________________
૫
પુદ્ગલ પરાવર્તકાળમાં મુક્ત થશે.
સમ્યગ્દર્શનનો સ્પર્શ થયા પછી કાર્ય પૂરું થતું નથી. અમને સમ્યગ્દર્શન થઈ ગયું. હવે અમારે કશું કરવાની જરૂર નથી આ ભ્રમણામાંથી બહાર આવવા જેવું છે. આવું કહેનાર સમ્યગ્દષ્ટ નહીં હોય. સમ્યગ્દષ્ટિ ક્યારેય પણ સ્વીકારતો નથી કે હવે અમારે કશું કરવાની જરૂર નથી. સમ્યગ્દષ્ટિ તો એમ માને છે કે સાહેબ, આ તો પાશેરામાં પહેલી પૂણી છે, પ્રારંભ છે. હજુ અમારે યાત્રા કરવાની બાકી છે. સમ્યગ્દર્શનથી યાત્રાનો પ્રારંભ થાય છે. એક અર્થમાં કહો કે સમ્યગ્દષ્ટને મોક્ષનો પાસપોર્ટ મળ્યો. પરંતુ ટીકીટ લેવી, પ્લેન ઉપર જવું, પ્રવાસ કરવો, એ બધું ઘણું કામ હજુ બાકી છે. પાસપોર્ટ મળ્યો એટલે અમેરિકા પહોંચી ગયા તેટલું જો સરળ હોત તો જોઈતું તું શું ? હજુ તો પ્રારંભ છે. પરંતુ તેને એમ કહેવામાં આવ્યું કે તે તારું મુખ્ય કામ કર્યું છે, અને હવે મોક્ષમાં જવા માટે તું જે કંઈ પણ સાધના કરે તે તારી સાધના સફળ થશે, સાર્થક થશે, પણ એવું ન માનશો કે સમ્યગ્દર્શન થયું એટલે હવે કંઈપણ કરવાની જરૂર નથી. એમ માની જો અટકી જાય તો સમ્યગ્દર્શન નથી.
પ્રવચન ક્રમાંક - ૪૩, ગાથા ક્રમાંક - ૫૩
સમ્યગ્દષ્ટિને અંદરમાં તીવ્રતા છે, વેદના છે, વ્યથા છે. સમ્યગ્દષ્ટિ છ ખંડનો માલિક ચક્રવર્તી હોય તો પણ એ છ ખંડના માલિક ચક્રવર્તીને સંપત્તિમાં, સત્તામાં, સાહબીમાં મન લાગતું નથી. એને લાગ્યા જ કરે છે કે આ અનિત્ય છે, ક્ષણભંગુર છે. આ નાશવંત છે, આ પરતંત્ર છે. આ પરાધીન છે, આ મારું નથી, આ નશ્વર છે. આમાં અટવાવા જેવું નથી, અને એમ પણ થાય છે કે આ પણ કર્મનો સંયોગ છે, મારે તો અસંયોગી તત્ત્વનો સાક્ષાત્કાર કરવો છે. આ જગતનાં સંયોગોથી પર એક અસંયોગી તત્ત્વ છે. સમ્યગ્દર્શન જેને થાય તેનો જુસ્સો વધે છે, અભિલાષા વધે છે, તીવ્રતા વધે છે. એને સંસાર ખટકે છે, પીડા થાય છે, એને અસહ્ય વેદના થાય છે. આમ જોઈએ તો સમ્યગ્દષ્ટિ જેવો કોઈ સુખી નથી, તે ગમે તે હાલતમાં હોય, ગમે તે પરિસ્થિતિમાં હોય કે ગમે તે સંયોગમાં હોય, પરંતુ તે દુઃખી છે જ નહિ.
સમ્યગ્દષ્ટ જેવો કોઈ સુખી નથી, સાથે સાથે સમ્યગ્દષ્ટ જેવો કોઈ દુઃખી પણ નથી, આ વિરોધાભાસ છે. સુખી પણ છે અને દુઃખી પણ છે, એમ કેમ ? એ એટલા માટે દુઃખી છે કે પરમતત્ત્વ, ચૈતન્યતત્ત્વ, આત્મતત્ત્વ, પરમાત્મતત્ત્વ, શુદ્ધાત્મતત્ત્વ, આત્મદ્રવ્ય શુદ્ધ છે. તેના અનંત ગુણો શુદ્ધ છે, તેની અનંત પર્યાયો શુદ્ધ છે, આવું આત્મતત્ત્વ છે. એણે સમ્યગ્દર્શનમાં જોયું છે, જાણ્યું છે, પ્રત્યક્ષીકરણ કર્યું છે અને સાક્ષાત્કાર કર્યો છે. પરંતુ પર્યાયમાં તેનો અનુભવ થતો નથી માટે દુઃખી છે. દ્રવ્ય એણે જોયું છે, જાણ્યું છે, દ્રવ્યનું દર્શન એણે કર્યું છે, એને ખ્યાલ પણ આવ્યો છે કે મારું આત્મદ્રવ્ય ચૈતન્ય દ્રવ્ય એ તમામ દ્રવ્યોથી ભિન્ન છે. અસંખ્યાત પ્રદેશોમાં છે. અનંતગુણોથી ભરેલું છે, અનંત પર્યાયોથી યુક્ત છે, છતાં તેના ઉપર આવરણ છે. આ આવરણની પીડા તેને થાય છે. એ આવરણની વેદના તેને થાય છે. તેને થાય છે કે પરમતત્ત્વની હું પ્રગટ અનુભૂતિ કરી શકતો નથી. એ ક્યારે હું કરીશ ? પ્રગટ તત્ત્વની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org