________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૬૭
આત્માની શક્તિ છે, તેમાં વિચાર કરવાની ક્ષમતા છે. જોનાર આત્મા છે તે જોતી વખતે આંખને વાપરે છે અને રૂપને જાણે છે. સાંભળનાર છે આત્મા અને સાંભળતી વખતે વાપરે છે કાન, તેથી તે શબ્દને જાણે છે. સ્વાદ જાણનાર છે આત્મા પણ સ્વાદ કરતી વખતે વાપરે છે જીભ, અને એ સ્વાદને જાણે છે. વિચાર કરનાર છે ભાવમન અને વિચાર કરતી વખતે દ્રવ્યમન વાપરે છે. દ્રવ્યમન એકલું વિચાર કરી શકે નહિ. ‘આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ.’ આ શબ્દો પચાસ વખત મેં ઘૂંટાવ્યા. આત્માની સત્તા વડે કામ થાય. આત્માની સત્તા વગર કામ થાય નહિ. સત્તા એટલે અસ્તિત્વ, બળ અથવા સામથર્ય. કહે છે ને કે ઈશ્વરની સત્તા વગર પાંદડું પણ હલી શકતું નથી. લોકો કહે છે કે અમારા ઘરમાં એમની સત્તા વગર કશું જ ન થાય, તેમ આત્માની સત્તા વગર કશું જ ન થાય. ‘આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ.’
શરીર ભલે રહ્યું, ઈન્દ્રિયો ભલે રહી, મન ભલે રહ્યું, પ્રાણ ભલે રહ્યા પરંતુ જો આત્મા નહિ હોય તો બધું જડપણે પડ્યું રહેશે. કોઈપણ કામ કરી શકશે નહિ. વાત સ્પષ્ટ થાય છે ? આટલો નિર્ણય જો થઈ જાય કે દેહની સત્તા ઉપર તમારી સત્તા, ઈન્દ્રિયોની સત્તા ઉપર તમારી સત્તા, પ્રાણની સત્તા ઉપર તમારી સત્તા અને મન ઉપર પણ તમારી સત્તા. You are last and supreme authority, તે મહત્ત્વનું છે. પરંતુ આજે એવી પરિસ્થિતિ નથી. ઈન્દ્રિયોની સત્તા તમારા ઉપર છે. શરીરની સત્તા તમારા ઉપર છે. મનની સત્તા તમારા ઉપર છે. તમે કહેતાં હો છો કે મારું બેટું મન કાબૂમાં નથી. અરે ! તું મનનો માલિક છો કે મન તારું માલિક છે ? કલેક્ટર કહેશે કે પટાવાળો મારું માનતો નથી, તેના જેવી વાત થઈ. મનને જીતવાનું અને મનને વશ કરવાનું હોય જ નહિ. મન તો સાધન છે. અરે ! તારા હાથમાં સત્તા અને અધિકાર જોઈએ, તમે ગાડીમાં બેઠા છો, તમારે પૂર્વ દિશામાં જવું છે અને ગાડી પશ્ચિમ દિશામાં ચલાવો છો, અને પછી રડો છો કે ગાડી મારું માનતી નથી. એ પશ્ચિમ દિશામાં દોડી જાય છે. કોઈ તમને પાગલ જ કહેશે. તારા સ્ક્રૂ ઢીલા લાગે છે. તું ગાડીમાં બેઠો છે, તું જ ગાડી ચલાવનાર છે તો ગાડી બીજી દિશામાં કેમ દોડે ? મન ઉપર તારી સત્તા છે.
શરીર ઉપર તારી સત્તા છે, ઈન્દ્રિયો, પ્રાણ અને મન ઉપર તારી સત્તા છે. પરંતુ સાહેબ ! તમને સત્તા બજાવતાં આવડવી જોઈએ ને ? સત્તા બજાવતાં ન આવડે તો સત્તા હાથમાં હોવા છતાં પણ સત્તા કામ કરી શકે નહિ, તો આત્માની સત્તાથી આ મન, પ્રાણ, ઈન્દ્રિયો, શરીર બધું પ્રવર્તે છે. બહુ મહત્ત્વની વાત છે આ. બધા ગૌણ થઈ ગયાં. શરી૨ ગૌણ, ઈન્દ્રિય ગૌણ, મન ગૌણ અને પ્રાણ પણ ગૌણ. તો મુખ્ય કોણ ? મુખ્ય આત્મા છે. પરંતુ આજે આપણા માટે શરીર, ઈન્દ્રિય, મન, પ્રાણ મુખ્ય થઈ ગયા છે. જે દિવસે આ ૫૪મી ગાથા સ્પષ્ટ થશે, તે દિવસે તમારા હાથમાં રાજ હશે. ‘અપને ઘરમેં અપના રાજ.’ આજે આપણા ઘરમાં આપણું રાજ નથી. કેટલાયનાં રાજ ચાલે છે !
અમે એક જગ્યાએ વહોરવા ગયેલાં, ત્યાં સોફો ઘરની બહાર પડેલો જોયો. પૂછવાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org