________________
૬૪
પ્રવચન ક્રમાંક - ૪૪, ગાથા ક્રમાંક - ૫૪ તમારા જેવાં ભાવ હોય તે પ્રમાણે થવાનાં જ છે. આમ આત્મામાં બીજાનો એટલે કર્મોનો પ્રવેશ થાય છે. પર: પ્રવિણ: તે વિનાશન પર પ્રવેશ કરે તો વિનાશ કરે છે. આત્મા એકલો હોય તો પ્રશ્ન નથી. આત્માનું એકલા હોવું એટલે કર્મો વગરનું હોવું તેનું નામ મોક્ષ છે. પરંતુ આપણે ભાવ કર્યા વગર રહેતાં નથી અને કર્મો આત્માને વળગ્યા વગર રહેતાં નથી. જેમ અજાણ્યા માણસને ઘરમાં રખાય નહિ તેમ આ કર્મો જે અંદર પ્રવેશ કરે છે તેને આત્મામાં રખાય નહિ, પરંતુ આપણે તો પંપાળી પંપાળીને રાખીએ છીએ. શાસ્ત્રોને એમ કહેવું છે કે ત્યાં સુધી સંવર અને નિર્જરાનાં તત્ત્વો આપણાં જીવનમાં ઉમેરાતા નથી.
આપણે ધર્મ કરીએ છીએ, ધર્મની સાધના કરીએ છીએ પરંતુ કર્મોનો નાશ થતો નથી. માટે પરમકૃપાળુદેવ કહે છે કે “વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો, કેવી નવાઈની વાત છે? આ સાધનો અનંતવાર કર્યા પણ ઠેકાણું પડ્યું નહિ. દેવચંદ્રજી મહારાજ પરમકૃપાળુદેવ પહેલાં થઈ ગયા, અને તેમણે પણ કહ્યું કે,
આદર્યું આચરણ લોક ઉપચારથી, શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધો,
શુદ્ધ શ્રદ્ધાન વળી આત્મ અવલંબન વિનુ, તેહવો કાર્ય તિણે કો ન સીધો. જીવે ધર્મનું આચરણ કર્યું છે. તપ, જપ અને અનુષ્ઠાનો પણ કર્યા છે. ઢગલાબંધ બાહ્ય કર્મકાંડો કર્યા છે. જ્ઞાનીઓ ક્યારેય બાહ્ય કર્મકાંડો કરવાનો નિષેધ કરતાં નથી, પરંતુ અધ્યાત્મ શાસ્ત્રને એમ કહેવું છે કે આ બધા સાધનો અનંતવાર કર્યા છે, પરંતુ એક વખત આત્મા છે તેમ નિર્ણય થયો નથી, તે જો થઈ જાય તો અધ્યાત્મજગતમાં એને પ્રવેશ મળે.
તાત્ત્વિક ક્ષેત્રમાં સાધના કર્યા પહેલાં પણ પ્રવેશ મળે છે, નવપૂર્વનો અભ્યાસ થઈ શકે છે, આત્મા છે એ નિર્ણય કર્યા પહેલાં દ્રવ્યલિંગી આચાર્ય થઈ શકાય છે, આત્મા છે તે નિર્ણય કર્યા પહેલાં હજારો શિષ્યોનાં ગુરુ પણ થઈ શકાય છે, અને ઘોર તપ પણ કરી શકાય છે. આત્મા છે તે નિર્ણય કર્યા પહેલાં માખીની પાંખ પણ ન દુભવે, તેવું ચારિત્ર્ય પાળે, છતાં આત્માની બાદબાકી હોવાના કારણે તેને પુણ્યબંધથી વધારે લાભ મળતો નથી. નવમા રૈવેયક સુધી જાય, આગળ નહિ. સંસાર ઊભો જ રહેશે. તમામ શાસ્ત્રો કહે છે કે આત્મા છે એ નિર્ણય કરવામાં તમારી તાકાત વાપરો. પરમકૃપાળુદેવ કહે છે કે બાકીનાં પાંચ પદ તો સહેલાઈથી સ્વીકારી શકાશે, તે માટે બહુ મથામણ નહિ કરવી પડે. તમામ મહેનત પહેલું પદ “આત્મા છે' તેનો સ્વીકાર કરવામાં જ કરવાની છે.
એક વખત આનંદ અને ઉલ્લાસમાં આવીને, સદૂભાવમાં આવીને, પ્રેમથી હર્ષિત થઈને હું આત્મા છું તેમ સ્વીકારી નાચી ઊઠો તો મોક્ષ તમારા હાથમાં છે. મોક્ષ માગવો નહિ પડે. ઊંડામાં ઊંડી જો કોઈ ખીણ હોય તો આત્માનો સ્વીકાર નથી કરતાં તે છે. આખો સંસાર સમુદ્ર જો સહેલાઈથી તરવો હોય તો તે આત્મા છે તેવો સ્વીકાર કરવામાં છે. આત્મા છે તેવો સ્વીકાર આધ્યાત્મિક જગતમાં પ્રવેશ કરાવશે, અને આત્મા નથી તેવો સ્વીકાર ભૌતિક જગતમાં પ્રવેશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org