________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૭૯
પરમ બુદ્ધિ કૃશ દેહમાં, સ્થૂળ દેહ મતિ અલ્પ;
દેહ હોય જો આત્મા, ઘટે ન આમ વિકલ્પ. (૫૬) ટીકાઃ દુર્બળ દેહને વિષે પરમ બુદ્ધિ જોવામાં આવે છે, અને સ્થૂળ દેહને વિષે થોડી બુદ્ધિ જોવામાં
આવે છે. જો દેહ જ આત્મા હોય તો એવો વિકલ્પ એટલે વિરોધ થવાનો વખત ન આવે. (પ) જગતમાં બે પ્રકારનાં માણસો છે. એક તો જાડાં અને બીજા સૂકલકડી, હાડકાં ગણી શકાય
તેવા.
પરમકૃપાળુદેવ કહે છે કે અમને એવું જોવામાં આવે છે કે જેનો દેહ દુર્બળ છે, જેનું શરીર કૃશ છે, જેને હાડકાંનો માળો કહી શકાય એવા શરીરમાં પરમ બુદ્ધિ, તીક્ષ્ણ બુદ્ધિ જોવામાં આવે છે. ગાંધીજીનો દેહ હાડકાંનો માળો, મુઠ્ઠીભર હતો. પરમકૃપાળુદેવ હતા હાડકાનો માળો, મુઠ્ઠીભર; પરંતુ દુર્બળ દેહ વિષે પરમ બુદ્ધિ જોવામાં આવે છે અને જેનું સ્થૂળ શરીર છે, એટલે સો કિલો, બસો કિલો વજન છે એના વિષે થોડી બુદ્ધિ જોવામાં આવે છે, તો કૃશ શરીરમાં પરમ બુદ્ધિ અને સ્થૂળ શરીરમાં અલ્પબુદ્ધિ જોવામાં ઘણી વખત આવે છે. તેથી અમારે એમ કહેવું છે કે તારા કહેવા પ્રમાણે જો દેહ જ આત્મા હોય તો સ્થૂળ દેહમાં વધારે બુદ્ધિ અને કૃશ દેહમાં ઓછી બુદ્ધિ એ પ્રમાણે વિકલ્પ એટલે વિરોધ થવાનો વખત ન આવે !
તમને લાગે છે? પૂળ દેહવાળા પણ અહીં બેઠા હશે અને કૃશદેહવાળા પણ અહીં બેઠા હશે. આ તમારા માટે વાત નથી. આ વાત એટલા માટે કરીએ છીએ કે જો શરીર તે જ આત્મા હોય તો આ પ્રમાણે હકીકતમાં હોવું જોઈએ. સ્થૂળ દેહ એટલે દેહ જેટલો પહોળો તેટલી બુદ્ધિ વધારે. અને કુશ દેહ એટલે શરીર જેટલું સૂકલકડી તેટલી બુદ્ધિ ઓછી. પરંતુ અનુભવ જરા જુદો થાય છે. ઘણી વખત પરમ બુદ્ધિ દુર્બળ દેહમાં અને સ્થૂળ દેહ વિષે અલ્પબુદ્ધિ જોવામાં આવે છે. હે શિષ્ય ! જો દેહ જ આત્મા હોય તો આવો વિરોધ જોવામાં ન આવે. જો દેહ જ આત્મા હોય તો, સ્થૂળ દેહવાળાં વધારે બુદ્ધિશાળી અને સૂકલકડી હોય તે અલ્પ બુદ્ધિવાળાં હોવા જોઈએ. પણ જગતનું નિરીક્ષણ કરતાં એક જ સરખો અનુભવ થતો નથી. માટે અમે કહીએ છીએ કે દેહ તે આત્મા નથી. દેહ જુદો છે અને આત્મા જુદો છે.
આટલી મીઠાશ અને સરળતાથી કોણ સમજાવશે? શરીર અને આત્મા એક હોત તો આટલું તો લોજીક કામ કરત કે ધૂળદેહમાં વધારે બુદ્ધિ અને પાતળા શરીરમાં ઓછી બુદ્ધિ, આનો અર્થ એમ પણ ન કરશો કે સ્થૂળદેહવાળા પાસે બુદ્ધિ જ નથી. આ તો બહુ મોટો અનર્થ થઈ જાય. બહાર જઈને એમ કહેશો કે ગુરુજીએ શું કહ્યું? અમે સ્થૂળ દેહવાળા એટલે ઉપલો માળ ખાલી ? અમે એમ નથી કહેતા પરંતુ સમજણ આપવા કહીએ છીએ કે દેહ જ આત્મા હોત તો આવું થવું જોઈએ. સ્થૂળદેહ વિષે બુદ્ધિ વધારે અને કૂશદેહ વિષે બુદ્ધિ ઓછી. પરંતુ દુર્બળ દેહ વિષે પરમ બુદ્ધિ અને સ્થૂળદેહ વિષે થોડી બુદ્ધિ એવું પણ જોવામાં આવે છે. જો દેહને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org