________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા પુદ્ગલ એટલે જડ દ્રવ્ય પણ છે. દેહ જડ અને આત્મા ચેતન છે. તમારું અસ્તિત્વ એ દેહ સંબંધિત નથી, પણ આત્મ સંબંધિત છે. દેહમાં આત્મા છે પણ દેહ તે આત્મા નથી, અને
ક્યારેક આ દેહમાંથી આત્મા વિદાય પણ લેશે. આ ખોળિયું ખાલી કરીને જવું પડશે. આ દેહરૂપી કપડાં બદલવાં પડશે, પણ કપડાં બદલવાથી તમે બદલાતા નથી. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે..
"वासांसि जीर्णानि यथा विहाय, नवानि गृह्णाति नरोऽपराणि । तथा शरीराणि विहाय जीर्णान्यन्यानि संयाति नवानि देही ।। (२/२२)
જૂનાં કપડાં ઉતાર્યા અને નવાં પહેર્યા. નાના છોકરાઓને નવાં કપડાં પહેરવાની મજા આવે. દિવાળીમાં નવાં કપડાં પહેરે એટલે બધાને બતાવે અને ખુશખુશ થાય. આ કપડાં બદલાય છે પણ પોતે બદલાતો નથી, તેમ દેહ બદલાય છે, પણ આત્મા બદલાતો નથી. આત્મા છે તે વાત અધૂરી છે. હવે બીજી વાત પણ કરવી છે. આત્મા છે તો ખરો પણ એ આત્મા નિત્ય છે. આત્માનો સ્વીકાર કર્યા પછી જે આધ્યાત્મિક સાધના થાય, જે ધર્મ સાધના થાય તે સંવર સુધી લઈ જાય, અને આત્માનો સ્વીકાર કર્યા પહેલાં જે સાધના થાય તે પુણ્ય સુધી લઈ જાય. પુષ્ય સુધી આપણે આવ્યા છીએ, સંવર સુધી ગયા નથી, તેથી જ આપણે અહીં આવ્યા છીએ. સંવર સુધી જો તમે જાવ તો કર્મનો બંધ પણ તૂટે ને કર્મ નિર્જરા થાય, અને મોક્ષની પ્રાપ્તિ પણ થાય.
જગતમાં દેખાય છે કે નિત્ય કંઈ નથી. ઘર બનાવ્યું, કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો. કોઈક દિવસ ઘર પણ પડી જાય અને રહેનારો પણ ચાલ્યો જાય.
जीवन का नहि ठीकाना है, एक दिन जगत से जाना है એક દિવસ જગત અને સંબંધો બધું છોડીને જવાનું છે. જોતજાતામાં ચાલ્યા જઈશું. પત્ની ગઈ, પુત્ર ગયો, માતા-પિતા ગયાં, મિત્રો, સ્વજનો ગયાં. કેટલાંયે લોકો ગયા હશે, આંખ ભીની થઈ હશે, રડ્યાં હશો, હૈયામાં વેદના થઈ હશે, મૂંઝવણ થઈ હશે. અરેરે ! અમને નોધારા મૂકીને ગયા, એકલા મૂકીને ગયા. આ દુઃખ પણ વ્યક્ત કર્યું હશે કે તમારા વગર કેમ જીવાશે? પરંતુ કોઈ ઉપાય નથી. આ બધું દેખાતું હોવા છતાં કાયમ કંઈ રહેતું નથી. કાયમ રહે એવું કંઈ છે ? અને તે વખતે ધ્વનિ આવે છે કે કાયમ રહે છે તે આત્મા છે, આત્મા નિત્ય છે. જો આ આત્મા નિત્ય ન હોત તો આ બધા શાસ્ત્રો કોના માટે વાંચશો? જો આત્મા જ ન હોય, અને આત્મા નિત્ય ન હોય, તો શાસ્ત્રોને કરવાં છે શું? સાધનાને કરવી છે શું? ' અરે ! આત્મા તો છે અને તે આત્મા નિત્ય પણ છે. નિત્ય છે એટલે ત્રણે કાળ ટકી રહે છે. ભૂતકાળમાં હતો. વર્તમાનકાળમાં છે અને ભવિષ્યમાં પણ હશે. હતો, છે અને હશે. તમે ત્રણે કાળ, પણ તમારું ઘર, તમારા સંયોગો ત્રણે કાળ નહિ. તમે ત્રણે કાળ પણ તમારી બાહ્ય સંપત્તિ ત્રણે કાળ નહિ. આત્મા ત્રણે કાળ હશે જ હશે. તેના માટે એક શબ્દ છે સતુ. ત્રણે કાળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org