________________
પ્રવચન ક્રમાંક - ૪૨, ગાથા ક્રમાંક - પર ટાઈમ પૂરો થઈ જાય એટલે પળ પણ રાખતું નથી.
“છે ઈન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન'. દરેકને પોતાના વિષયનું જ્ઞાન છે. જ્ઞાન છે એટલે જાણી શકે છે. પરંતુ જ્ઞાન ઈન્દ્રિયોને થતું નથી પણ ઈન્દ્રિયો દ્વારા આત્મા જાણે છે. હજુ બરાબર નહિ સમજો તો ગરબડ થાય તેમ છે. ઈન્દ્રિયોને જ્ઞાન થતું નથી પણ જ્ઞાનની પ્રક્રિયા જે આત્મામાં થાય છે તે આત્માને જાણવા માટે ઈન્દ્રિયો સહયોગી બની શકે છે. કાન સહયોગી ફેક્ટર છે. આત્માને શબ્દ સાંભળવો છે, તો આત્મા કનેક્શન કાન સાથે જોડે છે. તમે દીકરાને, પત્નીને ટેલિફોન કરો છો ને ? ડાયલ કરો એટલે કનેક્શન ચાલુ. આત્માને સાંભળવું છે તો કોને ડાયલ કરશે? કાનને ડાયલ કરશે અને કાન સાંભળશે. કાન સાંભળીને કહેશે લો સાહેબ, આ શબ્દો. શબ્દો આત્મા પાસે રજુ કરશે. આત્મા જાણશે. આ શબ્દો સારાં છે, આ શબ્દો ખોટાં છે, આણે મને ગાળ આપી, આણે નિંદા કરી, આણે મારી સ્તુતિ કરી. પછી ઉશ્કેરાવું, ચિડાવું, ગુસ્સે થવું વગેરે એ કાનનું કામ નથી. કોઈએ ગાળો આપી અને કાને સાંભળી, જો કાનનું કામ હોત તો તે ફટ દઈ બહાર નીકળી બે તમાચા ન મારત? પણ તે કાનનું કામ નથી, પણ શબ્દોની અસર તો અંદર બેઠો છે તેને થાય છે. કાનનું કામ તો એટલું જ હતું કે શબ્દો તમારી સામે મૂક્યાં. પણ એ શબ્દો જાણવાનું કામ કાન કરતાં નથી, જાણવાનું કામ જે કરે છે તે કાનથી જુદો આત્મા છે. તમે આંખ દ્વારા શરદ પૂર્ણિમાનો ચંદ્ર જોયો, ખીલેલું ફૂલ પણ જોયું, હસતાં બાળકને જોયું, સારા કપડાંને પણ તમે જોયાં. આંખનું કામ માત્ર સમાચાર આપવાનું છે કે આ શરદપૂર્ણિમાનો ચંદ્ર છે. પરંતુ તેના ઉપર નિર્ણય લેવો કે પ્રતિભાવ આપવો તે કામ આંખનું નથી. એ કામ કરનાર તો આંખથી જુદો છે અને તે આત્મા છે.
તો શું વાત આવી? આંખથી જુદો આત્મા, કાનથી જુદો આત્મા, નાકથી જુદો આત્મા, સ્પર્શનેન્દ્રિયથી પણ જુદો આત્મા. આંખ રૂપને જાણે, કાન શબ્દને જાણે, જીભ રસને જાણે, નાક ગંધને અને શરીર સ્પર્શને જાણે, પરંતુ એ પાંચે પાંચ વિષયોનું જ્ઞાન ઈન્દ્રિયોને થતું નથી પણ ઈન્દ્રિયો દ્વારા જાણવાનું કાર્ય જે કરે છે તે અંદર બેઠેલો સૌથી મોટો એકઝીક્યુટીવ આત્મા છે. સાહેબ ! આના ઉપર બધી ધામધૂમ છે અને તમે આ આત્માને ભૂલી ગયાં છો અને શબ્દમાં, રૂપમાં, ગંધમાં, સ્વાદમાં અને સ્પર્શમાં અટવાઈ ગયાં છો. તમે મૂલ્ય કોને આપો છો તે ચકાસો. મૂલ્ય ઈન્દ્રિયોને આપવાનું હોય કે મૂલ્ય આત્માને આપવાનું હોય? તમારી પાંચે પાંચ ઈન્દ્રિયો બરાબર છે તેમ ડૉક્ટર કહે, આંખ બરાબર છે, કાન અને નાક બરાબર છે, જીભ બરાબર છે, પાંચે ઈન્દ્રિયો બરાબર હોવા છતાં, જે દિવસે આત્મા અંદર નહિ હોય ત્યારે કોઈ ઈન્દ્રિયો કામ નહિ કરે. કારણ કે તે જાણનારો પાંચે ઈન્દ્રિયોથી જુદો હતો અને એ ચાલ્યો ગયો.
છે ઈન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન', એક હદ છે, એક ક્ષેત્રની મર્યાદા છે, અને એ જ મર્યાદામાં કામ થાય. જેમ દરેક પોલીસ સ્ટેશનને પોતાની હદ હોય છે. કેઈસ થયો હોય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org