________________
૫૮
પ્રવચન ક્રમાંક - ૪૩, ગાથા ક્રમાંક - પ૩ નવ તત્ત્વોને જાણવાની વાત છે. મોક્ષ જોઈએ છે કે રમત કરવી છે? જેને આ અવસ્થા પ્રાપ્ત કરવી છે તેને આ નિર્ણય કરવો પડશે કે આત્મતત્ત્વ છે.
અહીંથી વાતની શરૂઆત થાય છે, પણ આત્મતત્ત્વનો નિશ્ચય-નિર્ણય કરવામાં ઘણી મુશ્કેલી થાય છે. પહેલી મુશ્કેલી એ થાય કે જે આત્મા નામનો પદાર્થ છે, આત્મા નામનું તત્ત્વ છે તે પોતે રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ, આકૃતિથી રહિત છે – અરૂપી છે. સમયસારની પરિભાષામાં અરૂપ, અરસ, અગંધ, અસ્પર્શ, અશબ્દ એવું જે આત્મતત્ત્વ છે તેને જાણવું કેવી રીતે? લેબોરેટરીમાં તે જાણી ન શકાય. શિષ્ય કહે છે કે આ જાણવાના ઘણા સાધનો છે. તેમાં શરીર પહેલું સાધન, પછી બીજુ સાધન ઈન્દ્રિયો, ત્રીજું પ્રાણ, ચોથું મન. આ બધી આપણી પ્રોપર્ટી છે. આપણે જાણીએ છીએ, જોઈએ છીએ, કામ કરીએ છીએ. એ બધાનું માધ્યમ કંઈપણ હોય તો આ છે. તેના દ્વારા આપણે જાણવાનું કામ કરીએ છીએ. પરંતુ પરમકૃપાળુદેવને સ્પષ્ટ શબ્દોમાં કહેવું છે કે આ તમારા સાધનો આત્મતત્ત્વને જાણવામાં ઉપયોગી થઈ શકે તેમ નથી. આપણી મિલ્કત શરીર, મન, પ્રાણ, ઈન્દ્રિયો આ બધાના જોર ઉપર આપણે સ્કૂલ જીવન જીવીએ છીએ. આપણે બધાને કહીએ છીએ કે હજુ તંદુરસ્ત છું, તાવ નથી આવતો, માથું નથી દુઃખતું, આંખો સારી છે, બધું જોઈ શકાય છે. મન પણ જાગૃત છે, આ ખરી વાત, પણ તારા આ સાધનો આત્મતત્ત્વને જાણવાના કામમાં આવે તેમ નથી. કંઈ કારણ?
દેહન જાણે તેહને, જાણે ન ઈદ્રી પ્રાણ;
આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણ. આ અદ્ભુત ગાથા છે. હું વારે વારે અભુત શબ્દ અમસ્તો નથી વાપરતો. અભુત જ છે. અને હવે જે આત્મસિદ્ધિની ગાથાઓ ચાલુ થાય છે તે મધદરિયો છે. અત્યાર સુધી કિનારે હતાં. આ મધદરિયો આવ્યો. આપણને આત્મસિદ્ધિની પારાયણ કરવી ગમે, અલગ અલગ રાગમાં આત્મસિદ્ધિ ગાવી આપણને ગમે, વાદ્યવૃંદ સાથે આત્મસિદ્ધિ ગાવાનું ગમે પણ આત્માનો સમ્ય નિર્ણય કરવો તેમાં આપણે નબળાં પડી જઈએ છીએ, કાચા રહીએ છીએ. જ્યાં સુધી નિર્ણય નહિ થાય ત્યાં સુધી વાત અધૂરી. સૌરાષ્ટ્રના ગામડામાં સગપણ કરવા જાય અને મન ચલ વિચલ થાય તો ૨૫ જણ વળગી પડે. જ્યાં સુધી ગોળ ન ખાય ત્યાં સુધી જવા ન દે. ગમે તેમ કરી ચોકઠું ગોઠવી દે. અહીં શાસ્ત્રોનું કહેવું છે કે ગમે તે હિસાબે આત્મતત્ત્વનો નિર્ણય કરો. પદમાનંદજી આચાર્યે કહ્યું કે થમ િમૃત્વ મત્યુની કિંમત ચૂકવીને તું આત્માને જાણ, જાણવા વિષે કુતૂહલવાળો થા, અને આત્માને જાણ. મૃત્યુની કિંમત ચૂકવવાથી પણ જો આત્મા મળતો હોય તો મૃત્યુની કિંમત ચૂકવવા જેવી છે. સંમત છો ને મારી વાતમાં. અમૃત તત્ત્વ આપણને જ પ્રાપ્ત થાય તો જીવનની અવસ્થા જુદી બની શકે છે. પણ આત્મતત્ત્વનો નિર્ણય કરી શકતા નથી.
દરેક ઈન્દ્રિયોને પોતપોતાના વિષયનું જ્ઞાન છે. આ વાત ફરીથી, રીપીટ કરીને કહીએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org