________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩૩ લક્ષણ ન જાણતા હોય તો તે પકડાય નહિ. ઓળખાણ ન થઈ શકે, માટે વિભાવો, ઇચ્છાઓ, સંકલ્પો, વિકલ્પો આ બધાંથી જુદો પાડતા જાવ, શરીરથી જુદો, ઈન્દ્રિયોથી જુદો, શ્વાસોચ્છવાસથી જુદો, મનથી જુદો, ઇચ્છાઓ અને સંકલ્પોથી જુદો, તૃષ્ણાથી જુદો, વિભાવભાવોથી જુદો. આ જુદું પાડવાની પ્રક્રિયા છે. તે ભેદજ્ઞાનની પ્રક્રિયાના નામે ઓળખાય છે. અને ત્યાં એક સાધન છે પ્રજ્ઞારૂપી છીણી.
નિશ્ચય સ્વલક્ષણ અવલંબી, પ્રજ્ઞા છેણી નિહારો, તસ છેણી મધ્યપાતી દુવિધા, કરે જડે તન ફારો,
ચેતન એસા જ્ઞાન વિચારો. આત્માનાં લક્ષણની વાત આગળ આવશે.
શુદ્ધ બુદ્ધ ચૈતન્યધન, ચિદાનંદ સુખધામ;
બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ. બહુ જ ઠાઠથી કૃપાળુદેવ બોલે છે, બહુ ખુમારી અને મસ્તીથી કહે છે. તું જો, આ આત્મા શુદ્ધ છે, બુદ્ધ છે, સુખ અને આનંદનું ધામ છે, એ આનંદનું કેન્દ્ર છે – આ આત્માના લક્ષણો છે. આનંદ કોઈ બગીચા કે વાડીલાલના આઈસ્ક્રીમમાં નથી. આનંદ હીરા માણેકનાં ઘરેણામાં નથી. આનંદનું ધામ આત્મા છે. અમે કેટલાં વખાણ કરીએ? કેટલું વર્ણન કરીએ? હવે તારા ઉપર છોડી દઈએ છીએ. “કર વિચાર તો પામ”. વિચાર કર તો તને પ્રાપ્ત થાય. આ કાર્ય કરવાં “નિશ્ચય સ્વલક્ષણ અવલંબી, પ્રજ્ઞા છેણી નિહારો'. સમયસારમાં કુંદકુંદાચાર્યજીએ કહ્યું છે કે પ્રજ્ઞારૂપી છીણીથી ભેદજ્ઞાન કરવાથી દેહ અને આત્મા જુદા દેખાશે. જેમ ઝાડમાં નાનકડી ગાંઠ હોય છે તે બહુ મજબૂત હોય છે. તે કુહાડીથી ન કાપી શકાય, અને કરવતથી પણ ન કાપી શકાય. તેને કાપવા ધારધાર છીણી જોઈએ. અને સામે ૨૦ વર્ષનો તંદુરસ્ત જુવાન જોઈએ. અને બરાબર ઘા ઉપર ઘા કરતાં જાય ત્યારે એ લાકડાની ગાંઠ છેદાય છે, તો આ દેહાધ્યાસની ગાંઠ છેદવા કંઈ નહિ કરવું પડે ? એના માટે પ્રચંડ પુરુષાર્થ કરવો પડે. દેહ અને આત્માના લક્ષણો ઓળખી ભેદજ્ઞાન દ્વારા જુદા કરવા પડે. પરમકૃપાળુદેવ કહે છે,
- ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન,
પણ તે બંને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન. તલવાર અને મ્યાન જેમ જુદા છે, તેમ દેહ ને આત્મા બંને જુદા છે. તર્કનો ઉપયોગ કર્યો નથી, શાસ્ત્રોનો ઉપયોગ કર્યો નથી પણ મૂળ કારણ છે તેને જ પકડ્યું છે. તને દેહાધ્યાસ છે તેથી તું કહે છે કે દેહ તે જ આત્મા છે, અથવા ઈન્દ્રિયો તે જ આત્મા છે, અથવા પ્રાણ જ આત્મા છે. પરંતુ આ તું નથી બોલતો, આ દર્શનમોહ બોલે છે, નશો બોલે છે. હજારો-લાખો શાસ્ત્રો વાંચશો, ગમે તેટલા વિદ્વાનો પાસે જશો અને પૂછશો કે આત્મા છે કે નહિ? અને તેઓ સાબિત કરવા જશે તો પણ ગળે નહિ ઊતરે. પણ જેવો દર્શનમોહ જશે એટલે ગળે ઊતરી જશે, અને તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org