________________
૪૦
પ્રવચન ક્રમાંક - ૪૧, ગાથા ક્રમાંક - ૫૧ આત્મા નથી પરંતુ બન્ને જુદા છે તેવો સ્વીકાર થાય. વેદાંતમાં દેહાધ્યાસ માટે ભ્રમ એટલે ભ્રાંતિ શબ્દ કહ્યો છે.
આટલી વાત કરીને ગુરુદેવ તર્કથી પ્રારંભ કરે છે. અહીં આપણને એક નવો શબ્દ મળે છે. એ શબ્દ છે દ્રષ્ટા. આ વેદાંતનો શબ્દ છે, સાંખ્યદર્શનનો પણ છે, ધ્યાન શાસ્ત્રનો તેમજ નિશ્ચયનયનો પણ શબ્દ છે. કુંદકુંદાચાર્યજીએ પણ આ શબ્દનો પ્રયોગ કર્યો છે. આધ્યાત્મિક જગતનો સૌથી શ્રેષ્ઠ શબ્દ છે દ્રષ્ટા. તમે માત્ર જોનારા છો, જાણનારાં છો, કરનારાં નથી. આપણે એમ કહીએ છીએ કે અમે જોનાર-જાણનાર નથી પણ ધરાઈને કરનારાં છીએ. એ આપણો કર્તાભાવ છે. જીવનમાં એક એવી અવસ્થા છે કે તું છો, તારી હાજરી છે, પ્રક્રિયા થાય છે પણ તું દ્રષ્ટા છો. દ્રષ્ટા એટલે જોનારો. હવે જે ગાથાઓ આવે છે તે બરાબર સમજવાની ગાથાઓ છે, જરા કઠિન પડશે, પરંતુ બહુ જાગૃતિપૂર્વક આ ત્રણ શબ્દો દ્રષ્ટા, દૃષ્ટિ અને દશ્ય
ખ્યાલમાં લેવા પડશે.
દૃશ્ય એટલે જે દેખાય છે તે. આખા જગતમાં સમગ્ર પદાર્થો, જુદા જુદા આકાર, જુદી જુદી રચનાઓ એ જે કંઈપણ દેખાય છે તેને કહેવાય છે દશ્ય. એ જે દશ્ય દેખાય છે તેને જોવાનું સાધન તે દૃષ્ટિ. પદાર્થો તો છે પણ કોણ જોશે ? શેના દ્વારા તમે જોશો ? કયું સાધન ? એ જોવાનું સાધન તેને કહેવાય છે દૃષ્ટિ. અને એક ત્રીજી વસ્તુ આપણે ભૂલી જઈએ છીએ. જગતના પદાર્થો છે તે ખબર છે. તે આંખથી દેખાય છે તે ખબર છે પરંતુ તેની પાછળ જોનાર ત્રીજો છે તેનો સ્વીકાર આપણે કરી શકતા નથી. દશ્ય છે તેને જોનાર દષ્ટિ છે. પદાર્થો છે અને તે આંખથી જોઈ શકીએ છીએ. પરંતુ આંખ તો સાધન છે, સૃષ્ટિ તો સાધન છે. આંખને સાધન બનાવી આંખથી જોનાર જુદો છે. એ જોનાર દશ્યથી જુદો, દૃષ્ટિ એટલે આંખથી પણ જુદો, એ જોનાર દ્રષ્ટા કહેવાય છે. ત્રણ વાતો આવી. જોનારો દ્રષ્ટા દૃષ્ટિથી પણ જુદો, દશ્યથી પણ જુદો, સ્થૂલ શરીરથી પણ જુદો. તે સ્થૂલ શરીરમાં બેઠો છે, તે જોઈ શકે છે. એ જોવે છે અને તેને જોવા માટે જે સાધન જોઈએ છીએ તેને કહેવાય છે દષ્ટિ. દૃષ્ટિ એટલે આંખ. આંખથી દેખાય છે, આંખ વડે જોવાય છે પણ આંખ પોતે જોતી નથી. આંખને સાધન બનાવી જે જોનાર છે તે દ્રષ્ટા છે. આંખ બંધ હોય તો પણ અંદર દ્રષ્ટા જાણી શકે છે. જાણનાર તો જુદો છે પરંતુ તે આંખનો સાધન તરીકે ઉપયોગ કરી જાણે છે. ગુરુદેવ કહે છે કે આંખ દ્વારા જે જોનાર છે તે આંખથી જુદો છે, તો આંખ પણ જુદી, વસ્તુ દશ્ય તે પણ જુદું અને જોનાર દ્રષ્ટા પણ જુદો. આ ત્રણે જુદા છે. તમે સૂર્યને જુઓ છો. તેમાં સૂર્ય દશ્ય તે તમારાથી જુદો. આંખ વડે તમે જુઓ છો તો આંખ પણ જુદી છે એટલે દૃષ્ટિ જુદી અને તમે જોનાર છો, તમે દ્રષ્ટા છો તો તમે સૂર્ય અને આંખ એટલે દૃશ્ય અને દૃષ્ટિથી જુદાં છો.
બાલ્યાવસ્થા આવી તે ગઈ, પછી યુવાવસ્થા આવી, તે પણ ગઈ પછી વૃદ્ધાવસ્થા આવી. ફૂલ ખીલ્યું અને કરમાઈ ગયું. પાણીનો પ્રવાહ વહેતો હતો તે બદલાઈ ગયો. શરદપૂર્ણિમાનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org