________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
પ્રવચન ક્રમાંક - ૪૦
ગાથા ક્રમાંક - પ૦-૧
સંસારનું કારણ
જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ;
એકપણું પામે નહિ, ત્રણે કાળ દ્રય ભાવ. (૫૭) આ ગાથા સમજવા જૈનદર્શનના પાયાના સિદ્ધાંતો એક વખત સમજવાની ફરી કોશિશ કરીએ. કોઈ કાળે જેનામાં જાણવાનો સ્વભાવ થોડો પણ નથી તેને જૈનદર્શન જડ કહે છે. જડ એટલે મૂર્ખ, બુદ્ધિ વગરનો તેમ નહિ, જડ એટલે આળસુ તેમ નહિ. જડ એક વસ્તુ છે, તત્ત્વ છે, પદાર્થ છે, એક દ્રવ્ય છે અને તેનું બીજું નામ પુદ્ગલ છે. જૈનદર્શને પુગલ શબ્દને પ્રથમ પસંદગી આપી છે અને બીજા નંબરે જડ શબ્દ પસંદ કર્યો છે.
જડનો અર્થ જેનામાં ચેતના નથી, જ્ઞાન નથી, આનંદ નથી, જેનામાં સંવેદના નથી, સંવેદનશીલતા નથી, પરંતુ તે છે ને તેની પાસે તેની પોતાની મૂડી વર્ણ છે, રસ છે, ગંધ અને સ્પર્શ છે, શબ્દ છે, આકૃતિ, સંસ્થાન, વજન અને કદ પણ છે. તે પરિવર્તન પામે છે પરંતુ તેનામાં ચેતના નથી, જાણવાપણું નથી, આનંદ નથી, નથી સુખ કે નથી સંવેદના. પરંતુ તેનું રૂપ જોઈને કોઈને સંવેદન જાગતું હશે. ગુલાબનું ફૂલ જોઈને કોઈ કવિને કાવ્ય સ્ફરતું હશે. શરદપૂર્ણિમાના ચંદ્રને જોઈને કોઈને ગરબા રમવાનું મન થતું હશે. પરંતુ એ જડ પદાર્થમાં સંવેદન નથી. તેને જોઈને જેનામાં સંવેદના થાય છે તે જડ પદાર્થથી જુદો છે. અને જે જાણવાના સ્વભાવવાળો છે તેને કહેવાય છે ચેતન. તે નિગોદમાં હોય તો પણ ભલે, એકેન્દ્રિયમાં, સંજ્ઞી પંચેન્દ્રિયમાં કે દેવગતિમાં હોય તો પણ ભલે અને સિદ્ધદશામાં હોય તો પણ ભલે, જાણવાનો સ્વભાવ સતત છે, શાશ્વત છે. એ સ્વભાવ ક્યારેય પણ જતો નથી, નાશ થતો નથી અને નવો લાવવો પણ પડતો નથી. નિગોદમાં અત્યંત અવિકસિત અવસ્થા છે, એટલી બધી અવિકસિત અવસ્થા હોવા છતાં જાણપણું ચૈતન્યપણું નાશ પામતું નથી, ચૈતન્યપણે કાયમ રહે છે. - અહીં ફરી સમજી લઈએ કે આત્માના અસંખ્ય પ્રદેશો છે. ક્યારેય પણ આત્માનું વિભાજન થતું નથી. અસત્કલ્પનાએ એનું વિભાજન જો કરવામાં આવે તો અસંખ્ય ભાગો થાય. તેને આત્માના પ્રદેશો કહે છે. એક સમય, એક પરમાણુ અને એક પ્રદેશ એ અત્યંત સૂક્ષ્મ છે. એટલા માટે કહ્યું કે એક પ્રદેશ, એક સમય અને એક પરમાણુને જાણે તે કેવળજ્ઞાની. કેવળજ્ઞાન એટલું સૂક્ષ્મ છે કે તે સમગ્ર દ્રવ્ય તો જાણે જ છે, પરંતુ અંતિમ ભાગ, અંતિમ વિશેષને પણ જાણે છે. ધૂળનું ઢેકું તમે હાથમાં લ્યો, તેનું વિભાજન કરો એટલે છૂ કરતાં જાવ, કરતાં જાવ અને એક અવસ્થા એવી આવશે કે હવે વિભાજન થઈ શકશે નહિ, એવો અંતિમ વિશેષ એ પરમાણુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org