________________
૩૦
પ્રવચન ક્રમાંક - ૪૦, ગાથા ક્રમાંક - ૪૯-૫૦ છે અને તમે ગાય, ગાય, ગાય કહેશો તો ગાય જ ઊભી થશે. કૂતરું ઊભું થહિ થાય, કારણ તેનામાં સમજણ છે કે હું ગાય છું. જેમાં તેમને દેહ સાથે તાદામ્ય છે તેમ આપણને પણ દેહ સાથે તાદાત્મ છે.
આ દેહાધ્યાસ માટે ત્રણ શબ્દો છે. દેહાત્મ બુદ્ધિ, ચિત્તજડ ગ્રંથિ અને દેહાધ્યાસ. દેહ તે જ હું છું તે પ્રકારનો અધ્યાસ એટલે દેહાધ્યાસ. અથવા દેહ એ જ આત્મા છે તે પ્રકારની બુદ્ધિ તેને કહેવાય છે દેહાત્મબુદ્ધિ, ચિત્ત એટલે ચૈતન્ય અને જડ એટલે શરીર. એ બન્ને એક છે, તે પ્રકારની ગાંઠ તેને કહેવાય છે ચિત્તજડ ગ્રંથિ.
દેહ સાથે સંબંધ અનાદિનો છે. દેહ બદલાશે. તમારે દેહને જે પ્રમાણે સાચવવો હોય તે પ્રમાણે સાચવજો. અમારી ના નથી. પણ લખી રાખજો કે આ દેહ પણ અહીં મૂકીને જવાનું છે. કબીરજી કહે છે :
બાલ જલે જૈસે ઘાસકી પૌલી, હાડ જલે જૈસે લકડી કી મૌલી. દેહ છૂટે તે પહેલાં આપણે તેની સાથે ૬૦ કે ૭૦ વર્ષ જે રહ્યા ત્યાં સુધી ઘૂટ્યાં કર્યું કે આ દેહ તે હું. એ ઘૂંટેલું સાથે આવશે પણ શરીર સાથે નહિ આવે. જે સાથે આવે છે તેને કહેવાય છે દેહાધ્યાસ. કંટાળો આવે તો પણ કંટાળશો નહિ, આનો ઉકેલ કરવો જ પડશે. આપણો દેહ સાથે સતત સંબંધ છે અને સંસારમાં દેહ વગરની કોઈ અવસ્થા નથી. દેહ તે હું, તે ધીમે ધીમે સતત ઘૂંટાયા કરે છે, એમાંથી જે રસાયણ તૈયાર થાય છે તેને કહેવાય છે દેહાધ્યાસ.
આવો દેહાધ્યાસ હોવાના કારણે હે શિષ્ય ! તને આત્મા દેહના જેવો ભાસ્યો છે, પણ બન્ને જુદાં છે. આત્મા દેહ જેવો ભાસ્યો. કોના કારણે ? દેહાધ્યાસને કારણે, પણ તે બન્ને ભિન્ન છે એમ જ્ઞાનીનો અનુભવ છે. દેહાધ્યાસને કારણે શરીર તે હું એમ તું ઘૂટતો આવ્યો છે અને અમે પણ ઘૂંટ્યું હતું, હું શરીર, હું શરીર. તને દર્શનમોહનો નશો છે તેમ આ નશો અમને પણ હતો, પરંતુ આજે અમારો નશો ઉતરી ગયો છે. જ્ઞાની પુરુષ તેને કહેવાય છે કે જેને દર્શનમોહનો નશો ઊતરી ગયો છે. નશો ઊતરી જવાના કારણે દેહ અને આત્મા જુદા જુદા છે તેમ બંનેના પ્રગટ લક્ષણથી ભાન થયું છે. જડ અને ચૈતન્યના લક્ષણો અલગ અલગ છે. કૃપાળુદેવ કહે છે કે –
જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ,
કોઈ કોઈ પલટે નહિ, છોડી આપ સ્વભાવ. જડ અને ચેતન બંને સ્વતંત્ર છે, માટે હે શિષ્ય ! દેહાધ્યાસને કારણે તને ભાસ થયો છે કે આત્મા દેહ સમાન છે, પરંતુ બન્ને જુદા જ છે. આટલી વાત સાંભળી શિષ્યના મુખ ઉપર આનંદ આવ્યો નહિ હોય. સગુરુ આંખો મીંચીને બોલતા નથી. એ તેના હાવભાવ જોતા હોય છે કે શિષ્યની આંખમાં ચમક આવી ? તેને આ વાત ગમી ? તેને કંઈ ઉલ્લાસ આવ્યો? કદાચ ચમક કે ઉલ્લાસ ન દેખાય તો તેમને થશે કે આને ગળે હજુ વાત ઊતરી નથી. સગુરુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org