________________
પ્રવચન ક્રમાંક - ૪૦, ગાથા ક્રમાંક - ૪૯-૫૦ દેહાભિમાન કયારે ગળે ? વ્યાસજીએ કહ્યું કે પરમાત્માને જો જાણે તો દેહાભિમાન ગળે. પછી શું થાય ? યંત્ર યંત્ર મનો યાતિ, તેનું મન જ્યાં જ્યાં જાય, તંત્ર તંત્ર સમાધય: એટલે મન જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં સમાધિ જ છે. શું વાત છે આ ? દેહાભિમાન ગળી જાય અને પરમાત્માને જાણ્યા પછી તેનું મન કોઈ પણ ઠેકાણે જાય જ નહિ. જેમ ભ્રમર ગુલાબના ફૂલને મૂકીને ક્યાંય ન જાય, તેમ આનું મન બીજે ક્યાંય ન જાય. યંત્ર યંત્ર મનો યાતિ, તંત્ર તંત્ર સમાધય: । આવું એક સામર્થ્ય છે, કારણ કે મિથ્યાત્વનો નશો ઊતરી ગયો.
મિથ્યાત્વનો નશો અથવા મિથ્યાત્વરૂપી ઝેર ઊતરશે ત્યારે આવો અનુભવ તમને પણ થશે. માટે કહ્યું કે દેહ અને આત્મા જુદાં છે માટે બંને જુદાં પડી શકે છે. તેલ અને તલ જુદા છે માટે ધાણીમાં નાખી તેલ જુદું પાડી શકાય છે. પ્રોસેસ કરવાથી દૂધમાંથી ઘી નીકળી શકે છે, તેમ પ્રોસેસ કરવાથી દેહ અને આત્મા જુદા પાડી શકાય છે. અંબાલાલભાઈએ ટીકામાં લખ્યું છે કે ‘દેહાધ્યાસથી એટલે અનાદિકાળના અજ્ઞાનને કારણે દેહનો જ પરિચય છે.’ બહુ સરળ વાત છે, જેની સાથે પરિચય હોય તેની સાથે સંબંધ થાય. જેની સાથે સંબંધ થાય તેની સાથે પ્રેમ થાય, મમત્વ થાય. જેની સાથે સંબંધ થાય તેના ઉપર સ્નેહ પણ હોય કે આ અમારા મિત્ર છે.
આ અમારા પાડોશી છે, કારણ કે તેની સાથે પરિચયમાં છો. દેહની સાથે પરિચય છે તેથી દેહની સાથે લાગણી અને આસક્તિનો તાંતણો બંધાણો છે, તેથી આત્મા દેહ છે એવો તને ભાસ થયો, એવું તું સમજ્યો, પણ આત્મા અને દેહ જુદાં છે, કારણ કે બન્નેનાં લક્ષણો જુદાં છે. અને પ્રગટ અનુભવમાં આવે છે.
एगो मे सासओ अप्पा, नाणदंसणसंजुओ ।
सेसा मे बाहिरा भावा, सव्वे संजोगलक्खणा ॥
૩૨
મારો આત્મા શાશ્વત છે, એક છે, જ્ઞાન દર્શનથી સહિત છે. બાકીના સર્વે બાહ્ય ભાવો છે અને સંજોગના નિમિત્તવાળા છે. આ લક્ષણથી બન્ને જુદા પડે છે. ફરીથી, અંબાલાલભાઈની ટીકામાં એમ કહ્યું કે ‘અનાદિકાળથી અજ્ઞાનના લીધે દેહના પરિચયથી દેહ જ આત્મા ભાસે છે.' આ બુદ્ધિનું કે ગેરસમજનું કામ છે એમ નહીં પણ ઓલો દર્શન મોહ એટલે મિથ્યાત્વ મોહનો નશો, તેના કારણે આપણને દેહ જ આત્મા ભાસ્યો છે, પરંતુ એ બંને જુદાં છે. પૂજ્યપાદ સ્વામીએ સમાધિશતકમાં એક અદ્ભુત ગાથા આપી છે. એમાં પૂજ્યપાદ સ્વામીજી કહે છે કે ઈન્દ્રિયો પ્રાપ્ત થયા પછી ઈન્દ્રિયો નિરંતર વિષયો તરફ દોડતી રહી છે. અને એ વિષયો તરફ દોડવાના કારણે, એના નિમિત્તે એ સંકલ્પ અને વિકલ્પ કરે છે. અને સંકલ્પ વિકલ્પનાં કારણે એનું ચિત્ત ડહોળાઈ ગયેલું હોય છે અને તેના કારણે તેનામાં સ્વચ્છંદ પ્રમાદ આવે છે અને એ આવવાના કારણે પોતે શરીરની સાથે તાદાત્મ્ય બુદ્ધિ અનુભવે છે. તો શેનાથી આ ભિન્ન પડે ? શું ઉપાય છે આનો ? વિચારપૂર્વક ભેદ પાડવાથી શરીર પણ જુદું છે અને આત્મા પણ જુદો છે તેમ સમજાશે. આત્માને પકડવો હોય તો લક્ષણથી પકડાય. અને જો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org