________________
૨૮
પ્રવચન ક્રમાંક - ૪૦, ગાથા ક્રમાંક - ૪૯-૫૦ છે. ગુરુદેવ જે જવાબ આપે છે તે ભૌતિક લેવલથી નથી આપતા, બીજી રીતે આપે છે. જેમ શારીરિક અને માનસિક ભૂમિકા છે, તેમ ચૈતસિક ભૂમિકા પણ છે. શરીર, મન અને બુદ્ધિની પેલી પાર રહેલો જે આત્મા, તેની ભૂમિકા ઉપરથી જે વાત થાય તેને ચૈતસિક ભૂમિકા કહે છે. અને આ ચૈતસિક ભૂમિકા ઉ૫૨થી સદ્ગુરુ વાત કરે છે. શિષ્યે તો કહ્યું કે નથી દૃષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ;
બીજો પણ અનુભવ નહિ, તેથી ન જીવ સ્વરૂપ.
આના જવાબમાં સદ્ગુરુ એમ નથી કહેતા કે અમે કહીએ છીએ તેથી તું માન. સાધક પોતાના જીવનમાં આ વસ્તુને સ્પષ્ટ નથી કરી શકતો તેનું આંતરિક અને મહત્ત્વનું કારણ સદ્ગુરુ જાણે છે.
ફરી સમજવા કોશિશ કરજો, સ્પષ્ટ કરજો કે આ પ્રશ્ન માન્યતાનો કે ગેરસમજણનો નથી. આ પ્રશ્ન આંતરિક ચેતનાનો છે. જેમ નશાખોર માણસો નશીલી ચીજ જેવી કે, ભાંગ પીવી, ગાંજો પીવો વિગેરે વાપરે છે. આવી ચીજ કાંઈ સુપ્રિમ કોર્ટનો વકીલ પીવે તો શું થાય ? બુદ્ધિ એની એ છે, સામર્થ્ય એનું એ છે, એ બદલાણો નથી, પણ કંઈક ગરબડ થઈ છે. તેનામાં કંઈક એવું તત્ત્વ દાખલ થયું કે તેની બુદ્ધિ અને મન ડીસ્ટર્બ થયાં. માણસ મદિરાપાનથી છકી જાય છે અને હવે જે ક૨શે તે છાકમાં આવીને ક૨શે, મદિરાની સત્તા તળે કરશે. બીજું લોકો કહે છે કે મગનલાલની ચ્હા સ્ફુર્તિ, તાજગી અને નશો આપે છે. અંદર નશીલી ચીજ ગયા પછી, મદિરાપાન કર્યા પછી જેમ એનો કાબૂ રહેતો નથી, એ બેહોશ થાય છે, અને પછી જે કંઈ પણ કરે છે તે બેહોશીમાં કરે છે. તમે એને સમજાવવા જાવ તો એ નહિ સમજે. ખીસ્સામાં એક પણ પૈસો ન હોય તો કહેશે કે હું ધીરૂભાઈ અંબાણી છું. એ બોલે છે તે જોશમાં બોલે છે, ગાંડપણ છે. જબલપુરની પાગલ હોસ્પિટલમાં જવાહરલાલજી જોવા ગયા. એક રૂપાળો દેખાવડો મઝાનો છોકરો ત્યાં હતો. જવાહરલાલજી કહે કે ‘આને તમે અન્યાય કરતા હો તેવું લાગે છે. આ ગાંડો હોઈ ન શકે.’ જેલવાળા કહે, ‘સાહેબ, તમે ઉપાધિ વહોરશો નહિ, આ ગાંડો છે, તમે જોઈને નીકળી જાવ.’ જવાહરલાલજીએ તેની સાથે ઇંગ્લીશમાં વાત કરી. તેણે કડકડાટ જવાબ આપ્યો. જેલરે તેમને કાનમાં કહ્યું ‘તે પોતાને જવાહરલાલ નહેરુ સમજે છે. સાહેબ, તમે તેને કહો કે હું જવાહરલાલ નહેરુ છું તો તમને અને અમને જોવાની મઝા આવશે', અને જવાહરલાલે કહ્યું કે હું જવાહરલાલ નહેરુ, વડાપ્રધાન છું. તો તે તરત જ મારવા દોડ્યો અને બોલ્યો નોનસેન્સ ! ગેટ આઉટ ! એ નોર્મલ ન હતો. મદિરાપાન અને નશીલી ચીજથી ગાંડપણ આવે અને એ ગાંડપણ લાંબુ ચાલે, તેમ એનાથી પણ લાંબુ ચાલે તેવું ગાંડપણ મોહનીય મદિરાથી આવે. એ અર્થમાં આપણે બધા જ ગાંડા છીએ.
ભર્તૃહરિએ સુંદર કહ્યું છે. ‘પિત્વા મોહમયીપ્રમાલમવિરામુન્નુત્તમૂર્ત નાત્।’ આ મોહરૂપી મદિરાપાનથી જગત ઉન્મત્ત બન્યું છે. આ મોહ બે ભાગમાં વહેંચાયેલો છે. એક દર્શનમોહ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org