________________
၄ ၄
પ્રવચન ક્રમાંક - ૪૪, ગાથા ક્રમાંક - ૫૪ હાજર નહિ હોય ત્યારે એ જ બાળક હાથમાં લેવું નહિ ગમે. જેનાથી તે રૂપાળું લાગતું હતું તે તત્ત્વ તેમાંથી ગયું, હવે તેને અડવું પણ નહિ ગમે. તેવી જ રીતે મોર કળા કરે છે ને? તે મોરનું નૃત્ય જોવું ગમશે. શું તેની કળા ! શું તેના પીછાં ! શું તેનો વૈભવ ! શું તેના રંગો ! અને કેવો ઠાઠ ! પરંતુ મોરમાં ચૈતન્ય હાજર છે ત્યાં સુધી મોર જોવો ગમશે. ચૈતન્ય એટલે જીવ નહિ હોય તો મોર જોવો ગમશે નહિ. મોરનું શરીર આત્માની સત્તાથી કામ કરતું હતું. જે શરીર આત્માની સત્તાથી કામ કરે છે એ જડ શરીર આત્માને કેવી રીતે દેખશે?
ગુરુદેવ કહે છે, તમે વિચાર કરો કે શરીર છે અને શરીરમાં અનેક પ્રકારની શક્તિઓ પણ છે પરંતુ જડ શરીરમાં સ્વતંત્રપણે જાણવાની શક્તિ નથી. શરીરમાં શું થાય છે તે આત્મા એટલે તમે જાણી શકો પણ તમે અંદર નહિ હો તો શરીર જાણી શકશે નહિ. હું આ વાત ફરી ફરી એટલે કરું છું કે થોડું વધારે ઘુંટવું છે, નિર્ણય કરાવવો છે. આધ્યાત્મિક સાધના થશે ત્યારે થશે, સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થશે ત્યારે થશે અને મોક્ષના દરવાજા ખૂલશે ત્યારે ખૂલશે પરંતુ આ બધું કરતાં પહેલાં આત્માનો નિર્ણય તો કરવો પડશે ને? લગ્ન તો પછી પરંતુ પહેલાં સગપણ તો કરવું પડશે ને? કન્યા નક્કી કર્યા પહેલા માંડવો નાખો, આમંત્રણ પત્રિકાઓ છપાવો, રસોઈયા બોલાવો, ગરબા પાર્ટી રાખો તો કેવું કહેવાય? જો કન્યા જ નક્કી ન હોય અને સગપણ જ ન કર્યું હોય તો લગ્ન કોના કરશો? સગપણ પહેલા કરવા પડે, તેમ અધ્યાત્મ સાધનામાં આત્માનો નિર્ણય પહેલાં કરવો પડશે, પછી બધી સાધનાઓ યથાર્થ થશે.
ફરીથી સમજી લ્યો, શરીરની સાથે આત્મા છે તો શરીર સુંદર દેખાય છે. ઈન્દ્રિયો જે કામ કરે છે તે આત્માની સત્તાથી કામ કરે છે. લોકો એમ કહે છે કે આ કાનના દેવતા ઊઠી ગયા. સમજાય છે કંઈ ? જ્ઞાનતંતુ ખસી ગયા અને જ્ઞાનતંતુ ખસી ગયા એટલે આત્માની જ્ઞાનશક્તિ ત્યાંથી ખસી ગઈ અને એટલે હવે કાન કામ કરતાં નથી. તો ઈન્દ્રિયો જે કામ કરે છે તે આત્માની સત્તાથી કામ કરે છે. ઈન્દ્રિયોમાં સ્વતંત્રપણે જાણવાની શક્તિ નથી. જાણવાની પ્રક્રિયા જે વખતે આત્મા કરતો હોય એ વખતે સામેલ થવાની શક્તિ ઈન્દ્રિયોની છે. સહયોગ આપવાની શક્તિ ઈન્દ્રિયોની છે. પરંતુ આત્માની સત્તા વગર ઈન્દ્રિયો કામ નહિ કરે.
ત્રીજી વાત છે પ્રાણ. પ્રાણ આપણી શક્તિ છે. શ્વાસોચ્છવાસ તેની અભિવ્યક્તિ કરે છે. અને ચોથું આવે છે મને. મન પણ જડ પરમાણુઓમાંથી જ બને છે. શાસ્ત્રોમાં મનનાં બે પ્રકાર કહ્યાં છે. એક દ્રવ્યમન અને બીજું ભાવમન (આત્માની જ્ઞાન શક્તિ). દ્રવ્યમન તે વિચાર કરવાનું એક સાધન છે. જેમ જીભ, કાન, નાક, આંખ કામ કરે છે તેમ મન વિચાર કરવાનું કામ કરે છે. વેદાંતમાં એક શબ્દ છે અંતઃકરણ. કરણ એટલે ઉપકરણ. પાંચ ઈન્દ્રિયો તે બિહારનાં ઉપકરણ અને મન અંદરનું ઉપકરણ. પરંતુ મન એ સ્વતંત્રપણે વિચાર કરી શકતું નથી, આત્માની સત્તા વડે તે વિચાર કરવાની શક્તિ ધરાવે છે. દ્રવ્યમન તે વિચાર કરવાનું સાધન અને વિચાર કરવાની જે ક્ષમતા શક્તિ છે તેને કહેવાય છે ભાવમન. ભાવમન તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org