________________
o
પ્રવચન ક્રમાંક - ૪૩, ગાથા ક્રમાંક - ૫૩
હું ફરી કહું છું કે આ ગાથા ઘણી અદ્ભુત છે. ઘણા કોયડાઓ આ ગાથા વડે ઉકલી જાય છે. દેહ ન જાણે તેહને, આ તેહને શબ્દ વાપરવામાં આવ્યો તે ઈન્દ્રિય માટે નહિ, પ્રાણ, બુદ્ધિ કે મન માટે નહિ, પરંતુ જે નથી દેખાતો છતાં છે તેના માટે વાપરેલ છે. જ્યારે સદ્ગુરુ ઉપદેશ આપે છે ત્યારે સદ્ગુરુ શિષ્યને કહે છે. અરે શિષ્ય ‘અયમાત્મા’ આ આત્મા છે, શિષ્ય સમજ્યો નહીં. શિષ્યને બીજી વખત કહે છે કે ‘પ્રજ્ઞાનં બ્રહ્મ’ એ આત્મા જ્ઞાનમય અને આનંદમય છે. તો શિષ્યને થયું કે આ કોની વાત કરે છે, આ જ્ઞાનમય છે, આનંદમય છે ? એટલે ત્રીજી વખત કહ્યું કે તત્ત્વમસિ એ તું છો, અને અમે તારી વાત કરીએ છીએ. આ અનંતજ્ઞાની પુરુષોએ વાત કરી છે તે પર્ટીક્યુલર વ્યક્તિગત તમારી વાત કરી છે. અમે તમારાં હાલરડાં ગાઈએ અને તમે ગેરહાજર ? આ ઓછી મુશ્કેલી નથી. તમે ના, ના, ના કર્યા કરો છો અને અમે કહીએ છીએ કે તમે શુદ્ધ છો, બુદ્ધ છો, મુક્ત છો, પરંતુ તમે કહો છો ‘અમે શુદ્ધ નથી, બુદ્ધ નથી, અમે દુ:ખી છીએ, ચિંતાતુર છીએ, મુંઝાયા છીએ. અમારા દુઃખનો કોઈ પાર નથી'. અરે ! તું નથી આ. તું આ બધાથી જુદો છો. આ તો કર્મની રચના છે, પણ આ સમજવા જીવ તૈયાર નથી. ‘તત્ત્વમસિ’ તે તું છો. તું જે તને માને છે તે શરીર તું નથી. આ નામ પાડ્યું છે, તે મારું છે એમ તું માને છે પણ તે નામ તારું નથી, શરીરનું છે. આ જ્ઞાતિ તારી છે એમ માને છે પણ તે તું નથી. હું ધનવાન છું કે શ્રીમંત છું કે વકીલ છું, વિદ્વાન છું, પ્રોફેસર છું, પતિ છું, પત્ની છું, કાળો છું, ગોરો છું એમ જે તું માને છે તે પણ તું નથી. ‘તત્ત્વમસિ’, તે તું છો. જે આત્માની વાત કરીએ છીએ એ આત્મા તું છો. ત્રીજે તબક્કે શિષ્ય જરા ધ્યાનમાં ઊતરે છે. ધ્યાનમાં ગયા પછી બધા વિકલ્પો શાંત થાય, બધા વિચાર શાંત થાય, બધી વૃત્તિઓ શાંત થાય, બધા જ દ્વન્દ્વો શાંત થાય, બિલકુલ શાંત બની જાય, એક પણ તરંગ ઊઠતો ન હોય તે વખતે તે અનુભવ કરે છે. અને અનુભવ કરીને જ્યારે બહાર આવે છે ત્યારે એમ કહે છે કે અહં બ્રહ્માસ્મિ ! હું બ્રહ્મ છું.
શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યધન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું ? કર વિચાર તો પામ.
શબ્દો થાકે છે. કેટલું તને કહીએ ? આ આત્મા શરીરમાં જ છે, નિકટમાં છે તો સાહેબ ! કેમ ન જણાય ? દેહ ન જાણે તેહને, પહેલી વાત. દેહ આત્માને જાણતો નથી અને જાણી શકશે પણ નહિ, જાણવાની ક્ષમતા તેનામાં નથી તેથી દેહ આત્માને ન જાણે. દેહમાં આત્મા છે, આ કંટાળો આવે તેવી વાત છે પણ નિર્ણય તો કરવો જ પડશે કે શરીરમાં આત્મા છે પણ શરીર આત્માને જાણી શકતું નથી. શરીર ઘણું જ સક્ષમ છે, ઘણું અદ્ભુત છે. આ નામકર્મની રચના ઘણી અદ્ભુત છે. આ શરીરનો એક પણ સ્પેરપાર્ટ એટલે અંગ બગડી ગયું હોય તો બજારમાં એવું અંગ કોઈ મળશે નહિ. દાંત કુદરતે બેસાડેલા, ફીટ કરેલા છે. જો પાડવા હોય તો ઈન્જેક્શન આપવું પડે. આ દાંત કર્મતંત્રે ફીટ કરેલા છે. શરીરની રચના દિવ્ય છે, અલૌકિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org