________________
૩૮
પ્રવચન ક્રમાંક - ૪૧, ગાથા ક્રમાંક - ૧૧ સેવા કરે તો તમારા કહેવા પ્રમાણે તે દેવલોકમાં જ ગયાં હોવાં જોઈએ. હું તો ખૂબ જ નાસ્તિક છું. હું કંઈ જ કરતો નથી. મારા દાદીમાને પણ મારા ઉપર ખૂબ જ પ્રેમ હતો, તો કમ સે કમ તેઓ મને કહેવા તો આવે ને કે “પરદેશી ! દેવલોક છે, સ્વર્ગલોક છે, અને સતકર્મ કરવાથી સારું ફળ મળે છે તો તું સત્કર્મો કરજે”. પણ મને અત્યાર સુધી કોઈ કંઈ કહેવા આવ્યું નથી. તેથી કેવી રીતે કહી શકાય કે આત્મા છે તથા તેને જુદો માનવો તે પણ મિથ્યા છે. અને તેથી મોક્ષ ઉપાયની વાત પણ મિથ્યા છે.
શિષ્યનો પક્ષ બરાબર સાંભળીએ તો આપણને લાગે કે આ શિષ્ય કહે છે તે બરાબર છે, પોઝીટીવ છે. શિષ્ય એમ કહે છે કે આ મારા અંતરની શંકા છે, શલ્ય છે, તે ખટકે છે, મૂંઝવે છે અને અમને પીડા પણ થાય છે કે અમે નક્કી કરી શકતાં નથી કે આત્મા છે કે આત્મા નથી. જો એમ નક્કી કરીએ કે આત્મા નથી તો ઉપાયની કંઈ જરૂર નથી. પરંતુ આ શિષ્યની ભૂમિકા એવી છે કે તે વચ્ચે ઊભો છે. શિષ્ય ના પણ નથી સ્વીકારી અને હા પણ નથી સ્વીકારી. માટે શિષ્ય કહે છે કે ગુરુદેવ ! સમજાવો કે આત્મા છે કે નથી. શિષ્યની દલીલો જે આપણે જોઈ ગયા હતા તે પુનઃ યાદ કરી.
- હવે સગુરુદેવ સમાધાન કરવા પ્રારંભ કરે છે. સમાધાન તર્કથી, બુદ્ધિથી થવું જોઈતું હતું પણ અહીં ગુરુદેવ તર્કનો ઉપયોગ કરતા નથી, બુદ્ધિનો ઉપયોગ કરતા નથી, પરંતુ આપણને બેહોશ કરનાર એક ત્રીજું તત્ત્વ આંતરિક જગતમાં કામ કરે છે તેનો બોધ આપે છે, અને વાસ્તવિકતાનું ભાન કરાવે છે. જેમ કોઈ ભાંગ પીવે તો નશો ચડે, ધતુરાના પાન ચાવી જાય તો નશો ચડે. પછી તે જે કંઈપણ કરે તે નશામાં જ કરે, નશાની સત્તા તળે, નશાને આધીન થઈને કરે છે. તે નોર્મલ નથી, એ સ્વસ્થ નથી. તેમ આધ્યાત્મિક જગતમાં પણ આપણને બેહોશ, મૂર્ણિત અથવા બેભાન બનાવનાર તત્ત્વ છે. આપણને થશે કે આપણે તો જાગૃત છીએ, બેભાન નથી. એક મચ્છર પણ આપણી ઉપર બેસે તો આપણને ખબર પડે છે, આપણે તેને ઉડાડવા કોશિશ કરીએ છીએ, કારણ કે આપણે જાગૃત છીએ. કરોડો રૂપિયાનો બીઝનેસ આપણે કરીએ છીએ, આ બધું જ કરતાં હોવા છતાં જ્ઞાની પુરુષ એમ કહે છે કે આપણે બેહોશ છીએ, અસલિયતનું આપણને ભાન નથી. જે વાસ્તવિક છે તેનું આપણને ભાન નથી, એ બેહોશ કરનાર તત્ત્વ તેને શાસ્ત્રીય પરિભાષામાં મિથ્યાત્વ મોહનીય કર્મ કહે છે. તેના માટે બીજો એક શબ્દ દર્શનમોહ છે. કર્મો આઠ પ્રકારનાં છે અને તેમાં રાજા જેવું બળવાન મોહનીય કર્મ છે. મોહનીય કર્મના બે ભાગ, દર્શન મોહનીય અને ચારિત્ર્ય મોહનીય. તેમાં સૌથી વધારે વ્યગ્ર અને બેહોશ બનાવનાર દર્શન મોહનીય છે.
સાધકને જ્યારે પારમાર્થિક સાધનાનો પ્રારંભ કરવાનો હોય ત્યારે સૌથી પહેલાં તેને દર્શનમોહનીય સાથે કામ કરવું પડશે. એ દર્શનમોહનીયને શાંત કરવું પડશે, ખસેડવું પડશે. તેનો ઉપશમ કરવો પડશે. તેનું જોર ઓછું કરવું પડશે એની પકડમાંથી મુક્ત થવું પડશે. તેની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org