________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૭૫ બને છે. એક જ વસ્તુમાંથી તે બની છે તેને માટે જૈનદર્શને શબ્દ આપ્યો છે પુદ્ગલ. સાંખ્યદર્શને શબ્દ આપ્યો છે પ્રકૃતિ, વેદાંતે શબ્દ આપ્યો છે પંચમહાભૂત. જગતની આ બધી રચનાઓ પુગલમાંથી બનેલી છે. બધાની અવસ્થા બદલાયા કરે છે અને નવી નવી રચના થયા કરે છે. વાત મહત્ત્વની એ કરવી છે કે આવી અવસ્થાઓ જગતમાં થાય છે, બદલાય છે, ઘટનાઓ ઘટે છે પણ એ અવસ્થાઓ પોતાને જાણતી નથી. તો કોણ જાણે છે? જગતમાં એક એવું તત્ત્વ છે જે આનાથી જુદું છે તે બધી અવસ્થાઓને જાણે છે, પ્રત્યેક ક્ષણે એ જાણે છે અને જાણ્યા જ કરે છે. જેમ અગ્નિમાંથી પ્રત્યેક ક્ષણે ઉષ્ણતા પ્રગટ થાય છે, પ્રત્યેક ક્ષણે ગરમી આવે છે તેમ આત્મામાંથી, અંદરમાંથી પ્રત્યેક ક્ષણે જાણવાની અવસ્થા પ્રગટ થાય છે. તે બધી અવસ્થાઓને જાણે છે અને મઝાની વાત તો એ છે કે બધી અવસ્થાઓને જાણે છે છતાં બધી અવસ્થાઓથી જુદો છે. જાણે છે તે એક વાત, અને જાણવા છતાં ન્યારો રહે છે, જુદો રહે છે તે બીજી વાત. સાવધાન થઈને સાંભળજો, આ માર્મિક વાત છે. “સર્વ અવસ્થાને વિષે ન્યારો સદા જણાય.” જગતમાં અનંત અવસ્થાઓ છે તે બધી જ અવસ્થાઓને જાણે છે. એ જાણનાર અંદર બેઠો છે, તે માત્ર જાણે છે અને અવસ્થાઓથી જુદો છે.
મારે એક મહત્ત્વની વાત એ કરવાની છે કે એ જે જાણનાર છે એ પ્રગટરૂપ ચૈતન્યમય છે. એ એંધાણ સદાનું છે. તમે આત્માને માનો કે ન માનો, શાસ્ત્રોનો સ્વીકાર કરો કે ન કરો, અમારો કોઈ આગ્રહ નથી. પરંતુ પરમકૃપાળુદેવને એમ કહેવું છે કે જગતમાં એક એવું અસ્તિત્વ છે કે જે પ્રત્યેક સમયે બધી વસ્તુઓને જાણે છે, પણ બધાથી જુદું છે. શબ્દ શું વાપર્યો ? એ એંધાણ સદાય. આ સૌરાષ્ટ્રનો તળપદી શબ્દ છે. એંધાણ એટલે ચિન્હ અથવા લક્ષણ. લક્ષણ એને કહેવાય કે જે વસ્તુમાં કાયમ હોય. ગોળનું લક્ષણ ગળપણ છે. આ ગોળનું લક્ષણ ગળપણ છે તે આજે અને અત્યારે ૨૦૦૬ ની સાલમાં હોય, ૨૦૧૨ ની સાલમાં હશે કે નહિ. ૨૦૦૫ માં તે ગળ્યો હતો કે નહીં? તો કહો ને કે જ્યારથી ગોળ ધરતી ઉપર છે ત્યારથી ગોળ તો ગળ્યો જ છે અને ગળ્યો રહેશે. ગોળનું લક્ષણ જેમ ગળપણ છે, તેમ આ જગતમાં જીવ છે તેનું લક્ષણ જાણવું' તે છે, તે તેનું એંધાણ અથવા નિશાની-ચિન્હ છે. આનંદધનજીને કોઈ જીજ્ઞાસુ મુમુક્ષુ પૂછવા ગયા હશે કે આત્મા કેવો છે, તે બતાવો ને? અને તે વખતે તેઓ બોલ્યાં કે...
નિશાની કહાં બતાઉં રે, તેરો અગમ અગોચર રૂપ.' નિશાની ક્યાંથી બતાઉં? આત્મા તો અગમ છે, અગોચર છે, એ અભુત અને અદ્વિતીય છે, અવર્ણનીય છે, અતીન્દ્રિય છે. એની નિશાની કેવી રીતે બતાવું? અહીં જુદી રીતે વાત કરે છે. અહીં નિશાની બતાવી દીધી છે. એમ કહ્યું કે તે પ્રગટ છે, તેની નિશાની છે. એ એંધાણ, એ નિશાની એ ચિન્હ અને એ જ લક્ષણ અને બહુ અદ્ભુત શબ્દ વાપર્યો કે સદાય. સદાય એટલે ત્રણે કાળ, એવું નહિ કે જે આજે છે અને કાલે નથી. જ્યારથી અને જ્યાં સુધી એ દ્રવ્ય છે ત્યાં સુધી નિશાની આ છે.
પહેલી વાત - એ પ્રગટ છે. બહુ શાંતિથી ખ્યાલમાં રાખજો. ગંભીરતા છે માટે કહું છું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org