________________
૧
પ્રવચન ક્રમાંક - ૩૮, ગાથા ક્રમાંક - ૪૪ ધ્યાન જતું નથી, માટે તેમનું શરીર સૂકાઈ ગયું છે. આમ ચિંતન કરવું પડે. ખાટલાં ઉપર પડ્યાં પડ્યાં કે હિંચકા ખાતાં ખાતાં ચિંતન ન થાય અને નાસ્તો કરતાં કરતાં સમ્યગ્દર્શન ન થાય. તત્ત્વના ઊંડાણમાં જવું પડે, તે માત્ર વિચારથી નહિ થાય, વિચાર પછી ચિંતન, પછી મનન અને પછી નિદિધ્યાસન. આ પ્રોસેસ અંદર થઈ રહી છે તે આપણે જોઈ શકતા નથી. વિચાર કરતાં કરતાં ધારણા થાય, ધારણામાંથી ધ્યાન અને ધ્યાનમાંથી સમાધિ અને સમાધિમાં સમ્યગ્દર્શન, આ પ્રોસેસ છે. આ છ સ્થાનકો તે મંત્ર જેવાં છે. એક એક સ્થાનકમાં સમ્યગ્દર્શન છે. ‘આત્મા છે’, બસ. આ વિચાર ચાલુ થયો, ચાલ્યો, ચાલ્યો, ચાલ્યો, દેહનું પણ ભાન
ભૂલી જવાય.
૨મણ મહર્ષિ ૧૬ વર્ષના હતા અને ધ્યાનમાં બેઠા હતા. અવાવરૂ જગ્યા હતી, સાફ ન હતી તેથી ત્યાં મંકોડા થયા હતા. તે ઉપરાંત લાલ ભમરી અને પીળી ભમરીઓ હતી. ભમરીનો પ્રસાદ જેને મળ્યો હોય તેને જ ખબર પડે કે કેવી મઝા આવે ? બે મધપૂડા તેમના ઉપર તૂટી પડ્યા. મહર્ષિ તો બેઠા એ બેઠા જ. આ પંચમકાળની ઘટના છે. આ ચોથા આરાની વાત કરતા નથી. અમારે તમારી સાથે વાત કરતાં જાગૃત રહેવું પડે. મહર્ષિને ભમરીઓ કરડી પણ મહર્ષિનું તત્ત્વ ચિંતન ચાલ્યું અને તેમાં એકાગ્રતા-તન્મયતા હતી. પ્રગાઢ તત્ત્વ ચિંતન કરતાં કરતાં સમ્યગ્દર્શન થશે. હવે કોઈને પૂછવાની જરૂર નહિ પડે કે સમ્યગ્દર્શન કેમ થાય ? આ નેશનલ હાઈવે છે. આ માર્ગે જાવ, સમ્યગ્દર્શન થશે. સમ્યગ્દર્શનના નામે જે ભ્રમણાઓ થાય છે તેનાથી બચજો.
એક વાત એ પણ સમજી લો કે સમ્યગ્દર્શન થયું એટલે કામ પૂરૂં થયું તેમ ન માનશો. સમ્યગ્દર્શન થયું, હવે કંઈપણ કરવાની જરૂર નથી, એમ પણ ન માનશો. બાપુ ! હજુ વાર છે. સમ્યગ્દર્શનથી તો શરૂઆત થઈ. તમને કોલેજમાં દાખલ થવાની પરમીશન મળી. ભણવાનું બાકી છે, પરીક્ષા બાકી છે, રીઝલ્ટ બાકી છે. પહેલા નંબરે આવવાનું બાકી છે. સમ્યગ્દર્શન ચોથા ગુણસ્થાને થાય અને કેવળજ્ઞાન તેરમા ગુણસ્થાને થાય. હજુ આઠ ગુણસ્થાન વટાવવાનાં છે. કેટલાક તો કહે છે કે સમ્યગ્દર્શન થયું ને ? હવે કંઈ કરવાની જરૂર નથી, અરે ! રહી જશો. સમ્યગ્દર્શન પછી જ ખરા પુરુષાર્થની જરૂર છે. પરમીશન મળે તો વેપાર કરી શકો. તેમ સમ્યગ્દર્શનથી પરમીશન મળી. હવે મોક્ષની સાધના કરી શકો. સમ્યગ્દર્શન પછી સમ્યક્ચારિત્રની સાધના જીવનમાં કરવાની બાકી છે. શ્રદ્ધા પ્રાપ્ત કરી, જ્ઞાન પ્રાપ્ત કર્યું. સમ્યગ્દર્શન થયું. સમ્યજ્ઞાન પ્રાપ્ત થયું પણ સમ્યક્ચારિત્ર ન આવે તો ધર્મનું વૃક્ષ ફળતું નથી. કહ્યું છે કે ‘શ્રદ્ધા જ્ઞાન લહ્યાં છે તો પણ, જો નવિ જાય પમાયો, વંધ્ય તરુની ઉપમા તે પામે’. ફળ મોક્ષ છે, તે મોક્ષ મળતો નથી. પરમકૃપાળુદેવે કહ્યું છે કે જ્ઞાનનું ફળ વિરતિ છે. વિરામ પામ, વિરામ પામ આ ભોગોથી, આ વિષયોથી, રાગદ્વેષથી અને કષાયોથી વિરામ પામ. સમ્યગ્દર્શન થયું એટલે સાધનાની શરૂઆત થઈ. સમ્યગ્દર્શન થયું એટલે મકાનનું પઝેશન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org