________________
૩૬
પ્રવચન ક્રમાંક - ૪૧, ગાથા ક્રમાંક - ૨૧ છીએ, અને યથાર્થપણે જે આત્મતત્ત્વ છે તે નિશ્ચય સૃષ્ટિમાં આપણે પ્રવેશ કરવો છે, તે માટે આપણે પુરુષાર્થનો પ્રારંભ કરીએ છીએ. દરેક વ્યક્તિએ પોતે નિશ્ચય કરવાનો છે. કોઈનો નિશ્ચય તમારા કામમાં નહિ આવે. જો બીજાનો નિશ્ચય આપણા કામમાં આવે તો કાર્ય ઘણું સુગમ થઈ જાય. આ ધરતી ઉપર અનંતજ્ઞાની પુરુષોએ નિશ્ચય કર્યો છે. આપણે એટલું કહી શકીએ કે તમે જે કહો છો તે અમને માન્ય છે પરંતુ એટલા માત્રથી વસ્તુની પ્રતીતિ થતી નથી. પરંતુ
सव्वाइं जिणेसरभासियाई वयणाई नन्नहा हुंति ।
इअ बुद्धी जस्स मणे, सम्मतं निच्चलं तस्स ॥ એક અપવાદ એવો પણ છે કે સર્વ તીર્થકર ભગવંતો, જિનેશ્વર ભગવંતોએ પોતાના શબ્દોમાં અનુભવ પ્રગટ કર્યો છે. તેમનાં વચનો ખોટાં નથી. મિથ્યા નથી, જૂઠાં નથી, અધૂરાં કે અપૂર્ણ નથી, ખંડિત નથી તેમજ અન્યથા નથી, પણ સાચાં છે, આવો સ્વીકાર જે બુદ્ધિમાં કરે છે તેને વ્યવહાર સમ્યક્ત્વ કહેવામાં આવે છે. આ એક પ્રાથમિક અવસ્થા થઈ.
શિષ્ય પોતાની મૂંઝવણ સદ્ગુરુ પાસે પ્રગટ કરે છે. જે આપણે જોઈ ગયા છીએ, છતાં તેને સંક્ષેપમાં ફરી જોઈ લઈએ. શિષ્યને એમ કહેવું છે કે તમે જે આત્માની વાત કરો છો તે દૃષ્ટિમાં આવતો નથી, જોવામાં આવતો નથી, એનું કોઈ રૂપ જણાતું નથી અને બીજી કોઈ રીતે એ આત્માનો અનુભવ થતો નથી. આ જોતાં અમારું મન એવું માનવા તૈયાર થાય છે કે આત્મા નથી. આ મૂંઝવણ શિષ્યની છે. અતીન્દ્રિય સૃષ્ટિમાં ઈન્દ્રિયો મદદગાર થઈ ન શકે, છતાં એ જે દલીલ કરે છે તે ઈન્દ્રિયના પક્ષથી જ કરે છે. શરીર જ આત્મા છે, શરીર અને આત્મા બંને જુદાં છે તેમ માની લેવાની જરૂર નથી અથવા ઈન્દ્રિયો જ આત્મા છે, અથવા પ્રાણ એટલે શ્વાસોચ્છવાસ જ આત્મા છે. આ ત્રણેનો આપણને અનુભવ થાય છે આપણે શ્વાસ લઈએ છીએ માટે જીવીએ છીએ. જે દિવસે શ્વાસ લેવાનું બંધ થઈ જશે તે દિવસે આપણને મૃત જાહેર કરવામાં આવશે. તો એવું હોઈ શકે કે શરીર તે આત્મા છે, અથવા ઈન્દ્રિયો અથવા પ્રાણ તે આત્મા છે. અમને એમ લાગે છે કે તે બધાથી આત્મા જુદો છે તેમ માનવું અમને જરૂરી લાગતું નથી, કારણકે આત્માનું કોઈ જુદું ચિન્હ નથી, જુદુ એંધાણ નથી.
વળી જો આતમા હોય તો જણાય નહીં તે કેમ? ગુરુદેવ ! તમે કહો છો તેમ આત્મા જો હોય તો કેમ જણાય નહિ ? આખા જગતમાં આત્મા, આત્મા આત્મા એમ વાત થાય છે, જગતના જીવો આત્માની ખોજ કરે છે, તો આત્મા હોય તો જણાય કે દેખાય કેમ નહિ? નજરમાં કે અનુભવમાં આવે કેમ નહિ? તે પ્રત્યક્ષ કેમ થાય નહિ ? કારણ જગતમાં જે જાતજાતના પદાર્થો છે, જેનું અસ્તિત્વ છે, જેનું બંધારણ છે, જેની રચના છે, જેનામાં વજન, કદ, આકાર છે, અને જે પદાર્થો ધરતી ઉપર છે તે આપણને દેખાય છે. અને દેખાય છે માટે તેમને સ્વીકારવામાં મુશ્કેલી પડતી નથી. તમે જે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org