________________
૩૪
પ્રવચન ક્રમાંક - ૪૦, ગાથા ક્રમાંક - ૪૯-૫૦ વખતે તમે કહેશો કે હા, આત્મા દેહથી જુદો છે. એ દર્શનમોહ દૂર કરવાની જે સાધના છે તેને જ્ઞાનીઓ સમ્યગ્દર્શનની સાધના કહે છે.
સમ્યગ્રદર્શનની સાધના એ અત્યંત મહત્ત્વની સાધના છે. કેમકે સમ્યગદર્શન થયા પછી તમામ સાધના વેલીડ ગણાય. જ્ઞાની તેને માન્ય રાખે છે. સમ્યગદર્શન પહેલાં સમ્યગદર્શનની પૂર્વ તૈયારી કરવી પડે. સમ્યગદર્શનની પૂર્વ તૈયારી એટલે યોગની ચાર દૃષ્ટિઓનો પુરુષાર્થ. મિત્રા, તારા, બલા, દીપ્રા વિગેરે. ચારેચાર દૃષ્ટિઓમાં જે વિકાસ થાય છે તે સમ્યગદર્શનની પ્રાપ્તિ પહેલાંની ભૂમિકા છે. શાસ્ત્રીય પરિભાષામાં ગરમાવર્ત- કાળમાં પ્રવેશ થયા પછી અપુર્નબંધક અવસ્થા અને યોગની ચાર દૃષ્ટિઓનો પુરુષાર્થ કર્યા પછી સમ્યદર્શન થાય છે. અને સમ્યદર્શન પછી જે કંઈ થાય તે વીતરાગતાની સાધના છે. તે પરિપૂર્ણ સાધના છે.
આ તમામ સિદ્ધાંતો અને સૂત્રો ધ્યાનથી વિચારજો. આપણે જે સંવાદ કર્યો તે સંવાદનું માધ્યમ આત્મસિદ્ધિ શાસ્ત્ર. આ પાયાની વાત, અમને બહુ મઝાની ગોળ જેવી ગળી લાગે છે. ગોળ કરતાં પણ વધારે ગળી લાગે છે. આત્માને જાણો અને ભેદજ્ઞાન થાય તો જીવન કેવું થાય? ગળ્યું અને મધુર બની જાય. આવી એક સંવાદની શૈલી આ ગાથામાં થઈ. હવે જોગ થશે ત્યારે ““જે દ્રષ્ટા છે દૃષ્ટિનો જે જાણે છે રૂપ'' - તે ગાથાથી વિચારણા થશે. તે માટે પૂર્વ તૈયારી કરી રાખજો. એટલે ખેડવું ન પડે, સીધું જ વાવેતર થાય. વાવો ને ઊગી જાય અને મહેનત કરવી ન પડે. આવી અવસ્થા જીવનમાં પ્રાપ્ત કરજો.
ધન્યવાદ! આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org