________________
૬૯
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા શું છે ઊંડાણ?
સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય,
પ્રગટરૂ૫ ચૈતન્યમય, એ એંધાણ સદાય. આ ૫૪ મી ગાથા આત્મસિદ્ધિની અદ્ભુત ગાથા છે.
પહેલી વાત સમજી લેજો. ગર્ભમાં જ્યારે તમે આવ્યાં તેના પહેલાં ક્યાંક તમે હતાં, પછી માતાના ગર્ભમાં આવ્યાં. ગર્ભમાં આવ્યા ત્યારે તમે તેનાથી જુદા હતાં અને જુદા હતાં માટે આવ્યા. જુદા ન હોત તો આવત કેવી રીતે? તો ગર્ભની અવસ્થા છે તેનાથી પણ આ જુદો છે. જન્મ થયો, દેહ પ્રગટ થયો, અને દેહમાં ચૈતન્ય પણ ઊતર્યું. જન્મનો અર્થ એ થાય કે જે ચેતના દેહમાં ઊતરી, એવા દેહની સાથે આનું ધરતી ઉપર આવવું તેનું નામ જન્મ. દેહનો જન્મ થયો પણ તે વખતે તમે તેનાથી જુદા એટલે દેહથી જુદા. કારણ કે કોઈ ચેતના દેહમાં ઊતરી છે. પહેલેથી દેહ સાથે નથી. જન્મ થયો અને ગર્ભાવસ્થા ગઈ અને તમે રહ્યાં. જન્માવસ્થા ગઈ તમે રહ્યા, પછી બાલ્યાવસ્થા આવી ત્યારે પણ તમે રહ્યા. બાલ્યવસ્થા ગઈ અને યુવાવસ્થા આવી ત્યારે પણ તમે રહ્યા. યુવાવસ્થા ગઈ અને ઘડપણ આવ્યું તેમાં પણ તમે તો રહ્યા. આટલી બધી અવસ્થા આવી અને ગઈ. અવસ્થાઓ બદલાણી પણ તમે તો રહ્યા. બધી અવસ્થાઓથી તમે સદાય જુદા જ છો. એવો જે જુદો છે તેને હે શિષ્ય ! અમે આત્મા કહીએ છીએ. સમજાય છે ? આ આત્મા છે. ફરીથી સમજો, તમે જાગો છો અને કહો છો કે હું જાણું છું. આખી રાત જાગ્યો મતલબ કે તમે જુદા છો. તમને સ્વપ્ન આવ્યું કે હું ચૂંટણીમાં ઊભો રહ્યો, ચૂંટાઈ ગયો. વડાપ્રધાન થયો, રાષ્ટ્રપતિ ભવનમાં શપથ વિધિ ચાલે છે, હું શપથ લઈ રહ્યો છું અને તેમાં નીચેથી ખટારાનો અવાજ આવ્યો અને ઊંઘ ઊડી ગઈ. રાષ્ટ્રપતિ ભવન ગાયબ, વડાપ્રધાન પદ ગાયબ તમને ખબર પડી કે તમે તો હતાં ત્યાંના ત્યાં જ છો. એ સ્વપ્ન અવસ્થાનાં જાણનાર અને માણનાર તમે જ હતાં, પણ તમે તેનાથી જુદાં જ છો. સ્વપ્ન ગયું પરંતુ તમે રહ્યા કે ન રહ્યાં? જો સ્વપ્ન અને તમે એક હોત તો તમે પણ જાત.
ત્રીજી અવસ્થા સુષુપ્ત અવસ્થા છે – ગાઢ નિદ્રાની અવસ્થા છે. ઊંઘમાંથી ઊઠીને તમે કહો છો કે એવી સરસ ગાઢ નિદ્રા આવી ગઈ કે કંઈ ખબર જ ન પડી કે કેટલા વાગ્યા? આનો અર્થ એ થયો કે ગાઢ નિદ્રા આવી ખરી પણ અંદર જાણનાર જુદો છે અને એ જાગતો હતો. જાગતો રહ્યો છે. સુષુપ્ત અવસ્થાથી પણ જુદો, જાગૃત અવસ્થાથી પણ જુદો, સ્વપ્ન અવસ્થાથી પણ જુદો જન્મ, બાલ્યાવસ્થા અને યુવાવસ્થાથી પણ જુદો. ચિંતા કરશો નહીં, આપણે મરતાં નથી પરંતુ શરીર મરે છે.
યહ જીવ હૈ સદા અવિનાશી, મર મર જાયે શરીર, ઉસકી ચિંતા કછુ નવ કરના, હુઈ અપન ધર્મ ધીરા. આતમરામ સયાને, જો તું તો જુઠા ભરમ ભૂલાને વાલા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org