________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૯
અને બીજો ચારિત્ર્યમોહ. જ્યારે દર્શનમોહ અંદર કામ કરે છે ત્યારે જે સત્ય, યથાર્થ અને પરમાર્થિક છે તેનો તે રૂપે સ્વીકાર કરવા દેતો નથી. આપણે દેહ વગરનાં નથી. અનંતકાળથી આપણે પરિભ્રમણ કરી રહ્યાં છીએ અને ત્યાં બધે જ આપણે દેહમાં હતાં. અનંત દેહ છોડીને આ દેહમાં આવ્યા છીએ. આ દેહમાંથી આત્મા જાય છે, એને મૃત્યુ થયું એમ કહેવાય છે. અને બીજા દેહમાં આત્મા જાય એટલે ત્યાં જન્મ થયો એમ કહેવાય છે. આત્મા અને કર્મનો સંયોગ અનાદિથી છે. અને કર્મસંયોગના કારણે તે કર્મના પરિણામ કે ફળ ભોગવવાં પડે છે. અને તે ફળ શરીર મળે તો જ ભોગવાય. કર્મને ભોગવવાનું સ્થાન શરીર છે. સુખ અને દુઃખ દેહ દ્વારા જ ભોગવાય, તે મિડિયા છે, તે માધ્યમ છે. આત્મા જે દેહમાં જાય ત્યારે તે દેહ સાથે પરિચય થાય છે. આમ જન્મોજન્મ સતત દેહનો જ પરિચય રહેવાથી હું પોતે દેહ જ છું તેવી ભ્રાંતિ અથવા ભ્રમણા દૃઢ થાય છે તેને દેહાધ્યાસ કહે છે.
દેહ એકેન્દ્રિયમાં, બે ઈન્દ્રિયાદિમાં અને પંચેન્દ્રિયમાં પણ છે. મોક્ષ ન પામે ત્યાં સુધી જીવ શરીરમાં જ જડાયેલો રહે છે. દેહ મનુષ્ય પાસે, દેવ પાસે, નારકી અને તિર્યંચો પાસે છે. વનસ્પતિ પાસે પણ છે. અલગ અલગ શરીર જેમકે મચ્છર, કીડી, હાથી, વિગેરે. કેટલી બધી વિશાળ સૃષ્ટિ છે. દરેકનાં શરીર જુદાં જુદાં હોય છે. ચોમાસામાં જીવાત થાય છે. જાતજાતનાં શરીર જોવા મળે છે. થોડા કલાકો માટે, થોડી મિનિટો માટે આગમન પછી વિગમન થાય છે. આવી લાખો શરીરની અવસ્થા થાય છે અને એ બધામાં ચૈતન્યની હાજરી છે. આ ચૈતન્ય એટલે આત્મા જે શરીરમાં જાય ત્યાં પહેલાં શરીર સાથે સંબંધ થાય, તે સંબંધ થયા પછી પરિચય થાય પછી ઘીમે ઘીમે હું શરીર છું તેવી ભ્રમણા થાય. અને આ ભ્રમણા દૃઢ થાય તેને કહેવાય છે દેહાધ્યાસ. આ સદ્ગુરુની સમાધાન કરવાની રીત જુઓ ! તેઓ એમ નથી કહેતાં કે આંખથી આત્મા ન દેખાય. તેઓ એમ નથી કહેતા કે રૂપથી ન દેખાય, તારી ભૂલ થાય છે. તારી સમજ ગમે તેવી હોય, તું વિદ્વાન હોય કે પંડિત હોય પણ બધાને દેહાધ્યાસ પીડા આપે છે.
આ દેહાધ્યાસ તે અત્યંત મહત્ત્વનો શબ્દ છે. દેહાધ્યાસ એટલે દેહ તે જ હું એ પ્રકારની માન્યતા-સમજ, એ પ્રકારની ભ્રાંતિ, એ પ્રકારની ભ્રમણા. આજે પણ નાના મોટા સ્વરૂપમાં આપણે ભ્રમણામાં જ જીવીએ છીએ. હું મઝાકમાં કહું છું કે તમારું નામ કાંતિલાલ હોય અને નીચેથી કોઈ બોલાવે કે ઓ સચ્ચિદાનંદ સ્વરૂપ ! ઓ ભગવાન આત્મા ! તો તમે નહિ સમજો, પણ એમ કહીશ કે ઓ કાંતિભાઈ ! તો તમે દોડતા આવશો. કાંતિલાલના દેહ સાથે કાંતિલાલને અધ્યાસ થયો છે. સવાલ બુદ્ધિનો નથી, સવાલ વિચાર કે માન્યતાનો નથી. તમે લાખ દલીલ કરો, પણ દેહાધ્યાસ જો હશે તો તમે દેહ અને આત્મા જુદા પાડી નહિ શકો. દેહાધ્યાસનું કારણ દર્શનમોહ. આપણી શેરીમાં જાતજાતનાં ઢોર એટલે ગાય, બકરી, કૂતરો વિગેરે હોય, તમે રોટલી લઈને આવો અને તુ-તુ-તુ એમ બોલો તો કૂતરું ઊઠે. તેને પણ દેહાધ્યાસ છે કે તે કૂતરો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org