છે. કાનમાં આંગળી જાય, નાકમાં આંગળી જાય, મોંમા કોળિયો જાય, ખોરાક પેટમાં જાય. અંદર પણ આકાશ છે. આપણી ચારે તરફ આકાશ છે. અને આકાશથી આપણે ઘેરાયેલાં છીએ. આકાશ આપણને જગ્યા આપે છે. જ્યાં જ્યાં ખાલી જગ્યા ત્યાં ત્યાં બધે આકાશ.
ખરેખરો ખેલ થાય છે જડ અને ચેતન વચ્ચે. જડ અને ચેતન બંને ભિન્ન છે. આ વાત ફરી લીધી કેમકે આ વાત ઉપર આખો પાયો રચાયેલો છે. તમારી પાસે ઘણા બધા પ્રશ્નો છે પરંતુ આ વાત બરાબર સમજશો તો પ્રશ્નો થશે નહિ. ઘણી વખત વિચાર થાય છે કે દુનિયા કોણે બનાવી? ભલા માણસ ! દુનિયા બનતી નથી. હતી, છે અને હશે. તમે પૂછો છો કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org