________________
૪૨
પ્રવચન ક્રમાંક - ૪૧, ગાથા ક્રમાંક - પ૧ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે' આ બોધ એ કે દ્રષ્ટા દેશ્યથી પણ જુદો અને દૃષ્ટિથી પણ જુદો. દૃષ્ટિ નહિ હોય દ્રષ્ટા હશે, દશ્ય નહિ હોય દ્રષ્ટા હશે. તમે જે મકાનમાં રહેતા હતા તે મકાન વેચી નાખો અને બીજાને આપી દો, અને તમને કોઈ પૂછે કે ક્યાં રહો છો? તો કહેશો કે જૂનો ફલેટ કાઢી નાખ્યો અને નવા મકાનમાં રહેવા ગયા. ફલેટ વેચી નાખ્યો પણ તમે તો રહ્યા ને? મકાન બદલાયું તેમ દશ્ય બદલાયું, દૃષ્ટિ બદલાણી પણ દ્રષ્ટા બદલાતો નથી. દ્રષ્ટા જોનારો એનો એ છે.
દ્રષ્ટાનું કાર્ય માત્ર દૃષ્ટિથી જોવાનું છે. તેના ઉપર સ્ટેટમેન્ટ કે ટીકા ટીપ્પણી કરવાનું કામ એનું નથી. પણ તેમ થતું નથી. દૃષ્ટિથી જોવે છે અને ટીકા ટીપ્પણી કરવાની શરૂઆત કરે છે. આ જોવા જેવું છે આ જોવા જેવું નથી. આ સારું છે, આ ખરાબ છે. એ ગયો સારા નરસામાં. તો જે અંદર રહેલો દ્રષ્ટા તે આંખથી ક્યાંથી દેખાય? જે આંખથી જોનારો છે, તેવા આત્માને તેવા દ્રષ્ટાને આંખ કેવી રીતે જોવે? આંખથી દૃશ્ય પદાર્થ જોવાય છે પરંતુ જોનાર જુદો છે, એવાં જોનારને આંખ જોઈ શકતી નથી. કારણ આંખ જે પદાર્થને રૂપ છે એટલે વર્ણવાળી વસ્તુને જોઈ શકે છે પરંતુ અરૂપી વસ્તુને જોઈ શકતી નથી. દ્રષ્ટા આંખથી જુદો છે. જે દ્રષ્ટા છે દૃષ્ટિનો', મઝાનો શબ્દ છે. દ્રષ્ટા આંખથી દેખાય નહિ, એટલા માટે નથી દેખાતો કે આંખથી જોનારો જ પોતે છે. અને એ (આત્મા-દ્રષ્ટા) જો નહિ હોય તો આંખ પણ જોવાનું કામ નહિ કરે.
ઘણી વખત એવું થાય છે કે આપણે જતા હોઈએ અને નજીકનાં પરિચિત માણસો મળે, આપણું ધ્યાન ન હોય તો આપણા ખ્યાલમાં ન આવે. અને તે ભાઈને થાય કે આ ગયા તો ખરા પણ એણે સામું પણ ન જોયું? આંખ તો હતી પણ જોનારો સાબદો ન હતો. જોનારો બીજા વિકલ્પમાં, વિચારમાં રોકાયેલો હતો, માટે તેણે આંખનો ઉપયોગ કર્યો નહીં. કારણ કે જોવાનું કામ આંખ નથી કરતી પણ આંખ વડે દ્રષ્ટા કરે છે. તો “જે દ્રષ્ટા છે દૃષ્ટિનો' એ વાત પૂરી થઈ.
શિષ્ય એમ કહે છે કે “નથી દૃષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ' રૂપ પણ ક્યાં દેખાય છે? જો રૂપ હોય તો દેખાય તો ખરું ને? પરંતુ ગુરુદેવ કહે કે રૂપને જે જાણે છે એવો દ્રષ્ટા આત્મા છે. તેનું રૂપ જણાતું નથી પણ બધાના રૂપને જાણનારો અંદર બેઠો છે. સ્થૂલ, સૂક્ષ્મ આ બધાં જુદી જુદી જાતનાં જે જે રૂપ છે તે તમામ રૂપોને જાણનાર અંદર બેઠો છે. તારણ એ આવ્યું કે જે દ્રષ્ટા છે દૃષ્ટિનો', - એક, “જે જાણે છે રૂપ', એટલે જગતના બધા રૂપી પદાર્થોને તે જાણે છે - બે અને ત્રીજી વાત થોડી કઠિન કે “અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવ સ્વરૂપ. શરીર ભૂલાઈ જાય, ઈન્દ્રિયો ભૂલાઈ જાય, મન ભૂલાઈ જાય, દૃશ્ય ભૂલાઈ જાય, સમગ્ર સૃષ્ટિ ભૂલાઈ જાય, પણ જેને ભૂલી શકાતો નથી એવું એક તત્ત્વ છેવટે બચી જાય છે, એ જે તત્ત્વ બચી જાય છે તેને કહેવાય છે અબાધ્ય જેને બાધા પહોંચતી નથી.
ઉપનિષદમાં એક સરસ મઝાની વાત છે. પાંચ ઈન્દ્રિયો, મન, શ્વાસોચ્છવાસ, શરીર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org