________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૮૩ કેવું સાહસ કર્યું અને તેઓએ કેવા ઉપસર્ગો, દુઃખો અને કષ્ટો સહન કર્યા અને સત્યની ખાતર, ન્યાય નીતિની ખાતર, અને ધ્યાનની ખાતર કેવાં બલિદાનો આપ્યાં તેનું વર્ણન ધર્મકથાનુયોગમાં આવે છે. સાધક જ્યારે જ્યારે નિરાશ થાય, હિંમત હારે ત્યારે જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે કામદેવને યાદ કરો, આનંદ શ્રાવકને યાદ કરો, ગૃહસ્થ જીવનમાં જીવતા હતા, છતાં તેમનું બળ કેવું હતું? વૈર્ય કેવું હતું? સામર્થ્ય કેવું હતું? તે કેવી રીતે કેળવી શકાય અને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? તેનું માર્ગદર્શન અહીંથી મળે છે. જેને નીતિ અને સદાચારનાં મૂલ્યો જાળવવાં છે, તેને માર્ગમાં કેવાં વિઘ્નો આવે છે? અને એ વિઘ્નો આવવા છતાં કેવી રીતે પાર પામી ગયા તેની કથાનું વર્ણન ધર્મકથાનુયોગમાં આવે છે.
બીજો યોગ ચરણકરણાનુયોગ છે. ચરણ અને કરણ. ચરણ એટલે ચારિત્ર, આચરણ, મૂળ ગુણો અને કરણ એટલે ઈન્દ્રિય, તેનો નિગ્રહ આદિ ઉત્તર ગુણો. ઈન્દ્રિયો જે વિષય તરફ જાય છે, તેની પાછળ મન પણ દોડે છે, એના કારણે વિકલ્પો ઊઠે છે અને આર્તધ્યાન થાય છે અને કોઈકવાર રૌદ્ર ધ્યાન પણ થાય છે. એ કેવી રીતે થાય? તેને જીતવા માટે શું પ્રક્રિયા કરવી એનું વર્ણન ચરણકરણાનુયોગ સમજાવે છે. આચરણ કેવું કરવું તેમજ ચારિત્રમય, જીવન અને સાધકનો વ્યવહાર કેવો હોય તેનું વર્ણન એમાં આવે છે. ચરણ કરણાનુયોગમાં કર્મશાસ્ત્ર, કર્મની ફીલોસોફી આવે, માર્ગણાસ્થાન અને ગુણસ્થાનનું વર્ણન પણ આવે, વેશ્યાઓનું વર્ણન પણ આવે. આ બધા પાયાના સિદ્ધાંતોનું વર્ણન તેમાં છે તે સાધકને સમજી લેવું અનિવાર્ય છે.
ગણિતાનુયોગ ત્રીજો વિભાગ છે, તેમાં વિશ્વનું ચિત્ર છે. વિજ્ઞાન પણ વિશ્વની વાત કરે છે. જુદા જુદા દર્શનોએ વિશ્વની વાત કરી છે, તેમ જૈનદર્શને પણ વાત કરી આખી સૃષ્ટિ ચૌદ રાજલોકમાં વહેંચાયેલી છે. તેના ત્રણ વિભાગો છે. પાતાળલોક, મધ્યલોક અને ઊર્ધ્વલોક. આકાશતત્ત્વનું વર્ણન પણ ગણિતાનુયોગમાં આવે છે. પર્વતો, નદીઓ, સાગરો વિગેરેનું વર્ણન તેમાં છે. શાસ્ત્રોનું કહેવું છે કે કદાચ વર્તમાન વિજ્ઞાન જુદી વાત કરે, તેને પણ ના ન પાડો, ઈન્કાર ન કરો, એ પણ કઈ દૃષ્ટિથી કહે છે તે સમજવા કોશિશ કરો.
ચોથી મહત્ત્વની વાત દ્રવ્યાનુયોગની છે. તેમાં જૈનદર્શનનાં ફન્ડામેન્ટલ પાયાના સિદ્ધાંતો છે તે સાધકે સમજવા અનિવાર્ય છે. આપણે કર્મથી મુક્ત બનવું છે, મોક્ષની પ્રાપ્તિ કરવી છે, પણ તેના વિષે આપણી સમજ બહુ સ્પષ્ટ નથી. કમરચના કેવી રીતે થાય છે અને કર્મ કેવી રીતે બંધાય છે? શા માટે કર્મ રચના થાય છે? કોની ભૂલથી કઈ રીતે કર્મ રચના થાય છે? તેના પરિણામો કેવાં આવે છે અને કઈ રીતે તેનો વિપાક એટલે ફળ ભોગવવું પડે છે, જગતમાં એ ફળ ભોગવવાનાં કયાં ક્યાં સ્થળો છે? અને કર્મના પ્રકારો કેટલા છે તે સમજવું જોઈએ. કર્મની મુખ્ય પ્રકૃતિ ૮ છે અને પેટા પ્રકૃતિ ૧૫૮ છે. પરંતુ અસંખ્ય પ્રકૃતિઓ છે, અને ભિન્ન ભિન્ન જે કર્મની પ્રકૃતિઓ છે, તેનું પરિણામ ભોગવવા માટે ભિન્ન ભિન્ન સ્થળો પણ છે. ૮૪ લાખ જીવ યોનિનું વર્ણન શાસ્ત્રકારોએ કર્યું છે. કેટલા બધા જન્મ લેવાનાં સ્થળો છે. અને ત્યાં શરીર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org